MONEY9: ટેક્સ બચાવવા માટે યોગ્ય ELSS મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કેવી રીતે કરવી. ટેક્સ બચાવવા માટે ઘણાં લોકો ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે ELSSમાં રોકાણ કરે છે. જો તમારે પણ રોકાણ કરવું છે તો એવા ELSSમાં પૈસા લગાવો જેના શેરનો પોર્ટફોલિયો પર્યાપ્ત રીતે ડાયવર્સિફાઇડ હોય. એટલે કે તેમાં પર્યાપ્ત વિવિધતા હોય. પર્યાપ્ત વિવિધતાનો અર્થ એ છે કે જરૂરિયાતથી વધુ વિવિધતા ન હોય અને કોઇ એક સેક્ટર સુધી રોકાણ કેન્દ્રીત પણ ન હોય.
ઇએલએસેસ ફંડ પસંદ કરતી વખતે એવા ફંડની તપાસ કરો જેનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય. કેટલીક અન્ય બુનિયાદા બાબતો પર નજર રાખવી જોઇએ. જેવી કે ફંડનું ભૂતકાળનું પ્રદર્શન કેવું છે. ફંડ મેનેજરની શાખ કેવી છે. વગેરે.
આમ તો કોઇ ફંડનું જુનું પ્રદર્શન એ વાતની ગેરંટી નથી આપતું કે આગળ પણ એવું જ પ્રદર્શન કરશે. પરંતુ તેનાથી તમને એ વાતન અંદાજો તો આવી જ જશે કે ફંડ મેનેજર બજારની અલગ અલગ પરિસ્થિતિમાં પોતાની કેવી કાબેલિયત દર્શાવે છે.
આટલી બધી ટિપ્સ છતાં તમે તેને લઇને નિશ્ચિત નથી કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવાય તો તમારે કોઇ એક્સપર્ટ કે ફાઇનાન્સિયલ પ્લાનરની મદદ લેવી જોઇએ.
Published - August 17, 2022, 06:18 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો