Money9: ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરનારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની (EPFO Pension) પેન્શન યોજનાના લાભાર્થી અને પેન્શનધારકોને વધારાનું યોગદાન કે બાકી ચુકવણીને લઇને પોતાની સહમતિ વ્યક્ત કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવશે. એક ઓફિશિયલ સર્ક્યુલરમાં ગુરુવારે આ માહિતી આપવામાં આવી. આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે સરકારને પેન્શનના લાભાર્થીઓને ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે ચાર મહિનાનો સમય આપવા માટે નિર્દેશ કર્યો હતો. ઇપીએફઓએ લાભાર્થીઓને ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે કંપનીની સાથે સંયુક્ત વિકલ્પ ફોર્મ ભરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાવી છે. તેના માટે સમયસીમા પહેલા 3 મે, 2023 હતી. જેને વધારીને 26 જૂન, 2023 કરી દેવામાં આવી છે.
હજુ પણ ઘણી ચીજો પર નથી મળતી ક્લેરિટી
હજુ એ વાતને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી કે ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા પર કેવી રીતે એડિશનલ કોન્ટ્રીબ્યૂશનનો વિકલ્પ કામ કરશે અને ચુકવણી કરવાની રીતે શું હશે. સભ્ય હજુ એ વાતને લઇને માહિતગાર નથી કે વધારે રકમ માંગવાની સ્થિતિમાં તેમને ઉચ્ચ પેન્શન યોજનાથી બહાર જવાનો વિકલ્પ મળશે કે નહીં.
સર્ક્યુલરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વધારાની રકમનું નિર્ધારણ ક્ષેત્રીય અધિકારી કરશે. જે પણ રકમ નક્કી થશે વ્યાજ સહિત તે અંગે સૂચના ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરનારા લાભાર્થીને આપવામાં આવશે. સર્ક્યુલરમાં જણાવાયા અનુસાર પેન્શનધારકો/સભ્યોને પૈસા જમા કરવા અને ફંડના ટ્રાન્સફર માટે સમંતિ આપવાથી લઇને 3 મહિના સુધીનો સમય આપવામાં આવશે. ઇપીએફઓના ક્ષેત્રીય અધિકારી પેન્શનધારકોના ઉચ્ચ પેન્શન માટે એડિશનલ ફંડની ચુકવણીની જરૂરિયાત અંગે સૂચના આપશે.
કંપનીના હિસ્સામાંથી લેવામાં આવશે 1.16%
આ મહિનાની શરૂઆતમાં શ્રમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરનારાએ મૂળ વેતનના 1.16 ટકા વધારાનો ફાળો ઇપીએફઓ તરફથી ચલાવાતી સામાજીક સુરક્ષા યોજનામાં કંપનીના ફાળામાંથી લેવામાં આવશે. હાલ સરકાર કર્મચારી પેન્શન યોજનામાં 15,000 રૂપયાના મૂળ પગારની મર્યાદાપર 1.16 ટકાનું યોગદાન સબ્સિડી તરીકે આપે છે. કર્મચારી ઇપીએફઓની સામાજીક સુરક્ષા યોજનામાં 12 ટકાનું યોગદાન આપે છે. જ્યારે કંપની 12 ટકાના યોગદાનમાંથી 8.33 ટકા ઇપીએસમાં જાય છે. બાકીના 3.67 ટકા કર્મચારી ભવિષ્ય નિધિમાં જાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો