Zomatoએ સ્ટુન્ડ સાથે દાવ કર્યો?
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના વર્તને બધાને ચોંકાવી દીધા છે અને તેની આ હરકત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હકીકતમાં ઝોમેટોએ માર્કેટમાં હાઇપ ક્રિએટ કરવા માટે આઇઆઇટી દિલ્હીના એક સ્ટુડન્ટ જેનું નામ ઋતિક તલવાર છે તેને 1.6 કરોડનું પેકેજ આપવાની ઓફર કરી અને પછીથી તેને પાછી ખેંચી લીધી. IIT દિલ્હીમાં રિસર્ચ ઇન્ટર્ન ઋતિક તલવારે 27 નવેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આની જાણકારી આપી છે. આ સ્ટુડન્ટે તેના કોલેજની નોટિસનો એક સ્ક્રીન શોટ શેર કર્યો જેમાં સ્ટુડન્ટને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હતું કે અલ્ગોરિધમ મેનેજરની પોસ્ટ માટે ઝોમેટો સહિત કેટલીક કંપનીઓ હવે પ્લેસમેન્ટમાં ભાગ નહીં લે. તેણે લખ્યું કે તેને ઝોમેટો તરફથી 1.6 કરોડ રૂપિયાની સેલેરીનું પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું. મહત્વનુંછે કે ઝોમેટો અગાઉ પણ આવી વિચિત્ર માર્કેટિંગ પદ્ધતિઓ માટે ફેમસ છે.
હિંદુજા ગ્રુપ ઇનકમ ટેક્સના રડાર પર
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ડિપાર્ટમેન્ટે મુંબઇ અને કેટલાક અન્ય શહેરોમાં હિંદુજા ગ્રુપના કેટલાક યૂનિટ્સમાં બુધવારે સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ ઓપરેશન ટેક્સ ચોરીની તપાસ બાબતમાં ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફક્ત ઓફિસ પરિસરમાં જ કાર્યવાહી ચાલી રહી છે. ઇનકમ ટેક્સની આ કાર્યવાહી જીએએઆરની જોગવાઇઓ સાથે સંબંધિત છે. હિંદુજા ગ્રુપની પાસે ઇન્ડસઇંડ બેંક, હિંદુજા લેલેન્ડ ફાઇનાન્સ અને હિંદુજા બેંક સ્વિટઝરલેન્ડની ઓનરશીપ છે. હિંદુજા ગ્રુપનો બિઝનેસ 38થી વધુ દેશોમાં ફેલાયેલો છે. કંપની ટ્રક, બસ, બેંકિંગ, પાવર, કેબલ ટીવી, મનોરંજના ધંધામાં છે.
BharatPeએ લીધો નિરાંતનો શ્વાસ
સ્થાનિક ફિનટેક કંપની ભારત પેને મોટી રાહત મળી છે. પ્રથમવાર કંપનીએ નફાનો સ્વાદ ચાખ્યો છે. વર્ષ 2018માં સેટઅપ બાદ પહેલીવાર ઓક્ટોબર 2023માં કંપની નફામાં આવી છે. સીએફઓ અને ઇન્ટરિમ સીઇઓ નલિન નેગીએ 28 નવેમ્બરે કંપનીના પરિણામોની જાહેરાત કરી. ફિનટેક યૂનિકોર્ન ભારતપેની ઓક્ટોબરમાં ટેક્સ પહેલાની ઇનકમ પોઝિટિવ થઇ ગઇ અને વાર્ષિક આવક 1500 કરોડ રૂપિયાથી વધુ રહી. આ આવક ગયા નાણાકીય વર્ષ એપ્રિલ 2022 થી માર્ચ 2023 સુધીની સરખામણીમાં 31 ટકા વધારે છે. કંપનીએ કહ્યું તે તેણે કુલ 12,400 કરોડ રૂપિયાથી વધુની લોન આપી છે.
ભારતમાં એન્ટ્રી કરશે યુએસની આ ફૂટવેર કંપની
અમેરિકાની ફૂટવેર અને સ્પોર્ટ્સવેર કંપની ફૂટ લોકર ભારતમાં વર્ષ 2024માં એન્ટ્રી કરવા જઇ રહી છે. જેના માટે કંપનીએ ભારતમાં મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડ એટલે કે MBL અને નાયકા ફેશનની સાથે એક લોંગ ટર્મ લાયસન્સ એગ્રીમેન્ટ કર્યું છે. Foot Locker તેના સ્નીકર્સ માટે પ્રસિદ્ધ છે. કંપનીનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે. સમજૂતીની શરતો અનુસાર MBL ને ભારતમાં ફૂટ લોકર સ્ટોર્સનો માલિકી હક, તેને ચલાવવાનો અધિકાર અને સ્ટોર્સમાં અધિકૃત મર્ચન્ડાઇઝ વેચવાનો વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. તો બીજી તરફ નાયકા ફેશન, એક્સક્લૂઝિવ ઇ-કોમર્સ પાર્ટનર તરીકે કામ કરશે, ફૂટ લોકરની ભારતીય વેબસાઇટ સંચાલિત કરશે અને નાયકાની ઇ-કોમર્સ વેબસાઇટ પર ફૂટ લોકરનું વેચાણ કરશે.
અનન્યા બિરલાની કંપનીનું મોટું અધિગ્રહણ
અનન્યા બિરલાની કંપની સ્વતંત્ર માઈક્રોફિન પ્રાઈવેટ લિમિટેડે સચિન બંસલની સ્ટાર્ટઅપ નવીની સબ્સિડિયરી કંપની ચૈતન્ય ઈન્ડિયા ફિન ક્રેડિટ પ્રાઈવેટ લિમિટેડનું અધિગ્રહણ કર્યું છે. આ અધિગ્રહણ 1479 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે. ઓગસ્ટમાં જ આની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે અનન્યાએ પોતે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી શેર કરી છે. અનન્યાએ લખ્યું કે “આજે અમે સ્વતંત્ર પરિવારમાં ચૈતન્યનું દિલથી સ્વાગત કરીએ છીએ”. આ અધિગ્રહણ બાદ ક્રેડિટએક્સેસ ગ્રામીણ પછી હવે સ્વતંત્ર બીજી સૌથી મોટી NBFC-MFI બની ગઇ છે.
Apple તોડશે આ કંપની સાથે ભાગીદારી
Apple કંપની, ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન શાક્સની સાથે પોતાની એપલ કાર્ડની ભાગીદારી સમાપ્ત કરી રહી છે. રિપોર્ટ અનુસાર, iPhone નિર્માતાએ Goldman Sachsને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં તેને આગામી 12 થી 15 મહિનાની અંદર તેની ભાગીદારી સમાપ્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર એક્ઝિટ કરવાથી તેમની ટોટલ કન્ઝ્યુમર ભાગીદારી કવર થઇ જશે જેમાં 2019માં કંપનીઓ દ્વારા લોન્ચ કરાયેલા ક્રેડિટ કાર્ડ અને આ વર્ષે શરૂ કરાયેલા સેવિંગ્સ એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે. ગોલ્ડમૅન શાક્સ હાલમાં એપલ કાર્ડ ઇશ્યૂ કરે છે. રિપોર્ટ અનુસાર આ બન્ને કંપનીઓ ભાગીદારી સારી રીતે ચાલી નથી રહી અને ગોલ્ડમૅન શાક્સે એપલ કાર્ડને અમેરિકન એક્સપ્રેસ પર શરૂ કરવાની યોજના બનાવી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો