Money9: આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટ અપ્સ જગતના મહત્વના સમાચારો
ઓનલાઇન ગેમિંગ કંપનીઓમાં ખળભળાટ
ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર સરકાર સખત બની છે. Dream11 સહિત તમામ ગેમિંગ કંપનીઓને સરકારે 1 લાખ કરોડની જીએસટી નોટિસ મોકલી છે. સરકારે આ કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલી છે. પીટીઆઇના સમાચાર અનુસાર સરકારી અધિકારીએ કહ્યું કે 1 ઓક્ટોબર બાદથી ભારતમાં વિદેશી ગેમિંગ કંપનીઓના રજિસ્ટ્રેશનનો હજુ સુધી કોઇ ડેટા ઉપલબ્ધ નથી. મહત્વનું છે કે સરકારે 1 ઓક્ટોબરથી વિદેશી ઓનલાઇન ગેમિંગ કંપનીઓ માટે ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત બનાવ્યું છે. તેથી હવે તેમની પર 28 ટકા જીએસટી લાગેશે.
આ આઇપીઓના રોકાણકારોને થયું નુકસાન
ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપની IRM એનર્જીના શેરોને ઘટતા માર્કેટમાં મોટો ઝટકો લાગ્યો છે. આઇપીઓને રોકાણકારોનો સારો રિસ્પોન્સ મળ્યો હતો અને ઓવરઓલ 27 ગણાથી વધુ સબ્સ્ક્રાઇબ થયો હતો. આઇપીઓ હેઠળ 505 રૂપિયાના ભાવે શેર એલોટ થયા હતા. આજે એટલે કે ગુરુવારે આ શેરનું BSE પર 479 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયું છે. લિસ્ટિંગ બાદ શેર વધુ નીચે જઇને 473 રૂપિયા પર આવી ગયો હતો. જેના પગલે રોકાણકારોને 6 ટકાથી વધુની ખોટ ગઇ હતી. જો તેને કર્મચારીઓને 48 ટકા ડિસ્કાઉન્ટ સાથે શેર 457 રૂપિયામાં મળ્યા હતા.
GVK પાવરે બેંકોને ચૂકવવા પડશે 2.19 અબજ ડોલર
GVK Power અને ડિફેન્ડન્ટ્સે બેંકોને 2.19 અબજ ડોલરની ચુકવણી કરવાનો આદેશ મળ્યો છે. આ આદેશ ઇંગ્લિશ કોર્ટનો છે. ચુકવણી કરવાની રકમમાં ઇંગ્લિશ કોર્ટથી નિર્ધારિત વ્યાજની રકમનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2011માં જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જીવીકે કોલ ડેવલપર્સ પીટીઇ, સિંગાપુરને 1.13 અબજ ડોલરની કુલ લોન રકમના 49 ટકાની સીમા સુધી કોર્પોરેટ ગેરંટી પ્રદાન કરી હતી. આ ઓસ્ટ્રેલિયાઇ કોલ પ્રોજેક્ટના અધિગ્રહણ અને પ્રી-ડેવલપમેન્ટ કોસ્ટ માટે હતી. આ લોન 2015-16માં એનપીએ થઇ હતી.
ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ સિલિકોન વેલીમાં શું શીખ્યા?
આ સપ્તાહની શરૂઆતમાં ભારતના કેટલાક મોટા સ્ટાર્ટઅપ્સના 20 ફાઉન્ડર્સ અને CXOનું એક સમૂહ સિલિકોન વેલીમાં દિગ્ગજ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ ફર્મ્સના ટોચના અધિકારીઓની સાથે ચર્ચામાં સામેલ થયા. આ સ્ટાર્ટઅપમાં એવા ભારતીય સ્ટાર્ટઅપ હતા જેમાં જાપાનની સોફ્ટબેંકનું રોકાણ છે. બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે સોફ્ટબેંકે AI ટ્રેન્ડ પર ધ્યાન કેન્દ્રીત કરીને ફરીથી સક્રિય રીતે રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે. વિઝિટિંગ કંપનીઓમાં પેટીએમ, મીશો, આઇસર્ટિસ, ઓલા ઇલેક્ટ્રિક, એરુડિટ્સ, માઇન્ડટિકલ જેવી કંપનીઓના અધિકારીઓ હતા.
IPO માટે આ કંપનીએ નક્કી કરી પ્રાઇસ બેન્ડ
મહિનાના અંતમાં તમારા માટે આઇપીઓમાં રોકાણ કરીને પૈસા કમાવવાની સારી તક છે. સ્થાનિક સામાન અને સ્ટેશનરી મેન્યુફેક્ચરિંગ કંપની સેલો વર્લ્ડ લિમિટેડે પોતાના 1,900 કરોડ રૂપિયાના આઇપીઓ માટે 617 થી 648 રૂપિયા પ્રતિ શેરનું મૂલ્ય નક્કી કર્યું છે. આ આઇપીઓ 30 ઓક્ટોબરે ખુલી રહ્યો છે અને 1 નવેમ્બરે બંધ થશે. આઇપીઓ ખુલતા પહેલા 27 ઓક્ટોબરે એંકર ઇન્વેસ્ટર્સ બોલી લગાવી શકશે.
વર્ષ 2024 IT કંપનીઓ માટે બનશે ચેલેજિંગ
દેશમાં આઇટી સેક્ટર માટે આવતું વર્ષ એટલે કે 2024 પડકારજનક રહેવાનું છે. કેટલીક મોટી કંપનીઓ આવતા વર્ષે કેમ્પસ સિલેક્શન દ્વારા IT hiringsથી દૂર રહી શકે છે. મિન્ટના સમાચાર અનુસાર આખી દુનિયામાં ચાલી રહેલા સ્લોડાઉનના કારણે ભારતીય કંપનીઓએ ભરતીના કિસ્સામાં પોતાનો પ્લાન હાલ હોલ્ડ પર મૂકી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024 આઇટી ભરતીના મામલે અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ હોઇ શકે છે. ભારતીય આઇટી સેક્ટરમાં ચાલુ નાણાકીય વર્ષમાં હેડકાઉન્ટનો ગ્રોથ રેટ ફક્ત 2.4 ટકાની ગતિએ વધવાની સંભાવના છે.
RBIએ ખાનગી બેંકોને શું આપ્યો આદેશ?
ભારતીય રિઝર્વ બેંકે ખાનગી બેંકો અને વિદેશી બેંકોની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાંથી પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં મેનેજિંગ ડિરેક્ટર તેમજ સીઇઓ સહિત ઓછામાં ઓછા બે ફૂલટાઇમ ડિરેક્ટર્સની હાજરીને સુનિશ્ચિત કરવા કહ્યું છે. આરબીઆઇએ કહ્યું કે બેંકિંગ સેક્ટરની વધતી જટીલતાને ધ્યાનમાં લેતા અને વર્તમાન તેમજ આવનારા પડકારોનો મુકાબલો કરવા માટે બેંકો માટે એક અસરકારક વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમની રચના કરવી જરૂરી બની જાય છે જેથી કરીને જે પણ પડકારો ઉભા થાય તેનો સફળતાપૂર્વક સામનો કરી શકાય. ઉપરાંત, સેન્ટ્રલ બેંકે ઉત્તરાધિકારી શોધવાનું જરૂરી માન્યું છે. આ માટે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આવી ટીમની સ્થાપના બેંકની ઉત્તરાધિકાર યોજનામાં મદદ કરી શકે છે. MD અને CEO પોસ્ટ માટે કાર્યકાળ અને ઉપલી વય મર્યાદા સંબંધિત નિયમનકારી શરતોની પૃષ્ઠભૂમિમાં આ બધું વધુ મહત્વપૂર્ણ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો