કંપનીનામામાં તમને મળશે આખા સપ્તાહના કોર્પોરેટ અને સ્ટાર્ટ અપ્સ જગતના મહત્વના સમાચારો.
અંબાણી ક્યાં કરશે 20,000 કરોડનું રોકાણ?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ મંગળવારે બંગાળ ગ્લોબલ બિઝનસે સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યાર સુધી બંગાળમાં 45,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરી ચુકી છે. આવનારા દિવસોમાં કંપની અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વધારાનું રોકાણ રાજ્યમાં કરવા જઇ રહી છે. અંબાણીએ કહ્યું કે જિયોનું બંગાળમાં 98.8 ટકા હિસ્સામાં કવરેજ છે. કોલકાતાના 100 ટકા વિસ્તારમાં જિયો તેનું કવરેજ આપી રહી છે. તેમણે કહ્યું કે જિયો માર્ટ અંદાજે 5 લાખ ગ્રોસરી સ્ટોર્સ સુધી પહોંચી ગયું છે. અને આવતા બે વર્ષમાં રિટેલ સ્ટોર્સની સંખ્યા 200 સ્ટોર્સથી વધારાશે. બંગાળમાં રિલાયન્સ રિટેલના હાલ 1000 સ્ટોર છે.
BYJU’S ને EDનો ઝટકો
એજ્યુટેક કંપની બાયજૂસને ઇડીએ જોરદાર ઝટકો આપ્યો છે. ઇડીએ બાયજૂસના સીઇઓ અને કો-ફાઉન્ડર રવિન્દ્રન બાયજૂને 9,300 કરોડ રૂપિયાથી વધુની વિદેશી મુદ્રા નિયમના ઉલ્લંઘન માટે કારણદર્શક નોટિસ ફટકારી છે. તપાસ એજન્સી ઇડીએ બાયજૂ અને તેના પ્રમોટર પર ફેમા નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આરોપ અનુસાર દેશમાંથી બહાર મોકલવામાં આવેલા એડવાન્સ મનીના સંદર્ભમાં ઇમ્પોર્ટના ડોક્યુમેન્ટ્સ જમા કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ છે. ઇડીએ એક નિવેદનમાં કહ્યું છે કે બાયજૂનું સંચાલન કરનારી કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડના રવિન્દ્રનને ફેમાં હેઠળ 9,362.35 કરોડની કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
Zomato અને Swiggyનો મોટો ઝટકો
દેશની મોટી ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો અને સ્વિગીને સંયુક્ત રીતે 750 કરોડ રૂપિયાની જીએસટી નોટિસ મળી છે. આ નોટિસ પાછળનું કારણ ટેક્સ સ્ક્રૂટિનીને માનવામાં આવી રહ્યું છે. બન્ને કંપનીઓને જીએસટી વિભાગ તરફથી અલગ-અલગ નોટિસ આપવામાં આવી છે. ઝોમેટોને 400 કરોડ રૂપિયાથી વધુની જીએસટીની નોટિસ મળી છે. તો બીજી તરફ સ્વિગીને ડીજીજીઆઇ દ્વારા 350 કરોડ રૂપિયાથી વધુની જીએસટી નોટીસ મળી છે. જો કે બન્ને કંપનીઓએ આ અંગે કોઇ પ્રતિક્રિયા નથી આપી.
નવાઝ મોદીએ માંગ્યો સિંઘાનિયાની સંપત્તિમાં હિસ્સો
રેમન્ડ લિમિટેડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાથી અલગ રહેતી તેમની પત્ની નવાઝ મોદીએ સિંઘાનિયાની પ્રોપર્ટીનો 75 ટકા હિસ્સો માંગ્યો છે. તેમણે પોતાની બે પુત્રીઓ નિહારિકા, નિશા અને પોતાના માટે વળતર તરીકે બિઝનેસમેનની 1.4 અબજ ડોલરની સંપત્તિનો 75 ટકા હિસ્સો માંગ્યો છે. સિંઘાનિયાએ 32 વર્ષ સાથે રહ્યા બાદ તાજેતરમાં પણ તેમની પત્ની સાથે છુટાછેડા લીધા હતા. ગૌતમ સિંઘાનિયા રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કુલ સંપત્તિ લગભગ 11 હજાર કરોડ રૂપિયા છે. નવાઝ મોદીએ કુલ 11,620 કરોડ રૂપિયાની સંપત્તિમાંથી લગભગ 8745 કરોડ રૂપિયાની માંગ કરી છે. રેમન્ડ ગ્રુપ પાસે કપડાં, ડેનિમ, કન્ઝ્યુમર કેર, એન્જિનિયરિંગ અને રિયલ એસ્ટેટ સહિતના વ્યવસાયો છે. ગ્રૂપની રેડીમેડ ગારમેન્ટ માર્કેટમાં મજબૂત હાજરી છે. તે ડેનિમ શ્રેણીમાં પણ અગ્રણી ઉત્પાદક છે.
યુએસ કોર્ટમાં TCSની અપીલ ફગાવાઇ
અમેરિકાની હાયર કોર્ટે જિલ્લા અદાલત દ્વારા આપવામાં આવેલા 14 કરોડ ડોલરના વળતર ચૂકવવાના આદેશને પડકારતી ટીસીએસની અપીલને ફગાવી દીધી છે. આના માટે કંપની તરફથી થર્ડ ક્વાર્ટરના પરિણામોમાં વિશેષ જોગવાઇ પણ કરવામાં આવી છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ પ્રકારની માહિતી આપી છે. પીટીઆઇના જણાવ્યા અનુસાર અમેરિકાની વિસ્કોન્સિન જિલ્લા અદાલતે એપિક સિસ્ટમ કોર્પોરેશનના પક્ષમાં ટીસીએસને 14 કરોડ ડોલરનો દંડ ચૂકવવા કહ્યું હતું. એપિક સિસ્ટમે ટીસીએસ પર આરોપ લગાવ્યો હતોકે ટીસીએસે હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ મેડ મંત્રાના વિકાસ માટે તેમની બોદ્ધિક સંપત્તિનું ઉલ્લંઘન કર્યું છે. આ કેસ 20214થી ચાલતો હતો.
ટાઇટન 3000 કર્મચારીઓની કરશે ભરતી
આગામી સમયમાં ટાઇટન કંપની 3000થી વધુ લોકોની ભરતી કરશે. કંપનીએ કહ્યું કે તે એન્જિનિયરિંગ, ડિઝાઇન, લક્ઝરી, ડિજિટલ, ડેટા એનાલિટિક્સ, માર્કેટિંગ અને સેલ્સ સહિત અન્ય સેક્ટરમાં આવતા 5 વર્ષમાં 3,000થી વધુ કર્મચારીઓની ભરતી કરશે. કંપની ડેટા એનાલિટિક્સ, સાયબર સુરક્ષા, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ અને અન્ય નવા જમાનાની સ્કિલ જેવી વિશેષ સ્કીલવાળા પ્રોફેશનલની શોધ કરી રહી છે. કંપનીએ કહ્યું કે તે આવતા 5 વર્ષમાં 1 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાની દિશામાં એક રોમાંચક યાત્રા શરૂ કરી રહી છે. ટાઇટન કંપની ટાટા ગ્રુપ અને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમનું એક જોઇન્ટ વેન્ચર છે.
ઓક્ટોબરમાં Fundingમાં આવ્યો ઘટાડો
ખાનગી ઇક્વિટી એટલે કે PE અને વેન્ચર કેપિટાલિસ્ટ એટલે કે VCનું ભારતીય કંપનીઓમાં રોકાણ ઓક્ટોબર મહિનામાં અંદાજે 3 ટકા ઘટીને 3.4 અબજ ડોલર એટલે કે અંદાજે 28 કરોડ રૂપિયા રહ્યું. મંગળવારે એક રિપોર્ટમાં આ માહિતી બહાર આવી છે. ઉદ્યોગ ગ્રુપ આઇવીસીએ અને એડવાઇઝર ફર્મ ઇવાયના જોઇન્ટ રિપોર્ટ અનુસાર કિંમતની દ્રષ્ટિએ ઓક્ટોબરમાં પીઇ અને વીસીનું રોકાણ એક વર્ષ પહેલાના સમાન સમયગાળાના 3.5 અબજ ડોલરથી 3 ટકા ઓછું રહ્યું છે. તો સપ્ટેમ્બરના 4.2 અબજ ડોલરની તુલનામાં પીઇ તેમજ વીસીનું રોકાણ 19 ટકા ઓછું રહ્યું. રિપોર્ટ કહે છે કે ઓક્ટોબરમાં સોદાની સંખ્યા પણ ઘટીને 70 ટ્રાન્ઝેક્શન પર આવી ગઇ જે વર્ષ અગાઉ 80 હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો