Money9 Gujarati:
ખાનગી સેક્ટરની HDFC Bankએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેન્કનો સૌથી ઊંચો વ્યાજ દર હવે માત્ર 7.20 ટકા છે, જેના માટે ખાતાધારકે 4 વર્ષ 7 મહિના માટે (કુલ 55 મહિના) FD કરાવવી પડશે. જો તમે સીનિયર સીટિઝન હશો તો, બેન્ક તમને 7.70 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપશે. અગાઉ આ FD પર HDFC Bank જનરલ સીટિઝનને 7.25 ટકા વ્યાજ દર આપતી હતી. લાગે છે કે, બેન્કોએ હવે FDના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કર્યું છે અને HDFC Bankના પગલાં બાદ અન્ય બેન્કો પણ FDના વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે.
ઊંચા વ્યાજ દરનો જમાનો ગયો…!
ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક કે બે વર્ષથી બેન્કો ડિપોઝિટના વ્યાજ દર વધારતી આવી છે. કેટલીક ખાનગી બેન્કો તો સીનિયર સીટિઝનને 8.50 ટકા જેટલો ઊંચો વ્યાજ દર આપી રહી છે. પરંતુ લાગે છે કે, FD પર ઊંચા વ્યાજ દર તેની પીક પર પહોંચી ગયા છે અને હવે તેમાં ઘટાડાની શરૂઆત થઈ છે. હવે બેન્કો FDના વ્યાજ દર ઘટાડવાનું ચાલુ કરશે, તેવી શક્યતા છે. વેલ્થ મેનેજર્સ જણાવે છે કે, જો તમે હજુ સુધી ઊંચા વ્યાજ દરની FDનો લાભ ના ઉઠાવ્યો હોય તો, વિલંબ કર્યા વગર આ તક ઝડપી લેવી જોઈએ કારણ કે, ધીમે ધીમે બેન્કો ડિપોઝિટના વ્યાજ દર ઘટાડવાનું શરૂ કરે તેવી શક્યતા છે.
નીચેના ટેબલમાં ખાનગી બેન્કો અને સ્મોલ ફાયનાન્સ બેન્કોના FDના ઈન્ટરેસ્ટ રેટની સરખામણી કરી છે.
Private Banks | RoI (in %) General Citizens | RoI (in %) Senior Citizens | Tenure |
DCB Bank | 7.90 | 8.50 | 25 months |
RBL Bank | 7.80 | 8.30 | 15 months to less than 2 years |
Yes Bank | 7.75 | 8.25 | 18 months to 24 months |
IndusInd Bank | 7.50 | 8.25 | 1 year to less than 1 year 6 months |
IDFC First Bank | 7.50 | 8.00 | 1 year 1 day to 550 days |
Federal Bank | 7.30 | 8.07 | 13 months to 21 months |
HDFC Bank | 7.20 | 7.70 | 4 year 7 months |
Dhanlaxmi Bank | 7.25 | 7.75 | 18 months and 7 days |
Kotak Mahindra Bank | 7.20 | 7.70 | 390 days |
South Indian Bank | 7.20 | 7.20 | 500 days |
Karur Vysya Bank | 7.20 | 7.70 | 444 days |
ICICI Bank | 7.10 | 7.60 | 15 months to 18 months |
Axis Bank | 7.10 | 7.60 | 13-14 months |
City Union Bank | 7.00 | 7.50 | 400 days |
IDBI Bank | 6.80 | 7.30 | 1 year to 2 years |
– DCB Bank અન્ય ખાનગી બેન્કોની સરખામણીએ FD પર વધારે વ્યાજ દર ઑફર કરે છે. જો તમે DCB Bankમાં FD કરાવો તો તમને 7.90 ટકા જેટલો ઊંચો વ્યાજ દર મળશે, પરંતુ તેના માટે 25 મહિનાની FD કરાવવી પડશે. સીનિયર સીટિઝનને પણ બેન્ક 0.60 ટકા વધારે વ્યાજ આપે છે અને તેમને કુલ 8.50 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે. અત્યારે માત્ર DCB Bank જનરલ સીટિઝન અને સીનિયર સીટિઝનને વધારે વ્યાજ દર ઑફર કરે છે. સ્મોલ ફાયનાન્સ બેન્કોને બાદ કરતાં અન્ય કોઈ પણ ખાનગી બેન્ક આટલા ઊંચા ઈન્ટરેસ્ટ રેટ આપતી નથી.
– RBL Bank ઊંચા વ્યાજ દર આપવાની બાબતમાં બીજા ક્રમે છે. તેનો FDનો ઈન્ટરેસ્ટ રેટ 7.80 ટકા ચાલે છે. તેના માટે 15 મહિનાથી 2 વર્ષની FD કરવી જરૂરી છે. સીનિયર સીટિઝનને 8.30 ટકા વ્યાજ દર મળે છે.
– IndusInd Bankમાં 1 વર્ષથી 18 મહિનાની FD પર 7.50 ટકા વ્યાજ દર મળે છે. સીનિયર સીટિઝનને 0.75 ટકા વધુ વ્યાજ દર મળે છે, એટલે કે તેમને FD પર કુલ 8.25 ટકા વ્યાજ દર મળે છે.
– IDFC First Bank પણ 1 વર્ષ 1 દિવસથી 550 દિવસની FD પર 7.50 ટકા વ્યાજ દર ઑફર કરે છે જ્યારે સીનિયર સીટિઝનને 8 ટકા મળે છે.
– Federal Bankની ફિક્સ્ડ ડિપોઝિટમાં 7.30 ટકા રેટ મળે છે, જેના માટે 13 મહિનાથી 21 મહિનાની FD કરાવવી જરૂરી છે. આ બેન્ક સીનિયર સીટિઝનને 0.77 ટકા વધારે ઈન્ટરેસ્ટ રેટ આપે છે.
– Dhanlaxmi Bankમાં FD કરાવશો તો 7.25 ટકા વ્યાજ દર મળશે. તમારે આ રેટ માટે 18 મહિના અને 7 દિવસ માટે FD કરાવવી પડશે.
– Kotak Mahindra Bankમાં FDના ઈન્ટરેસ્ટ રેટ 7.25 ટકા છે. તમારે 23 મહિનાની FD કરાવવી પડશે. જો તમે સીનિયર સીટિઝન હશો તો આ FD પર 7.75 ટકા વ્યાજ દરનો લાભ મળશે.
– South Indian Bankમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવશો તો તમને 7.20 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળશે, પરંતુ તમારે 500 દિવસની FD કરાવવી પડશે. આ બેન્ક સીનિયર સીટિઝને કોઈ વધારાનો લાભ આપતી નથી અને તેમને પણ આટલો જ વ્યાજ દર મળે છે.
– Karur Vyasa Bankમાં વ્યાજના દર 7.20 ટકા છે અને તેના માટે 444 દિવસની FD કરાવવી પડે છે.
– ICICI Bankમાં 15 મહિનાથી 18 મહિનાની FD પર 7.10 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે.
– City Union Bankમાં 400 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ કરાવો તો બેન્ક તમને 7 ટકા ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરે છે.
– IDBI Bank તેના ખાતાધારકોને FD પર 6.80 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપે છે. તમારે 1 વર્ષથી 2 વર્ષની FD કરાવવી પડશે. સીનિયર સીટિઝનને 0.50 ટકા વધુ ઈન્ટરેસ્ટ રેટ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો