અદાણી ગ્રુપે તેની લોન ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ ડિલીવરીંગ પ્રોગ્રામ હેઠળ, અદાણી ગ્રુપે 2.65 બિલિયન ડોલર (અંદાજે 22,000 કરોડ રૂપિયા)ની લોનની ચુકવણી કરી છે, જેના કારણે ગ્રુપના ફાઇનાન્સિયલ મેટ્રિક્સમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
Money9: અદાણી ગ્રુપે તેની લોન ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ ડિલીવરીંગ પ્રોગ્રામ હેઠળ, અદાણી ગ્રુપે 2.65 બિલિયન ડોલર (અંદાજે 22,000 કરોડ રૂપિયા)ની લોનની ચુકવણી કરી છે, જેના કારણે ગ્રુપના ફાઇનાન્સિયલ મેટ્રિક્સમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
આ તમામ માહિતી ગ્રુપ દ્વારા જાહેર કરાયેલા અદાણી પોર્ટફોલિયો ક્રેડિટ અપડેટમાં આપવામાં આવી છે. આ ક્રેડિટ અપડેટ મુજબ, અદાણી ગ્રૂપે 12 માર્ચ પહેલા 2.15 બિલિયન ડોલરના માર્જિન લિંક્ડ શેર બેક્ડ ફાઇનાન્સિંગની ચુકવણી કરી છે. આ ચુકવણી જૂથ દ્વારા સમય પહેલા કરવામાં આવી છે, તેની પરિપક્વતા 31 માર્ચ, 2023 ના રોજ થવાની હતી.
આ સાથે, પ્રમોટર્સે અંબુજા સિમેન્ટના સંપાદન માટે લીધેલી 700 મિલિયન ડોલરની લોન પણ સમય પહેલા ચૂકવી દીધી છે. સમય પહેલા કરવામાં આવેલી આ ચૂકવણીની સાથે 203 મિલિયન ડોલરનું વ્યાજ પણ ચૂકવવામાં આવ્યું છે.
લિસ્ટેડ કંપનીઓનું કેશ બેલેન્સ વધ્યું
FY23 માં, લિસ્ટેડ કંપનીઓનું કેશ બેલેન્સ 41.5% વધીને 4.75 બિલિયન ડોલર (YoY) એટલે કે રૂ. 40,351 કરોડથી વધુ થયું છે. જો કંપનીઓની રોકડ બેલેન્સ અને ફ્રી ફ્લો કેપિટલ ઉમેરવામાં આવે તો આ આંકડો રૂ. 77,889 કરોડ થશે, જે FY24, FY25 અને FY26માં જૂથના ડેટ મેચ્યોરિટી કવર કરતાં વધુ છે. FY24, FY25 અને FY26 માટે ડેટ મેચ્યોરિટી કવર રૂ. 11,796 કરોડ, રૂ. 32,373 કરોડ અને રૂ. 16,614 કરોડ છે.
Published - June 6, 2023, 12:02 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો