ઘર ખરીદવું એ એક મોટી નાણાંકીય જવાબદારીનું કામ છે. જેના માટે થોડા વર્ષો પહેલાથી કરવું પડે છે પ્રોપર પ્લાનિંગ. ડાઉન પેમેન્ટનો જુગાડ હોય કે પછી હોમ લોન EMIની બજેટ પર પડતી અસર,, ઘર ખરીદવા જોવી પડે છે લાંબી રાહ

જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ અને પોતાનું ઘર ખરીદવા માટે વિચારી રહ્યાં હોવ તો તમારા માટે આ માહિતી મહત્વની છે. તમે નાનું તો નાનું પણ પોતાનું ઘર ખરીદો.
બધાને સરળતાથી હોમ લોન (HOME LOAN) નથી મળતી. આથી, ઘર પસંદ કરતાં પહેલાં પેમેન્ટ પ્લાનિંગ કરવું અનિવાર્ય છે, તો જાણીએ કેવી રીતે થાય છે પેમેન્ટ પ્લાનિંગ.
પ્રોપર્ટી (PROPERTY)નો સોદો ઘણો જટિલ હોય છે. આથી, સોદો કરતાં પહેલાં તેની સાથે જોડાયેલાં તમામ પાસાં અંગે કોઈ સારા વકીલ (LAWYER)ની સલાહ લેવી જોઈએ.
તમે લોન લઈને ઘર ખરીદ્યું હોય, તો નિયમિત હપ્તા ભરવા જરૂરી છે. જો સતત ત્રણ હપ્તા નહીં ભરો, તો બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરીને પ્રોપર્ટીનો કબજો લઇ લેશે