મની9ના સર્વે અનુસાર દેશમાં સૌથી ઓછી કમાણી કરતા પરિવારો બિહાર રાજ્યમાં છે. જ્યાં લોકોની મહિનાની સરેરાશ કમાણી 17,567 રૂપિયા છે. ઓછી કમાણીમાં બીજા ક્રમે ઓડિશા છે.
મની9ના સર્વે અનુસાર સૌથી વધુ કમાણી કરતા પરિવારોમાં કર્ણાટક રાજ્યમાં છે. કર્ણાટકમાં પરિવારોની મહિનાની સરેરાશ કમાણી 35,411 રૂપિયા છે. મહારાષ્ટ્ર કમાણીમાં બીજા નંબરે છે.
આ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. 10 અલગ-અલગ ભાષાઓમાં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં 1170થી વધુ ગામડાઓ અથવા શહેરી વિસ્તારોના 35 હજારથી વધુ પરિવારો પાસેથી તેમની કમાણી, ખર્ચ, બચત અને રોકાણ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી
ભારતીય પરિવારોના ખિસ્સા સાથે સંબંધિત આ ગ્રાઉન્ડ લેવલની માહિતી મેળવવા માટે 2022 માં, Money9 દેશનો સૌથી મોટો પર્સનલ ફાઇનાન્સ સર્વે લઇને આવ્યું હતું. આ શ્રેણીમાં, Money9 હવે એક અન્ય સર્વે લાવ્યું છે જે તમારી સમક્ષ ભારતીયોના પર્સનલ ફાઇનાન્સ સંબંધિત તમામ માહિતી રજૂ કરશે.