Money9: લખનઉનો વિવેક ઘણીવાર નિષ્ણાતો પાસેથી એવી સલાહ સાંભળે છે કે ચોક્કસ મ્યુચ્યુઅલ ફંડમાં લોંગ ટર્મ માટે રોકાણ યોગ્ય છે અને અમૂકમાં ટૂંકા ગાળા માટે. પરંતુ ઘણી વાર લોંગ ટર્મ કે શોર્ટ ટર્મનો અર્થ શું છે તેને લઇને તે મુંઝવણમાં રહે છે.
ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવી વિવિધ કેટેગરીમાં સેંકડો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ઉપલબ્ધ છે… આમાં લાર્જકેપ, સ્મોલકેપ, ઇન્ડેક્સ ફંડ્સ, શોર્ટ ડ્યુરેશન ફંડ, લોંગ ડ્યૂરેશન ફંડ વગેરેનો સમાવશે થાય છે.
શોર્ટ ટર્મ મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે ડેટ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. જે શોર્ટ ટર્મ અને મની માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. આ ફંડ્સની મેચ્યોરિટીની મુદત એટલે કે પોર્ટફોલિયો ડ્યૂરેશન 1 થી 3 વર્ષનો હોય છે.
હવે જો તમે ધ્યાનમાં લો કે કોઇ રોકાણકાર માટે ત્રણ વર્ષના ટૂંકા ગાળા માટે શું લક્ષ્ય હોઈ શકે…તો તેમાં લગ્ન, નવો ધંધો શરૂ કરવા માટે બચત, હોલીડે પર જવું અથવા મેડિકલ ઇમરજન્સી જેવી બાબતોનો સમાવેશ થઈ શકે છે.
જો આપણે ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી વિશે વાત કરી તો તેમાં લિક્વિડ ફંડ, લો ડ્યૂરેશન ફંડ, લોંગ ડ્યુરેશન ફંડ, મની માર્કેટ, ગિલ્ટ, ક્રેડિટ રિસ્ક વગેરે 16 પ્રકારના ફંડ હોય છે. લોંગ ટર્મ મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે મુખ્યત્વે શેરબજારમાં રોકાણ કરે છે.
બજાર નિષ્ણાતોની સલાહ રહેતી હોય છે કે તેમાં રોકાણ માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષનું હોરાઇઝન હોવું જોઈએ. જો ફંડ સારું પ્રદર્શન કરી રહ્યું હોય તો તેને વધારીને 10 વર્ષ કરી શકાય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં 11 પ્રકારના ઇક્વિટી ફંડ્સ આવે છે.
લોંગ ટર્મ મ્યુચ્યુઅલ ફંડ તમારા લાંબા ગાળાના લક્ષ્યોને પૂરા કરે છે. જેમ કે ઉચ્ચ શિક્ષણ, ઘર ખરીદવું, વિદેશ પ્રવાસે જવું વગેરે. કમ્પાઉન્ડિંગ ફાયદાઓને લીધે, લોંગ ટર્મ મ્યુચ્યુઅલ ફંડ્સ ઉંચુ રિટર્ન આપી શકે છે. પરંતુ તમારે એ વાત પણ ધ્યાનમાં રાખવી પડશે કે ઉંચું રિટર્ન મોટા જોખમની સાથે આવે છે.
સ્મોલકેપ, ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ, સેક્ટરલ મ્યુચ્યુઅલ ફંડ જેવા અનેક પ્રકારના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઉંચુ જોખમ હોય છે.
જો કે, કોઇ ફંડમાં લોંગ ટર્મ કે શોર્ટ ટર્મની ચોઇસ ઉપરાંત બીજા ઘણાં પેરામીટર પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. ઉદાહરણ તરીકે, ડેટ અને ઇક્વિટી ફંડ્સ પર કેવી રીતે ટેક્સ લાગે છે. રિટર્નનો ઇતિહાસ, ફંડ મેનેજમેન્ટ કેવું છે. રેટિંગ વગેરે કેવું છે? વગેરે.
ઇન્વેસ્ટોગ્રાફીના ફાઉન્ડર અને CFP શ્વેતા જૈન કહે છે કે ઇક્વિટીમાં લોંગ ટર્મ સામાન્ય રીતે 5 થી 7 વર્ષનું હોય છે… પરંતુ આ નિયમનું આંખ મીચીને પાલન કરવાથી જરૂર નથી. સ્કીમનું પ્રદર્શન, ફંડ મેનેજમેન્ટ અને ફંડ હાઉસ પણ જુઓ. જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે ફંડ હકીકતમાં પોતાની અપેક્ષાઓ અને લક્ષ્યાંક મુજબ ચાલી રહ્યું છે કે નહીં.
મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ હંમેશા જરૂરિયાત મુજબ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ફંડમાં રોકાણ કરતા રહેવું જોઈએ… પોર્ટફોલિયોને શેરબજારના ઉતાર-ચઢાવથી બચાવવા માટે ડેટ ફંડ સારો વિકલ્પ બની શકે છે…
કોઈપણ પોર્ટફોલિયોમાં માત્ર ઉંચા જોખમવાળા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ જ નહીં પરંતુ ડેટ ફંડ્સનો પણ સમાવેશ થવો જોઈએ… ઈક્વિટી ફંડ્સની તુલનામાં, ડેટ ફંડ જરૂર પડે ત્યારે ઝડપથી રોકડની વ્યવસ્થા કરી શકે છે. આ ઉપરાંત, રોકાણકારો હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકે છે… જે ડેટ અને ઇક્વિટી બંનેમાં રોકાણ કરે છે. અને તે 3 થી 5 વર્ષના હોરાઇજન માટે યોગ્ય છે.
લોંગ ટર્મ ફંડમાં પણ રોકાણ કરીને નિશ્ચિંત ન થઇ જશો. સમયાંતરે ફંડની સમીક્ષા કરતા રહો… એ જોવા માટે કે કયું ફંડ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને કયું નહીં.
જો આટલી બધી માહિતી હોવા છતાં પણ વિવેક જેવા રોકાણકારોની મૂંઝવણનું નિરાકરણ ન આવતું હોય તો કોઇ ફાઇનાન્સિયલ એક્સપર્ટની મદદ લેવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો