Money9: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો શું તમને ખબર છે ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે ICICI Prudential Commodities Fund સ્કીમના રોકાણની રણનીતિમાં મોટો ફેરફાર કર્યો છે..
હવે આ ફંડ ઉર્જા ક્ષેત્રની કંપનીઓમાં પણ રોકાણ કરશે…
હાલમાં, સ્કીમના ઇક્વિટી સેગમેન્ટમાં, પેપર, સિમેન્ટ, મેટલ, કેમિકલ અને ફર્ટિલાઇઝરનું ઉત્પાદન કરતી કંપનીઓના શેરમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે…
હવે ઓઈલ એન્ડ ગેસ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પાવર અને ઓઈલ એક્સપ્લોરેશન કંપનીઓના શેર પણ આ સ્કીમનો ભાગ હશે.
ICICI પ્રુડેન્શિયલ કોમોડિટી ફંડ સ્કીમ હાલમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સ્કીમ્સમાં 80 થી 100 ટકા રોકાણ કરે છે… બાકીના 20 ટકા ડેટ, રીટ્સ, ઇન્વિટ્સ અને Gold ETFમાં રોકાણ કરવામાં આવે છે.
હવે આ સ્કીમ સિલ્વર ઇટીએફમાં પણ રોકાણ કરશે…
આ રીતે કોમોડિટી ફંડ સ્કીમના મુખ્ય રોકાણમાં બે ફેરફારો થયા – ઇક્વિટી ભાગમાં ઊર્જા ક્ષેત્રના શેરોનો સમાવેશ થશે અને હવે સિલ્વર ઇટીએફમાં રોકાણ કરશે…
ICICI પ્રુડેન્શિયલ કોમોડિટીઝ ફંડ એક થીમેટિક ફંડ છે…
આ સ્કીમમાં, ફંડ મેનેજર બજારના પ્રદર્શનને ધ્યાનમાં લઈને ચોક્કસ થીમના આધારે એસેટ એલોકેશનનો નિર્ણય કરે છે…
હાલમાં, દેશના એનર્જી સેક્ટરમાં ગ્રોથની સંભાવનાઓ જોવા મળી રહી છે… આ ગ્રોથનો લાભ લેવા માટે, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ એનર્જી સ્ટોક્સમાં રોકાણ કરવાનું પગલું ભર્યું છે…
ઉપરાંત, સિલ્વર ETF ના સમાવેશ પાછળનું કારણ એ છે કે વિશ્વમાં ચાંદીની માંગ વધી રહી છે… તમારા રોકાણને ફુગાવાથી બચાવવા માટે ચાંદી પણ એક સારો વિકલ્પ છે…
આવી સ્થિતિમાં સ્કીમમાં સિલ્વર ઇટીએફનો સમાવશે થઇ જાય તો પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવામાં મદદ મળશે… ડાયવર્સિફિકેશનનો અર્થ એ છે કે અલગ-અલગ એસેટમાં તમારા રોકાણના નાણાંને વહેંચવામાં આવશે…
હવે સવાલ એ છે કે ICICI Pru ને આ સ્કીમમાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી?
હકીકતમાં, ICICI પ્રુડેન્શિયલ કોમોડિટી ફંડ નિફ્ટી કોમોડિટીઝ ટ્રાઇને ટ્રેક કરે છે… આ ઇન્ડેક્સમાં ઓઇલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, પાવર, સિમેન્ટ, કેમિકલ અને મેટલ જેવા સેક્ટરની કંપનીઓનો સમાવેશ થાય છે…
પરંતુ ICICI Pru સ્કીમમાં ઓઇલ, પેટ્રોલિયમ અને પાવર સેક્ટરની કંપનીઓના શેર નહોતા… આ કારણે ICICI Pru સ્કીમમાં સામેલ કંપનીઓ નિફ્ટી ઇન્ડેક્સ સાથે મેળ ન્હોતી ખાતી…
બેન્ચમાર્કને મેચ કરવા માટે, કંપનીએ તેની સ્કીમમાં ફેરફાર કર્યો છે અને તેમાં ઊર્જા સંબંધિત કંપનીઓનો સમાવેશ કર્યો છે…
સેબીના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જીતેન્દ્ર સોલંકી કહે છે કે… ICICI પ્રુડેન્શિયલ કોમોડિટીઝ ફંડ એક થીમેટિક ફંડ છે જે દેશના એનર્જી સેક્ટરની સંભવિતતાનો લાભ લેવાનો પ્રયાસ કરશે… ફંડ હાઉસને વિશ્વાસ છે કે આગામી કેટલાક વર્ષોમાં દેશના ઉર્જા ક્ષેત્રનો સારો વિકાસ થશે.
પરંતુ આ થીમેટિક ફંડમાં રોકાણ કરતા પહેલા, રોકાણકારોએ સમજવું જોઈએ કે થીમેટિક ફંડ્સ કેવી રીતે કામ કરે છે…
સોલંકી કહે છે કે તેમાં કોઈ શંકા નથી કે થીમેટિક ફંડમાં વધુ સારા રિટર્નની અપેક્ષા રહેતી હોય છે… પરંતુ તેમાં જોખમ પણ વધારે ઉંચુ હોય છે… તેથી, તમારા રોકાણ પોર્ટફોલિયોમાં થીમેટિક ફંડનો હિસ્સો 10 ટકાથી વધુ ન હોવો જોઈએ…
જો આપણે ટેક્સના ફ્રન્ટ વિશે વાત કરીએ, તો થીમેટિક ફંડ્સ મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી કેટેગરીમાં આવે છે… તેથી તેમાંથી મળતા રિટર્ન પર પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની જેમ ટેક્સ લાગે છે…
જો તમે ફંડના યૂનિટ્સને એક વર્ષની અંદર રિડીમ કરો છો, તો તેના પર 15 ટકાના દરે ટેક્સ લાગે છે. જો તમે એક વર્ષ પછી રિડીમ કરો છો, તો તમારે 10 ટકાના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. રાહતની વાત એ છે કે એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ફ્રી છે… તમારે આ રકમ પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે…
બીજો પ્રશ્ન એ છે કે જે રોકાણકારોએ સ્કીમમાં પહેલાથી જ પૈસા રોક્યા છે તેમની પાસે શું વિકલ્પ છે? ICICI પ્રુએ સ્કીમમાં થયેલા ફેરફારો વિશે રોકાણકારોને માહિતગાર કરી દીધા છે…
જે રોકાણકારો 22 માર્ચ, 2024 સુધી રજિસ્ટર્ડ છે… અને તેઓને નવી થીમ પસંદ નથી… તો તેઓ આ સ્કીમમાંથી બહાર નીકળી શકે છે. એટલે કે તેમના યૂનિટ્સને રિડીમ કરી શકે છે.
આ પ્રક્રિયામાં કોઈ એક્ઝિટ લોડ નહીં લાગે.
આ સિવાય રોકાણને ICICI Pru ની કોઈ અન્ય સ્કીમમાં સ્વિચ કરી શકો છો..આના માટે કંપનીએ 5 એપ્રિલથી 6 મે, 2024 સુધીનો સમય આપ્યો છે…
થિમેટિક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઘણું જોખમ હોય છે… તેથી માત્ર એવા અનુભવી રોકાણકારો જ આવા ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ જેઓ સંબંધિત સેક્ટરને સારી રીતે સમજે છે.
આ ફંડ લાંબા ગાળાના રોકાણકારો માટે જ યોગ્ય છે… જો તમે થીમેટિક ફંડમાં નાણાંનું રોકાણ કરો છો તો રોકાણનો સમયગાળો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો હોવો જોઈએ…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો