Live
અકસ્માત સામે આર્થિક સુરક્ષા કેવી રીતે મેળવવી?

આપણે જ્યારે પણ કોઇ અકસ્માત જોઇએ છીએ ત્યારે તરત જ આપણા મનમાંથી એક વેદના નિકળે છે કે બિચારા સાથે બહુ ખરાબ થયું. સાથે સાથે આપણને તે પણ ઝબકારો થાય છે કે જો આવું કઇંક આપણી સાથે થાય તો શું થાય? મારું કે મારા પરિવારજનોનું શું થાય? શું હું આવા અકસ્માતો સામે નાણાકીય રીતે સુરક્ષિત છું? આ તમામ સવાલોનો જવાબ છે, તમારી પાસે હોવો જોઇએ આવા અકસ્માતોને કવર કરતો વીમો. અકસ્માતને કવર કરી શકે તેવા ક્યા ક્યા પ્રકારના વીમા છે. આ વીમો કેવી રીતે મેળવી શકાય વગેરે માહિતી મેળવીશું સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ પ્લાનર વિશાલ શાહ પાસેથી