Money9: લખનઉની પાયલ આકર્ષક રિટર્નને જોઈને સોનું ખરીદવાનું વિચારી રહી છે. પરંતુ તે મોંઘુ હોવાને કારણે મન મારીને રહેવું પડે છે. જે લોકો પાસે સોનામાં રોકાણ કરવા માટે મોટી રકમ નથી તેઓ Gold BeES માં રોકાણ કરી શકે છે. ગોલ્ડ બીસ સ્કીમ શું છે, તે કેવી રીતે કામ કરે છે, કોણે રોકાણ કરવું જોઈએ? આવો સમજીએ-
પાયલની જેમ મોટી સંખ્યામાં લોકો માટે સોનું રોકાણ અને બચત માટે પ્રથમ પસંદગી છે. દરેક પરિવાર પાસે કોઈ ને કોઈ સ્વરૂપે સોનું હોય છે. આનું કારણ સ્પષ્ટ છે… ગોલ્ડ રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ છે. જો કે, ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવામાં કેટલીક ખામીઓ પણ છે. જેમ કે શુદ્ધતા, ચોરી થવાનું જોખમ, લોકરમાં રાખવાનો ખર્ચ, ટેક્સ અને ભારે ભરખમ મેકિંગ ચાર્જ. જેના કારણે, રોકાણકારો ધીમે ધીમે પરંપરાગત રોકાણમાંથી આધુનિક વિકલ્પો તરફ વળી રહ્યા છે. જેમાં Gold BeES રોકાણનો સસ્તો અને આધુનિક વિકલ્પ છે.
Gold BeES નો અર્થ “ગોલ્ડ બેન્ચમાર્ક એક્સચેન્જ ટ્રેડેડ સ્કીમ” છે. આ એક ઓપન એન્ડેડ એક્સચેન્જ ટ્રેડ ફંડ એટલે કે ETF છે. આ બેન્ચમાર્ક બુલિયન બજારના ભાવને ટ્રેક કરે છે. જે લોકો પાસે ડીમેટ ખાતું છે તેઓ એક્સચેન્જમાંથી 0.01 ગ્રામ સોનાની બરાબર એક યુનિટ ખરીદી શકે છે. આ સોનું 99.5 ટકા શુદ્ધતાના ફિઝિકલ ગોલ્ડની કિંમત જેટલું હોય છે. ETF હોવાથી, તમે તેને BSE અને NSE પ્લેટફોર્મ પરથી ખરીદી અને વેચી શકો છો. આ યૂનિટોને બંને એક્સચેન્જોના રોકડ સેગમેન્ટમાં ટ્રેડ કરી શકો છો. ફિઝિકલ ગોલ્ડથી વિપરીત, તમારે ETF માં સોનાની ચોરી થવા, શુદ્ધતા અને લોકર સ્ટોરેજ ખર્ચ વિશે ચિંતા કરવાની જરૂર નથી.
Gold BeES સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે તેથી આ રોકાણમાં હંમેશા લિક્વિડિટી રહે છે. તમે Gold BeES માં માત્ર 0.01 ગ્રામ સોનામાં રોકાણ કરી શકો છો. ઉદાહરણ તરીકે, હાલમાં બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ રીતે તમે 64 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. સામાન્ય રીતે સોનાની માંગ વધુ હોય છે, તેથી એક્સચેન્જ પર સરળતાથી તેનો વેપાર કરી શકાય છે. ETFની કિંમત સ્ટોક એક્સચેન્જ પર ગમે ત્યારે જોઈ શકાય છે. આ પ્રતિ એક ગ્રામ સોનાની બરાબર હોય છે. આનાથી લોકો માટે રોકાણ કરવાનું સરળ બને છે.
દેશમાં ઘણી મ્યુચ્યુઅલ ફંડનો બિઝનેસ કરતી તમામ કંપનીઓ ETF સ્કીમ ચલાવી રહી છે પરંતુ Gold BeES માત્ર Nippon India Mutual Fund કંપની દ્વારા ચલાવવામાં આવે છે. સામાન્ય ETFમાં ઓછામાં ઓછા 1 ગ્રામ સોના જેટલું રોકાણ કરી શકાય છે. વર્તમાન કિંમતના આધારે, તમારી પાસે 6400 રૂપિયા હોવા જરૂરી છે પરંતુ તમે માત્ર 64 રૂપિયાથી Gold BeESમાં રોકાણ કરી શકો છો. Gold BeESના 95 ટકા ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવામાં આવે છે જ્યારે 5 ટકા મની માર્કેટમાં રોકાણ કરવામાં આવે છે. ETF ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ તો કરે છે પરંતુ તેની માત્રા ઓછી હોય છે. બાકી બધુ જોવા જઇએ તો બન્ને રોકાણ વતા-ઓછા અંશે એક જેવું જ છે.
Gold BeES વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ ભારતમાં તેની શરૂઆત માર્ચ 2007માં થઈ હતી. આ યોજનાની મોટાભાગની રકમ ફિઝિકલ ગોલ્ડમાં જ રોકાણ કરવામાં આવે છે, તેથી તેનું રિટર્ન સોનાની આસપાસ જ રહે છે. શરૂઆતથી અત્યાર સુધી આ યોજનાનું વાર્ષિક રિટર્ન 10.45 ટકા રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેણે 14.33 ટકા અને છેલ્લા બે વર્ષમાં 12.22 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા 10 વર્ષમાં Gold BeESનું રિટર્ન 7.59 ટકા રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે કે BeES એ સોનામાં રોકાણ કરવાની એક સલામત અને અસરકારક રીત છે. તમારા પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને ફિઝિકલ ગોલ્ડ ખરીદવાની ઝંઝટથી બચવા માટે આ એક સારો વિકલ્પ છે. આ રોકાણ બિલકુલ ગોલ્ડ ETF જેવું કામ કરે છે. પેસિવ ફંડ હોવાને કારણે આ રોકાણનો ખર્ચ ઘણો ઓછો હોય છે. દરેક વ્યક્તિએ તેના પોર્ટફોલિયોનો ઓછામાં ઓછા 10 ટકા હિસ્સો સોનાના તરીકે સામેલ કરવો જોઈએ. આ રોકાણ SGB અને ETF દ્વારા કરી શકાય છે.
પાયલની જેમ જે લોકો ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવા માંગે છે તેમના માટે નિપ્પોન ઇન્ડિયા Gold BeES એક શ્રેષ્ઠ વિકલ્પ છે નાની નાની રકમનું રોકાણ કરીને તમે મોટું ફંડ ઉમેરી શકો છો. ફિઝિકલ ગોલ્ડની તુલનામાં આમાં સારા રિટર્નની અપેક્ષા રાખી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો