Money9 Gujarati:
પેટ્રોલ કે ડીઝલ નહીં પણ ઈથેનોલ પર દોડતી વિશ્વની પ્રથમ કાર આવી ગઈ છે. આ કાર છે ટોયોટા ઈનોવા. જાપાનીઝ કંપની ટોયોટાએ ભારતમાં વિશ્વની પ્રથમ BS-VI (સ્ટેજ-II) ઈલેક્ટ્રિફાઈડ ફ્યુઅલ-ફ્લેક્સ કાર લૉન્ચ કરી છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ કારના લૉન્ચિંગ વખતે જણાવ્યું હતું કે, “ગાડીઓ, દ્વિ-ચક્રી વાહનો અને ઓટો રિક્ષાઓ બધું જ ઈથેનોલ પર ચાલે તે આપણા બધાનું સપનું છે.” આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પણ હાજર રહ્યાં હતાં.
Ethanol being an indigenous, eco-friendly, and renewable fuel holds promising prospects for India. The emphasis of the Modi Govt on ethanol aligns with objectives of attaining energy self-sufficiency, doubling farmers' income, transitioning them to Urjadata while continuing to… pic.twitter.com/cl3vIVIaKo
— Nitin Gadkari (@nitin_gadkari) August 29, 2023
ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ Twitter) પર જણાવ્યું હતું કે, “આ ઈનોવેટિવ વ્હિકલનો આધાર ઈનોવા હાયક્રોસ છે અને ભારતનાં પ્રદૂષણના કડક નિયમોનું પાલન કરીને કાર બનાવવામાં આવી છે. તે વિશ્વની પ્રથમ BS-6 (Stage-II), electrified flex-fuel vehicle prototype બની ગઈ છે.” તેમણે જણાવ્યું હતું કે, બાયોફ્યુઅલનો વપરાશ વધશે તો પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચવા પડતા ડૉલરમાં ઘટાડો થશે અને વિદેશી હૂંડિયામણને બચાવવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે, “જો આપણે આત્મનિર્ભર બનવું હોય તો ઓઈલની આયાત ઝીરો કરવી પડશે. અત્યારે આપણે 16 લાખ કરોડ રૂપિયા ચૂકવીએ છીએ. તેનાથી અર્થતંત્રને જંગી ખોટ જાય છે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો