રિટેલ રોકાણકારોને ફાયદો
હવે રિટેલ રોકાણકારો આરબીઆઈના રિટેલ ડાયરેક્ટ પોર્ટલ દ્વારા ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ ખરીદી શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 12, 2021 ના રોજ આરબીઆઈ-રિટેલ ડાયરેક્ટ સ્કીમની શરૂઆત કરી હતી. આ યોજનાએ રોકાણ પ્રક્રિયાને સરળ બનાવીને સરકારી સિક્યોરિટીઝમાં રિટેલ રોકાણકારોની પહોંચ સરળ બનાવી છે… યોજના હેઠળ, વ્યક્તિગત રોકાણકારો ઓનલાઈન પોર્ટલની મદદથી આરબીઆઈ સાથે રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ એકાઉન્ટ ખોલી શકે છે. તે ખાતાનો ઉપયોગ કરીને પ્રાઇમરી એન્ડ સેકન્ડરી માર્કેટ્સમાં સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરી શકાય છે.
બાસમતી ચોખાના વેપારીઓને રાહત થશે
બાસમતી ચોખાના વેપારીઓ માટે રાહતના સમાચાર છે..કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એવી શક્યતા છે કે સરકાર બાસમતી ચોખાની ફ્લોર પ્રાઈસ 950 ડોલર પ્રતિ ટન કરી શકે છે. તેનાથી ચોખાના નિકાસકારોને ઘણો ફાયદો થશે. હાલમાં બાસમતી ચોખાની મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ 1,200 ડોલર પ્રતિ ટન છે.
નાની બચતમાં રોકાણ વધ્યું
નાની બચત યોજનાઓ હેઠળ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ યોજના હેઠળ જમા કરવામાં આવેલી રકમમાં વાર્ષિક ધોરણે લગભગ 2.5 ગણો વધારો થયો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કુલ કલેક્શન વધીને 74,675 કરોડ રૂપિયા થઈ ગયું છે. એક વર્ષ અગાઉ સમાન સમયગાળા દરમિયાન કલેક્શન રૂ. 28,715 કરોડ હતું, જે 160 ટકાથી વધુ વધ્યું છે.
આ કારમાં પ્રીમિયમ ઘટશે
તમારી કારને વધુ સારી અને સુરક્ષિત બનાવવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. વાહન જેટલું સુરક્ષિત હશે, પ્રીમિયમ એટલું ઓછું આવશે. સ્ટાર રેટિંગવાળી ગાડીઓને વીમા પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ મળશે. ભારત એનકેપમાં 5 સ્ટાર રેટિંગવાળા વાહનોને વીમા પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટ્રી આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.
લોન એપ્સ પર કડકાઇ
ગેરકાયદેસર ઈન્સ્ટન્ટ લોન આપનારી એપ્સના વધતા જોખમનો સામનો કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને એક વિનંતી કરી છે. મંત્રાલયે કેન્દ્રીય બેંકને વધુ જાણકારીવાળી KYC પ્રક્રિયા તૈયાર કરવા માટે જણાવ્યું છે. લોનની સુવિધા આપતી કંપનીઓએ આ માહિતી આપવી પડશે. મંત્રાલયનું માનવું છે કે આનાથી છેતરપિંડી કરતી લોન એપ્સને શોધવામાં મદદ મળશે. નિયમોનું પાલન ન કરતી લોન એપ્સને પકડવામાં સરળતા રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો