પર્સનલ લોન લેવી કે ક્રેડિટ કાર્ડના હપ્તા કરાવવા?

If you want to buy something expensive, should you buy it on a credit card EMI or on a personal loan? This question comes in the mind of many people. So let us compare these two based on different criteria.

Personal loan and Credit Card EMI Comparision

જો તમે કોઇ મોંઘી ખરીદી કરવા માંગતા હો, તો તે તમારે ક્રેડિટ કાર્ડના EMI પર ખરીદવી જોઇએ કે પર્સનલ લોન પર? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે.

બંને લોનના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. અને બંને અલગ અલગ ફાઇનાન્સિયલ સ્ટ્રેટેજી પર કામ કરે છે.

જો તમને મોટી ખરીદી માટે વધુ રૂપિયાની જરૂર હોય, તો પર્સનલ લોન યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. તેનાથી તમે લોનને વધુ સારી રીતે ચુકવી શકો છો.

બીજી તરફ, રૂટિન શોપિંગ અને પ્રમોશનલ ઑફર્સનો લાભ લેવા માટે, EMI વિકલ્પ સાથેનું ક્રેડિટ કાર્ડ વધુ ફાયદાકારક બની શકે છે.

ચાલો આપણે આ બેની સરખામણી જુદા જુદા માપદંડના આધારે કરીએ.

બોરોઇંગ લિમિટ

પર્સનલ લોનમાં, બોરોઇંગ લિમિટ સામાન્ય રીતે તમારી આવક અને ક્રેડિટ સ્કોર પર આધારિત હોય છે. આનો અર્થ એ છે કે તમે ક્રેડિટ કાર્ડની તુલનામાં પર્સનલ લોનમાં મોટી રકમની લોન મેળવી શકો છો. તેનાથી વિપરીત, ક્રેડિટ કાર્ડ લોનમાં તમે તમારા કાર્ડ પર ઉપલબ્ધ ક્રેડિટ મર્યાદા સુધી મર્યાદિત રકમની જ લોન મેળવી શકો છો. 

ડિસબર્સમેન્ટ

તમે લોન કેવી રીતે મેળવશો?

પર્સનલ લોનમાં, લોન મંજૂર થયા પછી, રકમ તમારા બેંક ખાતામાં એકસાથે જમા કરવામાં આવે છે. આમાં થોડા દિવસો લાગી શકે છે. તેનાથી વિપરીત, ક્રેડિટ કાર્ડ લોન તરત જ ઉપલબ્ધ થાય છે. તમે ઉપલબ્ધ ક્રેડિટ લિમિટ સુધી ફંડ મેળવી શકો છો.

તમે ખરીદી કરીને અને તેને EMI માં કન્વર્ટ કરીને આ રકમની ચુકવણી કરી શકો છો.

દસ્તાવેજોની વાત કરીએ તો, પર્સનલ લોન માટે અરજી કરતી વખતે, તમારે આવશ્યક દસ્તાવેજો આપવા પડશે, જેમ કે આવકનો પુરાવો, એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન અને ઓળખનો પુરાવો. જ્યારે, મોટાભાગની ક્રેડિટ કાર્ડ લોનમાં, કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર નથી. કારણ કે તમે જ્યારે ક્રેડિટ કાર્ડ લીધું હશે ત્યારે બધા જ દસ્તાવેજો પહેલેથી જ આપેલા હશે.

વ્યાજ દર

પર્સનલ લોન પરનો વ્યાજ દર સામાન્ય રીતે નિશ્ચિત હોય છે. અને તે તમારા ક્રેડિટ સ્કોર અને લોનની શરતોના આધારે નક્કી કરવામાં આવે છે. આ વ્યાજ દર ક્રેડિટ કાર્ડની લોન કરતાં ઓછો હોઈ શકે છે. 

ક્રેડિટ કાર્ડના ખર્ચને તમે જ્યારે EMIમાં ફેરવો છો ત્યારે પણ વ્યાજ દર અલગ હોઇ શકે છે.

બોરોઇંગ ટાઇપ

પર્સનલ લોન એ ઇન્સ્ટોલમેન્ટ લોન છે જ્યાં તમારે નિશ્ચિત સમય મર્યાદામાં વ્યાજ સાથે નિશ્ચિત રકમ ચૂકવવાની હોય છે. જ્યારે, ક્રેડિટ કાર્ડ લોન એ ફરતી ક્રેડિટ છે. એટલે કે, તમે તમારી ક્રેડિટ મર્યાદા સુધી ખર્ચ કરો, રકમ ચૂકવો, અને પાછા ફરીથી ઉધાર લો.

આ બે લોનના ફાયદા અને ગેરફાયદા

પર્સનલ લોનમાં, તમે મોટી રકમ મેળવી શકો છો. વ્યાજ દર 10.5% થી 24% સુધીની હોઈ શકે છે. અને લોનની મુદત 1 વર્ષથી 5 વર્ષની વચ્ચે હોઈ શકે છે.

જ્યારે, ક્રેડિટ કાર્ડ EMI પર વ્યાજ દર 12.5% થી શરૂ થાય છે. અને તે બેંકના આધારે બદલાઈ શકે છે.

પર્સનલ લોનની સમયસર ચુકવણી કરવાથી તમારો ક્રેડિટ સ્કોર વધુ સારો બની શકે છે.

પર્સનલ લોનનો ગેરલાભ એ છે કે ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો માટે વ્યાજ દર ઊંચો હોઈ શકે છે.. જો ક્રેડિટ હિસ્ટ્રી સારી ન હોય, જો ક્રેડિટ સ્કોર સારો ન હોય, તો લોન મેળવવી પણ મુશ્કેલ બની શકે છે. જો તમે લોનની વહેલી ચુકવણી કરવા માંગતા હો, તો તમારે અરલી રિપેમેન્ટ ફી અથવા પ્રી-ક્લોઝર ફી ચૂકવવી પડી શકે છે.

ક્રેડિટ કાર્ડ EMIના ફાયદાઓની વાત કરીએ તો તેમાં તમને તરત જ લોન મળે છે. તેમાં કોઇ જ કાગળની જરૂર હોતી નથી. ટૂંકા ગાળા માટે રોકડની સમસ્યાઓના કિસ્સામાં આ લોન ફાયદાકારક બની શકે છે. મોટી રકમના ટ્રાન્ઝેક્શન્સને EMIમાં કન્વર્ટ કરી શકાય છે. તેમાં 3થી 24 મહિનામાં રિપેમેન્ટ કરી શકાય છે.

ગેરફાયદાની વાત કરીએ તો, ક્રેડિટ કાર્ડ લોન લાંબા ગાળે વધુ મોંઘી પડી શકે છે. ખાસ કરીને જો તમે સમયસર બેલેન્સ ચૂકવ્યું ન હોય. કારણ કે આ લોન સીધી તમારા ક્રેડિટ કાર્ડની ઉપલબ્ધ મર્યાદા સાથે જોડાયેલી છે. તે અન્ય જરૂરિયાતો માટે ખરીદી કરવાની તમારી ક્ષમતાને પણ ઘટાડી શકે છે.. ઉપરાંત, ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો એટલે કે CUR, વધી શકે છે. અને આ બધું તમારા ક્રેડિટ સ્કોર પર અસર કરશે.

વધુમાં, જો તમને સહેલાઇથી પૈસા મળી જતો હોય તો તમે બિનજરૂરી ખર્ચાઓમાં ફસાઇ શકો છો. તમારા પર દેવાનો બોજ વધી શકે છે.

પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ EMI તમારા માટે વધુ સારું છે કે કેમ તે તમારી નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય લક્ષ્યો પર આધારિત છે.

જ્યારે ક્રેડિટ કાર્ડ લોન અથવા ઇન્સ્ટન્ટ લોન તાત્કાલિક જરૂરિયાતો અથવા ટૂંકા ગાળાની જરૂરિયાતો માટે યોગ્ય છે. ત્યારે પર્સનલ લોન લાંબા ગાળાની જરૂરિયાતો માટે યોગ્ય છે.

જો કે, લોન લેતી વખતે, ફક્ત તાત્કાલિક જરૂરિયાતો વિશે જ વિચારશો નહીં. લાંબા ગાળે તમારી નાણાકીય સ્થિતિ પર તેની અસરને ધ્યાનમાં લો. જેમ કે તે તમારા ક્રેડિટ સ્કોરને કેવી રીતે અસર કરશે વગેરે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લીધા પછી જ નક્કી કરો કે કઈ લોન તમારા માટે યોગ્ય રહેશે.

Published: April 10, 2024, 18:14 IST