Money9 Gujarati:
ભારતની ચાલુ ખાતાની ખાધમાં (current account deficit) ઘટાડો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ચાલુ ખાતાની ખાધ ઘટીને 8.3 અબજ ડૉલર થઈ છે, જે આપણી GDPના 1 ટકા બરાબર છે. RBIએ જણાવ્યું છે કે, માલસામાનની વેપાર ખાધ નીચી રહેવાથી તેમજ સર્વિસિસની નિકાસમાં વધારો થવાથી ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ મળી છે.
એપ્રિલથી જૂન 2023 ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ 9.2 અબજ ડૉલર (GDPના 1.1 ટકા) હતી જ્યારે એક વર્ષ પહેલાંના ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર 2022) 30.9 અબજ ડૉલર (GDPના 3.8 ટકા) નોંધાઈ હતી, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ 26 ડિસેમ્બરે જાહેર કરેલા અખબારી નિવેદનમાં જણાવ્યું હતું.
જુલાઈ-સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં માલસામાનની વેપાર ખાધ 78.3 અબજ ડૉલર હતી, જે જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં ઘટીને 61 અબજ ડૉલર થવાથી ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો થયો છે, એમ RBIએ જણાવ્યું છે.
સોફ્ટવેર, બિઝનેસ અને ટ્રાવેલ સર્વિસની વધતી જતી નિકાસને કારણે સર્વિસિસની નિકાસમાં 4.2 ટકાનો વધારો થયો છે. સર્વિસિસની ચોખ્ખી આવકમાં ત્રિમાસિક ધોરણે અને વાર્ષિક ધોરણે વધારો થયો છે.
DETAILS OF INDIA’S BALANCE OF PAYMENTS (IN BILLIONS OF US DOLLARS) | ||
JUL-SEP 2023 | APR-JUN 2023 | |
Current account deficit | 8.3 | 9.2 |
Goods trade deficit | 61.0 | 56.6 |
Services trade surplus | 40.0 | 35.1 |
Travel | -1.2 | -3.1 |
Computer services | 35.2 | 33.9 |
Professional, consulting services | 11.6 | 11.5 |
Workers’ remittances | 14.6 | 14.5 |
Major Items of India’s Balance of Payments | ||||||||||||
(US$ Billion) | ||||||||||||
July-September 2023 P | July-September 2022 | April-September 2023 P | April-September 2022 | |||||||||
Credit | Debit | Net | Credit | Debit | Net | Credit | Debit | Net | Credit | Debit | Net | |
A. Current Account | 231.6 | 239.9 | -8.3 | 225.3 | 256.2 | -30.9 | 453.0 | 470.5 | -17.5 | 456.4 | 505.2 | -48.8 |
1. Goods | 108.5 | 169.5 | -61.0 | 111.9 | 190.2 | -78.3 | 213.5 | 331.1 | -117.7 | 234.6 | 376.0 | -141.4 |
Of which: | ||||||||||||
POL | 22.8 | 40.8 | -17.9 | 23.9 | 53.4 | -29.5 | 41.8 | 82.6 | -40.7 | 50.8 | 106.6 | -55.8 |
2. Services | 83.4 | 43.4 | 40.0 | 80.0 | 45.6 | 34.4 | 163.9 | 88.9 | 75.1 | 156.1 | 90.6 | 65.5 |
3. Primary Income | 11.6 | 23.8 | -12.2 | 6.0 | 17.8 | -11.8 | 20.3 | 43.1 | -22.8 | 12.5 | 33.2 | -20.6 |
4. Secondary Income | 28.1 | 3.2 | 25.0 | 27.5 | 2.7 | 24.8 | 55.3 | 7.4 | 47.9 | 53.1 | 5.4 | 47.7 |
B. Capital Account and Financial Account | 202.5 | 195.1 | 7.5 | 180.3 | 148.5 | 31.8 | 384.3 | 367.0 | 17.3 | 373.2 | 323.9 | 49.3 |
Of which: | ||||||||||||
Change in Reserves [Increase (-)/Decrease (+)] | 0.0 | 2.5 | -2.5 | 30.4 | 0.0 | 30.4 | 0.0 | 27.0 | -27.0 | 30.4 | 4.6 | 25.8 |
C. Errors & Omissions (-) (A+B) | 0.8 | 0.0 | 0.8 | 0.0 | 0.9 | -0.9 | 0.8 | 0.6 | 0.2 | 0.5 | 0.9 | -0.4 |
P: Preliminary. | ||||||||||||
Note: Total of sub-components may not tally with aggregate due to rounding off. |
જોકે, ઓક્ટોબરમાં માલસામાનની વેપાર ખાધ વધવાથી ચાલુ ખાતાની ખાધ વધવાની શક્યતા છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2023 ક્વાર્ટરનો ચાલુ ખાતાની ખાધનો ડેટા માર્ચ 2024માં જાહેર થશે.
રેટિંગ એજન્સી ICRAના ચીફ ઈકૉનોમીસ્ટ આદિતી નાયર કહે છે કે, “ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં ચાલુ ખાતાની ખાધ વધીને 18-20 અબજ ડૉલર થઈ શકે છે, કારણ કે ઓક્ટોબરમાં મર્ચેન્ડાઈઝ ટ્રેડ ડેફિસિટમાં વધારો થયો છે. અમને લાગે છે કે, 2023-24માં ચાલુ ખાતાની ખાધ GDPના 1.5 ટકાથી 1.6 ટકાની રેન્જમાં રહી શકે છે, પરંતુ તેનો આધાર કોમોડિટીમાં તીવ્ર વધારો ના થાય તેના પર રહેલો છે.”
ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબરમાં ભારતની માલાસામાનની આયાત 31.5 અબજ ડૉલર જ્યારે માલાસામનની વેપાર ખાધ 65 અબજ ડૉલરના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ હતી. જોકે, નવેમ્બરમાં તેમાં થોડો ઘટાડો થયો હતો અને આયાત ઘટીને 54.5 અબજ ડૉલર જ્યારે વેપાર ખાધ ઘટીને 20.6 અબજ ડૉલર થઈ હતી. નાણાકીય વર્ષ 2022-23માં ભારતની ચાલુ ખાતાની ખાધ 67 અબજ ડૉલર એટલે કે, GDPના 2 ટકા રહી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો