Money9 Gujarati:
કોટન એસોસિયેશન ઓફ ઈન્ડિયા (CAI) એ 1 ઓક્ટોબર 2023થી શરૂ થયેલી 2023-24ની સીઝનમાં 294.10 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ આપ્યો છે. એક ગાંસડી એટલે 170 કિલો. કપાસનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં ઉત્પાદન ઘટવાને કારણે આ વર્ષે કપાસનું કુલ ઉત્પાદન 8 ટકા ઘટી શકે છે, એમ CAI દ્વારા 21 ડિસેમ્બરે જાહેર થયેલા અંદાજમાં જણાવવામાં આવ્યું છે. અગાઉ 2022-23 સીઝન (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) કપાસનું કુલ ઉત્પાદન 318.90 લાખ ગાંસડી નોંધાયું હતું.
CAIના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું છે કે, “આ વર્ષમાં ઉત્પાદનમાં 24.8 લાખ ગાંસડીનો ઘટાડો થવાની અપેક્ષા છે અને 294.10 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થઈ શકે છે. ઉત્તરનાં રાજ્યોમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ નડવાથી તેમજ 1 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીના 45 દિવસ સુધી વરસાદ ન પડવાથી મધ્ય ભારત તથા દક્ષિણ ભારતના ઉત્પાદન પર અસર પડવાના સંકેત મળ્યા છે. આ કારણસર ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થશે.”
નવેમ્બર 2023ના અંત સુધીમાં કુલ 92.05 લાખ ગાંસડી સપ્લાયનો અંદાજ છે, જેમાં 60.15 લાખ ગાંસડીની આવક, 3 લાખ ગાંસડીની આયાત અને સીઝનની શરૂઆતમાં 28.90 લાખ ગાંસડીનો ઓપનિંગ સ્ટોક સામેલ છે.
વધુમાં, CAIએ નવેમ્બર 2023ના અંત સુધી 53 લાખ ગાંસડીના કપાસના વપરાશનો અંદાજ મૂક્યો છે. 30મી નવેમ્બર 2023 સુધી નિકાસ શિપમેન્ટ 3 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે. કાપડ મિલો સાથે અને બાકીની 9.05 લાખ ગાંસડી, CCI, મહારાષ્ટ્ર ફેડરેશન અને અન્ય (MNC, વેપારીઓ, જિનર્સ, વગેરે) સાથે હોવાનો અંદાજ છે.
કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (CAI)ની પાક સમિતિએ 20મી ડિસેમ્બર 2023ના રોજ વર્ચ્યુઅલ રીતે બેઠક યોજી હતી, જેમાં કપાસ ઉગાડતા પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 16 સભ્યોએ હાજરી આપી હતી. દરેક રાજ્ય એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા આપવામાં આવેલા ઇનપુટના આધારે, CAI ક્રોપ કમિટીએ 2023-24 સિઝન માટે કપાસના કુલ પ્રેસિંગ નંબરનો અંદાજ લગાવ્યો છે અને 2023-24 સિઝન માટે કપાસની બેલેન્સ શીટ પણ તૈયાર કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો