કેટલા ભારતીયોનું ગ્રીન કાર્ડ માટે વેઇટિંગ? x કેમ પ્રતિબંધ મૂક્યો બે લાખ ભારતીયોના એકાઉન્ટ્સ પર?...Radio money9

કેટલા ભારતીયોનું ગ્રીન કાર્ડ માટે વેઇટિંગ? x કેમ પ્રતિબંધ મૂક્યો બે લાખ ભારતીયોના એકાઉન્ટ્સ પર? લોન લેનારા માટે RBIએ શું કરી જાહેરાત?

કેટલા ભારતીયોનું ગ્રીન કાર્ડ માટે વેઇટિંગ? x કેમ પ્રતિબંધ મૂક્યો બે લાખ ભારતીયોના એકાઉન્ટ્સ પર?...Radio money9

Money9: અમેરિકામાં રહેતા 12 લાખથી વધારે ભારતીયો એવા છે જેમને ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ જોવી પડશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના આંકડાઓ પરથી આ માહિતી સામે આવી છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર યુએસસીઆઇએસના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ડોક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો સહિત ભારતના હજારો-લાખો હાઇ સ્કીલ પ્રોફેશનલને અમેરિકામાં ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવામાં લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે. રિપોર્ટ અનુસાર નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસીએ ૨ નવેમ્બર, 2023 સુધીના યુએસસીઆઇએસ ડેટાનું વિશ્લેષણ કર્યુ તો તેમને જાણવા મળ્યું છે કે કુલ ૧૨,૫૯,૪૪૩ ભારતીયોના ગ્રીન કાર્ડ બેકલોગમાં હતાં. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૨૨ લાખ થઇ જશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ એક મહિનામાં ભારતમાં 2 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એકાઉન્ટ્સને બાળ યૌન શોષણ અને ન્યૂડિટીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ 26 ફેબ્રુઆરીથી 25 માર્ચની વચ્ચે કુલ 2,13,862 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં 1,235 એકાઉન્ટ્સ પણ સામેલ છે જે દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા હોવાનું જાણવા મળ્યું છે.

કેન્દ્ર સરકારે ગયા નાણાકીય વર્ષમાં ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ પર વરિષ્ઠ નાગરિકો પાસેથી રૂ. 27,000 કરોડથી વધુનો ટેક્સ વસૂલ્યો છે. દેશની સૌથી મોટી બેંક SBIના રિપોર્ટમાં આ વાત સામે આવી છે… SBI રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં ડિપોઝિટની કુલ રકમ નાણાકીય વર્ષ 2023-24ના અંતે 143 ટકા વધીને 34 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પાંચ વર્ષ પહેલા તે 14 લાખ કરોડ રૂપિયા હતી. રિપોર્ટ અનુસાર, FD પર ઊંચા વ્યાજ દરોને કારણે, આ ડિપોઝિટ સ્કીમ વરિષ્ઠ નાગરિકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ સમયગાળા દરમિયાન ફિક્સ્ડ ડિપોઝિટ ખાતાઓની કુલ સંખ્યા 81 ટકા વધીને 7.4 કરોડ થઈ ગઈ છે.

બેંકો અને NBFCએ 1 ઓક્ટોબરથી રિટેલ અને MSME લોન માટે લોન લેનારને વ્યાજ અને અન્ય ખર્ચ સાથે લોન એગ્રીમેન્ટ અંગે બધી માહિતીનું ‘કી ફેક્ટ સ્ટેટમેન્ટ’ એટલે કે KFS આપવાનું ફરજિયાત બનશે.. હાલમાં, ખાસ કરીને, કોમર્શિયલ બેંકો દ્વારા આપવામાં આવેલા ઇન્ડિવિઝ્યુઅલ બોરોઅર્સ, આઇરબીઆઇ કાર્યક્ષેત્રમાં આવતા એકમોની ડિજિટલ લોન અને નાની રકમની લોન સંબંધિત લોન એગ્રીમેન્ટ અંગે બધી માહિતી આપવી ફરજીયાત કરવામાં આવી છે. KFS સરળ ભાષામાં લોન એગ્રીમેન્ટના કી ફેક્ટની એક ડિટેલ છે. જે લોન લેનારાઓને એક સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં આપવામાં આવે છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આ પગલું આરબીઆઈના કાર્યક્ષેત્રમાં આવતી નાણાકીય સંસ્થાઓની પ્રોડક્ટ્સ અંગે પારદર્શિતા વધારવા અને માહિતીના અભાવને દૂર કરવા માટે ભરવામાં આવ્યું છે.

મોંઘા ફોન બનાવતી એપલે વિશ્વની ટોચની સ્માર્ટફોન બ્રાન્ડનો તાજ ગુમાવી દીધો છે. હવે સેમસંગ નંબર વન બ્રાન્ડ છે. IDCના રિપોર્ટ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરી-માર્ચમાં iPhoneની નિકાસમાં 10 ટકાનો ઘટાડો થયો છે. સેમસંગનો માર્કેટ શેર 20.8 ટકા અને એપલનો 17.3 ટકા થઈ ગયો છે. સેમસંગ દ્વારા તાજેતરમાં જ Galaxy S24 લોન્ચ કરવાને કારણે કંપનીનો માર્કેટ શેર વધ્યો છે. આ ફોનના કુલ 6 કરોડ શિપમેન્ટ જાન્યુઆરી-માર્ચમાં થયા છે. આ સમયગાળા દરમિયાન Appleનું શિપમેન્ટ 5.54 કરોડથી ઘટીને 5.01 કરોડ થયું છે.

રૂપિયો તેના ઈતિહાસના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. યુએસ ડોલર સામે રૂપિયો આજે શરૂઆતના ટ્રેડિંગમાં નવ પૈસા ઘટીને 83.53 રૂપિયા થયો હતો, જે તેની અત્યાર સુધીની તેની સૌથી નીચી સપાટી છે. મજબૂત અમેરિકન કરન્સી અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ વચ્ચે મંગળવારે રૂપિયો રેકોર્ડ તળિયે ગયો હતો. તેની અસર એ થશે કે વિદેશી વસ્તુઓની ખરીદી મોંઘી થશે અને સરકારે આયાત માટે વધુ ખર્ચ કરવો પડશે, જેના કારણે વિદેશી હૂંડિયામણ ભંડારના સ્ટોરેજ પર પણ વિપરીત અસર જોવા મળી શકે છે.

મલેશિયાની સરકારે 1લી ડિસેમ્બર, 2023થી 31મી ડિસેમ્બર, 2024 સુધી ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા ફ્રી મુસાફરીની જાહેરાત કરી છે. આ પહેલ ભારતીય નાગરિકોને વિઝા વિના મલેશિયન એડવેન્ચર્સ પર જવાની મંજૂરી આપે છે. મલેશિયા એરલાઇન્સ અને ટુરિઝમ મલેશિયા દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે મલેશિયાને સમર ડેસ્ટિનેશનના રૂપમાં પ્રમોટ કરવા માટે નેટવર્કિંગ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી Tata AIAએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીએ તેના વોટ્સઅપ પ્લેટફોર્મ પર પ્રિમિયમ પેમેન્ટ સર્વિસ રજૂ કરી છે જે લાઇફ ઇન્શ્યોરન્સ સેક્ટરમાં આ પ્રકારની પ્રથમ શરૂઆત છે. અગાઉ યુપીઆઈ-આધારિત ટ્રાન્ઝેક્શન સુધી મર્યાદિત રહેલા ટાટા એઆઈએના ગ્રાહકો હવે વોટ્સઅપમાં જ પેમેન્ટની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકશે. વોટ્સઅપનો ઉપયોગ કરીને પોલિસીધારકો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગ વિકલ્પો દ્વારા સરળતાથી રિન્યૂઅલ પેમેન્ટ કરી શકશે.

Published: April 16, 2024, 14:43 IST