RBIએ 2,000ની Noteને લઇને શું આપ્યું અપડેટ? એપ્રિલમાં કેટલા દિવસ બંધ રહેશે બેંક? Radio money9

RBIએ 2,000ની Noteને લઇને શું આપ્યું અપડેટ? એપ્રિલમાં કેટલા દિવસ બંધ રહેશે બેંક?

RBIએ 2,000ની Noteને લઇને શું આપ્યું અપડેટ? એપ્રિલમાં કેટલા દિવસ બંધ રહેશે બેંક?  Radio money9

Money9: RBIએ 2000 રૂપિયાની નોટને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ સર્ક્યુલર મુજબ, 1 એપ્રિલના રોજ ભારતીય રિઝર્વ બેંકની પ્રાદેશિક કચેરીઓમાં 2,000ની નોટો જમા કરવામાં નહીં આવે. આરબીઆઈની પ્રેસ રિલીઝ અનુસાર, એન્યુઅલ એકાઉન્ટિંગ સંબંધિત કામને કારણે, સામાન્ય જનતાને 1 એપ્રિલ, 2024ના રોજ 2,000 રૂપિયાની નોટો બદલવાની સુવિધા નહીં મળે. નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2024થી શરૂ થઈ રહ્યું છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસે બેંકે એકાઉન્ટ ક્લોઝિંગ કરવાનું હોય છે. જેના કારણે 1 એપ્રિલે રિર્ઝવ બેંક સામાન્ય લોકો માટે બંધ છે. તમે 2 એપ્રિલ, 2024થી 2,000ની નોટો બદલી શકો છો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાએ કહ્યું છે કે ભારત આગામી દાયકામાં 10 ટકાનો વિકાસ દર હાંસલ કરી શકે છે. તેમણે કહ્યું કે ભારત પોતાની ઉર્જા અને ફેરફારો દ્વારા પડકારોનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારત 2032 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને 2050 સુધીમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. તેઓ જાપાનના ક્યોટોમાં નોમુરાના 40મા ‘સેન્ટ્રલ બેંકર્સ સેમિનાર’માં ‘ભારતીય અર્થતંત્ર: તકો અને પડકારો’ વિષય પર બોલી રહ્યા હતા.

સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEની યાત્રા પર જતા ફોન-પે યૂઝર્સ હવે મશરેકના નિયો-પે ટર્મિનલ પર UPIનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે. વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપનીએ ગુરુવારે આ માહિતી આપી. ફોન પેએ કહ્યું કે ટ્રાન્ઝેક્શન્સનને યુપીઆઇ દ્વારા સરળ બનાવાશે. ખાતામાંથી કપાત ભારતીય રૂપિયામાં થશે. જે કરન્સી એક્સચેન્જ રેટ આધારીત હશે. નિયો-પે ટર્મિનલ રિટેલ દુકાનો, રેસ્ટોરન્ટની સાથે-સાથે પર્યટન સ્થળો અને રજાઓ પસાર કરવાના સ્થળોએ ઉપલબ્ધ છે. ફોન પેએ વધુમાં કહ્યું કે ડિજિટલ પેમેન્ટ યાત્રીઓની સુવિધામાં વધારો કરે છે.

ફ્લાઇટ ટિકિટ બુક કરાવતી વખતે, મોટાભાગના લોકોએ ફ્લાઇટની ટિકિટના 5 થી લઇને 40 ટકા સુધી એકસ્ટ્રા ફક્ત એક સીટ માટે ચૂકવણી કરવી પડે છે. લગભગ 44 ટકા લોકોએ ફ્લાઇટ ટિકિટ બુક કરાવતી વખતે સીટ માટે વધારાનો ચાર્જ ચૂકવ્યો છે. ‘લોકલસર્કલ’ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ઘણા લોકોએ સીટ સિલેક્શન ચાર્જ તરીકે રૂ. 200 થી રૂ. 2,000 ની વચ્ચે ચૂકવણી કરવાની પણ માહિતી આપી છે, જે હવાઈ ભાડાના પાંચથી 40 ટકા સુધી હોઈ શકે છે. છેલ્લા 12 મહિનામાં ફ્લાઇટ બુક કરાવતી વખતે ફ્રી સીટ મેળવવાની લોકોની ક્ષમતામાં મામૂલી સુધારો થયો છે.

નવા નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં 30માંથી 14 દિવસ બેંકોમાં રજા રહેશે. રિઝર્વ બેંકે આ માહિતી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર એપ્રિલ 2024માં બેંકો કુલ 14 દિવસ બંધ રહેશે. નોંધનીય છે કે રજાઓનું લિસ્ટ વિવિધ રાજ્યોમાં આવતા તહેવારો અને જયંતીઓ અનુસાર તૈયાર કરવામાં આવે છે. એપ્રિલ 2024માં 1, 5, 7, 9, 10, 11, 13, 14, 15, 17, 20, 21, 27 અને 28 એપ્રિલના રોજ રજા રહેશે.

Published: March 29, 2024, 14:14 IST