શું છે Cyber Slavery અને તેના દ્વારા કેવી રીતે કરવામાં આવી રહી છે છેતરપિંડી?

સાયબર સ્લેવરીનો અર્થ છે કોઈને બંધક બનાવીને રાખવા અને તેને સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવા. છેલ્લા કેટલાક સમયમાં સાયબર સ્લેવરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં આવી ઘટનાઓ બની છે.

શું છે Cyber Slavery અને તેના દ્વારા કેવી રીતે કરવામાં આવી રહી છે છેતરપિંડી?

Money9: અમદાવાદમાં રહેતા મોહન પર એક દિવસ ક્યાંકથી ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું કે તે કોઈ પોલીસ સ્ટેશનમાંથી ફોન કરી રહ્યો છે…તેની દીકરી અને તેના મિત્રોનું નામ ડ્રગ્સના કેસમાં છે…આ સાંભળીને મોહન ડરી ગયો. ફોન કરનારે કહ્યું કે પૈસા આપીને કેસ રફાદફા નહીં કરે તો દીકરી મુશ્કેલીમાં પડી શકે છે… મોહન ડરી ગયો અને તરત જ 30,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા.

આ પ્રકારની છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે…પરંતુ સાયબર ફ્રોડની સાથે બીજી એક વસ્તુ પણ જોવા મળી રહી છે જેને સાયબર સ્લેવરી કહેવાય છે.

તો છેવટે, શું છે આ સાયબર સ્લેવરી અને તેના દ્વારા કેવી રીતે કરવામાં આવી રહી છે છેતરપિંડી? આવો સમજીએ…

સાયબર સ્લેવરીનો અર્થ છે કોઈને બંધક બનાવીને રાખવા અને તેને સાયબર ફ્રોડ કરવા મજબૂર કરવા. છેલ્લા કેટલાક સમયમાં સાયબર સ્લેવરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં આવી ઘટનાઓ બની છે. આને કંબોડિયાના ઉદાહરણ પરથી સમજી શકાય છે. રિપોર્ટ્સ અનુસાર, કંબોડિયામાં 5,000થી વધુ ભારતીયોને બંંધક બનાવીને રાખવામાં આવ્યા છે અને તેમને ભારતીયો સાથે સાયબર ફ્રોડ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. સરકારનો અંદાજ છે કે આ લોકોએ છેલ્લા 6 મહિનામાં ભારતમાં ઓછામાં ઓછા 600 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

સાયબર સ્લેવરીનો શિકાર એવા લોકો બને છે જેઓ કોઇ જોબ માટે બહાર જાય છે. એજન્ટ તેમને ડેટા એન્ટ્રી જેવી બેઝિક જોબ્સ અપાવવાના નામે વિદેશ મોકલે છે અને ત્યાં સાયબર ક્રિમિનલ્સની ટોળકી તેમને બંધક બનાવી દે છે. ત્યારબાદ તેઓ પાસે ભારતમાં રહેતા લોકો સાથે સાયબર છેતરપિંડી કરાવવામાં આવે છે…મોહનને જે કોલ આવ્યા હતા તેના પરથી આપણે માની શકીએ કે તે કોલ સાયબર સ્લેવરીનો ભોગ બનેલા લોકોએ કર્યા હોવા જોઇએ… કારણ કે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ભારત થઇ રહેલા સાયબર ફ્રોડના ઘણા કિસ્સાઓના તાર પૂર્વ એશિયાના દેશો સાથે જોડાયેલા છે.

Cyber Slaveryના કેટલાક પીડિતોને સરકારે છોડાવ્યા છે પરંતુ મોટાભાગના લોકો હજુ પણ વિદેશમાં ફસાયેલા છે. સાયબર ગેંગના ચુંગાલમાંથી મુક્ત થયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે કેવી રીતે તેમની પાસે અપરાધ કરવા માટે દબાણ કરવામાં આવે છે. તેણે કહ્યું કે તેમની પાસે એક ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ ક્રિએટ કરાવાય છે. જેના પ્રોફાઇલ પિક્ચરમાં મહિલાઓની તસવીરો લગાવવાની હોય છે. તેમને સોશિયલ મીડિયા પર સંભવિત ટાર્ગેટને શોધવા માટે કહેવામાં આવે છે અને એવા લોકોને ઓળખવા માટે કહેવામાં આવે છે જેમને નિશાન બનાવી શકાય. તેમની પાસેથી ફેક કોલ કરાવવામાં આવે છે. જો તેઓ આ કામ કરવાની ના પાડે તો તેમને ભૂખ્યા રાખવામાં આવે છે અને માર-પીટ કરવામાં આવે છે. એટલું જ નહીં…ઈલેક્ટ્રીક શોક પણ આપવામાં આવે છે.

આવી સ્થિતિમાં, મહત્વનું છે કે તમે cyber slaveryનો શિકાર લોકોની ઠગાઇના શિકાર ન બનો, આના માટે તમારે સતર્ક રહેવું પડશે. કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરતા. કોઈ અજાણ્યા કોલરના શબ્દો પર વિશ્વાસ ન કરતા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. જો કોઈ કોલર કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિ ઉભી કરે તો તરત જ એલર્ટ થઇ જાઓ. જો કોઈ પોલીસ હોવાનો ડર બતાવે તો તેને 10 પ્રશ્નો પૂછો, પૂછો કે તે કયા પોલીસ સ્ટેશનમાં વાત કરી રહ્યો છે, તેનું નામ અને હોદ્દો શું છે? તે જે પણ માહિતી આપે છે, તેને ક્રોસ ચેક કરો. બિલકુલ ગભરાશો નહીં, તમે જેટલું ગભરાશો, છેતરપિંડીનો શિકાર બનવાની શક્યતાઓ એટલી જ વધી જશે…તેથી સાવધાન રહો અને જાગૃત બનો.

Published: April 16, 2024, 19:41 IST