ડિસ્કાઉન્ટ કે ફુલ-સર્વિસ બ્રોકિંગ, ક્યાં ખોલવું જોઈએ ડીમેટ એકાઉન્ટ?

તાજેતરના વર્ષોમાં ડીમેટ ખાતા ઘણી ઝડપથી વધ્યા છે. આનું કારણ છે સ્ટોક ઇન્વેસ્ટમેન્ટને લઇને લોકોમાં વધી રહેલી જાગૃતિ. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓ અને ફુલ-સર્વિસ બ્રોકિંગ કંપનીઓ બન્નેમાંથી ડીમેટ એકાઉન્ટ ક્યાં ખોલાવવું જોઈએ

ડિસ્કાઉન્ટ કે ફુલ-સર્વિસ બ્રોકિંગ, ક્યાં ખોલવું જોઈએ ડીમેટ એકાઉન્ટ?

Money9: તાજેતરના વર્ષોમાં ડીમેટ ખાતા ઘણી ઝડપથી વધ્યા છે. આનું કારણ છે સ્ટોક ઇન્વેસ્ટમેન્ટને લઇને લોકોમાં વધી રહેલી જાગૃતિ. ઉપરાંત, સેબીના પ્રયાસો અને લોકોની જોખમ લેવાની ક્ષમતામાં વધારો થવાને કારણે પણ યુવાનો ભારતીય શેરબજારમાં રોકાણના માર્ગ પર આગળ વધી રહ્યા છે. પહેલા લોકોના પૈસા વર્ષો સુધી સેવિંગ્સ એકાઉન્ટમાં પડી રહેતા હતા પરંતુ હવે ઘણા લોકોએ તેમના પૈસા સ્ટોકમાં રોકવાનું શરૂ કર્યું છે..જેના કારણે જાન્યુઆરી 2024 સુધીમાં દેશમાં 14.39 કરોડ ડીમેટ એકાઉન્ટ હતા…સ્ટૉકમાં રોકાણ સીધા ડીમેટ એકાઉન્ટ દ્વારા અથવા એકાઉન્ટ અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવામાં આવે છે. તો આજે અમે તમને 9 પોઈન્ટ્સમાં જણાવીશું કે ડીમેટ એકાઉન્ટ શું હોય છે, તમારા માટે કેવા પ્રકારનું એકાઉન્ટ યોગ્ય રહેશે અને આ ઉપરાંત ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલી તમામ બાબતો પણ જાણીશું…

સૌ પ્રથમ, એ જાણીએ કે ડીમેટ ખાતું શું હોય છે?
વાસ્તવમાં ડીમેટનું ફૂલ ફોર્મ ડીમટીરિયલાઈઝ્ડ એકાઉન્ટ હોય છે. આ એકાઉન્ટ ઇલેક્ટ્રોનિક રીતે શેરબજારમાં ખરીદેલા શેર, ડિબેન્ચર, બોન્ડ, ETF જેવી ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સને સ્ટોર કરવાની સુવિધા આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ડીમેટ એકાઉન્ટ બેંક લોકરની જેમ કામ કરે છે જે તમારા શેરને સુરક્ષિત રાખે છે.

યોગ્ય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પસંદ કરવું ખુબ જ જરૂરી છે
જ્યારે પણ તમે ડીમેટ ખાતું ખોલો છો, ત્યારે યોગ્ય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે ડીપી પસંદ કરવું એટલું જ મહત્વનું છે જેટલું સરળ બેંકિંગ માટે યોગ્ય બેંકમાં ખાતું ખોલાવવું. તમારું ડીમેટ ખાતું સ્ટોક્સમાં રોકાણ અને ડેરિવેટિવ્ઝ, બોન્ડ્સ, કોમોડિટીઝ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં ટ્રેડિંગ કરવા માટેનું માધ્યમ બને છે.

કોવિડ દરમિયાન ડીમેટ ખાતામાં ઝડપથી વધારો થયો
કોવિડ દરમિયાન ડીમેટ ખાતા ખોલાવવામાં ઝડપ જોવા મળી. લોકોએ મોબાઇલ દ્વારા એપ ડાઉનલોડ કરીને શેરમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું. આ સરળતાના કારણે, ગ્રો અને ઝિરોધા જેવી ડિસ્કાઉન્ટ બ્રોકરેજ એપ્સનો બિઝનેસ ઝડપથી વધ્યો છે. ભારતમાં 40 ટકાથી વધુ એક્ટિવ ડીમેટ એકાઉન્ટ આ એપ્સ દ્વારા ખોલવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય કે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓ અને ફુલ-સર્વિસ બ્રોકિંગ કંપનીઓ, બન્નેમાંથી ડીમેટ એકાઉન્ટ ખોલવું ક્યાં ખોલાવવું જોઈએ?

પહેલા તમારે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓને સમજવી જોઈએ
હકીકતમાં, છેલ્લા ચાર વર્ષમાં, ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓએ ફુલ સર્વિસ બ્રોકિંગ કંપનીઓને પાછળ રાખી દીધી છે. તેનું કારણ એ છે કે તેઓ ઓછા બ્રોકરેજ ચાર્જ અથવા ફ્લેટ ફી વસૂલ કરે છે, આ ઉપરાંત ડીમેટ એકાઉન્ટ મેન્ટેઇન કરવા માટેના ચાર્જિસ ખૂબ જ ઓછા અથવા ફ્રી છે. તેઓ સ્ટોક, કોમોડિટીઝ અને ફોરેક્સમાં હાઇ-સ્પીડ ટ્રેડિંગની સુવિધા પણ પૂરી પાડે છે એટલે કે ઇન્સ્ટન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. આ ઉપરાંત આ ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓએ ડીમેટ એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી દીધી છે. અહીં ખૂબ જ ઓછા પેપરવર્કની જરૂર પડે છે અને એક દિવસમાં એકાઉન્ટ સેટઅપ થઇ જાય છે. મોબાઈલ દ્વારા સરળતાથી એપ્સનો ઉપયોગ કરવાની સુવિધાને કારણે આ પણ તે લોકપ્રિય છે.

અનુભવી હોય છે ફૂલ-સર્વિસ બ્રોકિંગ કંપનીઓ
ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓથી વિપરીત, ટ્રેડિશનલ એટલે કે ફુલ-સર્વિસ બ્રોકિંગ કંપનીઓ પાસે શેરબજારનો વધુ અનુભવ હોય છે. જેવુ કે નામ પરથી ખબર પડે છે ફુલ સર્વિસ બ્રોકિંગ કંપનીઓ ફુલ સર્વિસ આપે છે. તેનો અર્થ એ કે તેઓ બાય અને સેલ ઓર્ડર્સ સહિત ઘણી સર્વિસ પૂરી પાડે છે. તે માર્કેટના હાલના ટ્રેન્ડ્સ પર રિસર્ચ, ઇન્ડસ્ટ્રી સંબંધિત રિપોર્ટ વગેરે ઉપલબ્ધ કરાવે છે. આ ઉપરાંત તે એસેટ મેનેજમેન્ટ અને રિટાયરમેન્ટ પ્લાનિંગ સર્વિસિઝ પણ આપે છે અને રોકાણકારોને વિવિધ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવાની સુવિધા આપે છે.

હવે એ પ્રશ્ન પર પાછા આવીએ છીએ, કે discount broking અને Full-Service brokingમાંથી તમારા માટે યોગ્ય શું છે?
ઓછી બ્રોકરેજ ફી માટે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓ પસંદ કરી શકાય છે…જે લોકો ફુલ ટાઇમ ટ્રેડ કરે છે તેમના માટે ઓછી બ્રોકરેજ ફી એક પ્રાયોરિટી હોય છે અને આના કારણે તેઓ ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓ પસંદ કરી શકે છે. સમયની સાથે મોંઘી ફી તમારા નફા પર અસર કરી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ટૂંકા ગાળામાં સતત શેર ખરીદી કે વેચી રહ્યા હોવ.

પરંતુ ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પ્લેટફોર્મ્સ કેટલી અસરકારક રીતે કામ કરે છે?
તેનું મૂલ્યાંકન કરવું ખૂબ જ જરુરી છે. સ્લો, ગ્લિચી એટલે કે અટકી અટકીને કામ કરનારા પ્લેટફોર્મ પર ઝડપથી ટ્રેડિંગ કરવાની તમારી ક્ષમતાને અસર કરશે અને પરિણામે તમે તમારી પસંદગીની કિંમતે શેર ખરીદવા અથવા વેચવાનું ચૂકી જશો.

હવે એ સમજીએ કે ફુલ સર્વિસ બ્રોકરેજ કોના માટે યોગ્ય છે?
જો તમે હમણાં જ ટ્રેડિંગ શરૂ કર્યું છે એટલે કે નવા છો તો તમે ફુલ સર્વિસ બ્રોકરેજને પસંદ કરી શકો છો… આવું એટલા માટે કારણ કે તેઓ તમને રિસર્ચ રિપોર્ટ અને ટ્રેડિંગની સલાહ આપે છે… પરંતુ ડિસ્કાઉન્ટ બ્રોકરેજની તુલનામાં, ફુલ-સર્વિસ બ્રોકર સામાન્ય રીતે વધુ ફી ચાર્જ કરે છે. ઓપરેશનલ કોસ્ટ વધુ હોવાના લીધે, તેમની સર્વિસ મોંઘી હોય છે.

તો પછી કોના માટે શું યોગ્ય છે?
અમે એમ કહી શકીએ કે ડિસ્કાઉન્ટ બ્રોકિંગ કંપનીઓ એવા લોકો માટે યોગ્ય છે જેમને ટ્રેડિંગનો જુનો અનુભવ છે… અને જેઓ પોતાની જાતે રોકાણના નિર્ણયો લેતા હોય છે… જ્યારે ફુલ-સર્વિસ બ્રોકિંગ સેવાઓ નવા ટ્રેડર્સ માટે યોગ્ય છે કારણ કે તેઓને ગાઇડન્સ

Published: April 22, 2024, 19:32 IST