શેરબજારમાં કયા સેક્ટરમાં રોકાણ કરાય? ફાર્મા, FMCG કે બેન્કિંગમાં? જાણો એક્સપર્ટનો મત

26 એપ્રિલે શેરબજારની 5 દિવસની તેજીને બ્રેક વાગી હતી. BSE સેન્સેક્સ 609.28 pts (0.82%) ઘટીને 73,730.16એ જ્યારે નિફ્ટી 150.30 pts (0.67%) ઘટીને 22,420એ બંધ રહ્યો હતો.

Stocks, Shares, Banking Stocks, FMCG, Top Gainers, Top Loosers, Stock Market, Share Market, BSE, NSE, Sensex, Nifty, Metal Index, Bajaj Finance, Banking Stocks, Kotak Mahindra Bank, ICICI Bank, SBI, L&T, IT Stocks, FMCG, Stock market news, Money9 Gujarati

Money9 Gujarati:

શેરબજારમાં સતત પાંચ દિવસથી જોવા મળેલી તેજીને 26 એપ્રિલે સપ્તાહના છેલ્લા દિવસે બ્રેક વાગી હતી. સતત વોલેટાઈલ રહેલા બજારમાં નિફ્ટી ઇન્ડેક્સ 22,400ની નીચે પહોંચી ગયો હતો. સેન્સેક્સ 609.28 પોઈન્ટ અથવા 0.82 ટકા ઘટીને 73,730.16એ જ્યારે નિફ્ટી 150.30 પોઈન્ટ અથવા 0.67 ટકા ઘટીને 22,420એ બંધ રહ્યો હતો. 1,710 શેર્સ પોઝિટિવ જ્યારે 1,521 શેર્સ નેગેટિવ બંધ રહ્યાં હતા અને 106 શેર્સ યથાવત્ રહ્યાં હતા.

ટોપ ગેઈનર્સ અને ટોપ લૂઝર્સ

નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો નોંધાવનારા શેર્સમાં બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેન્ક અને M&Mનો સમાવેશ થાય છે, જ્યારે ટેક મહિન્દ્રા, ડિવિસ લેબ્સ, LTIMindtree, બજાજ ઓટો અને BPCL સૌથી વધુ ઉછળ્યા હતા.

સેક્ટરની વાત કરીએ તો, ઓટો, બેંક અને કેપિટલ ગુડ્સ સિવાયના તમામ સૂચકાંકો પોઝિટિવ બંધ રહ્યા હતા, જેમાં ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર, રિયલ્ટી અને મીડિયા સેક્ટર 0.3 ટકાથી 1 ટકાની રેન્જમાં વધ્યા હતા. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.8% વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.3% નો સાધારણ વધારો જોવા મળ્યો હતો.

 

શેરબજારમાં રોકાણ માટે કયા સેક્ટર પર દાવ લગાવવો જોઈએ? જુઓ આ વીડિયો

Published: April 26, 2024, 18:43 IST