Money9 Gujarati: રાજકોટની કંપની ગોપાલ સ્નેક્સનો IPO 6 માર્ચથી ખુલી રહ્યો છે. 650 કરોડ રૂપિયાના IPOમાં એક શેરની કિંમત 381થી 401 રૂપિયા નક્કી કરવામાં આવી છે. IPO ભરવાની છેલ્લી તારીખ 11 માર્ચ છે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી શકશે.
IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે, એટલે કે, કંપની એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નહીં કરે અને તમામ શેર્સ પ્રમોટર્સ દ્વારા વેચવામાં આવશે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 30 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. એટલે કે, શેર દીઠ 120 રૂપિયા મળવાની શક્યતા છે. કંપનીની આવક છેલ્લાં ત્રણ વર્ષથી 11.5 ટકાના દરે વધી રહી છે અને વર્ષે 1,400 કરોડ રૂપિયાનો કારોબાર કરે છે.
Finalization of Allotment – March 12, 2024
મોટા ભાગના એનાલિસ્ટ્સ તેનો IPO ભરવાની સલાહ આપી રહ્યાં છે. કંપનીનું 80 ટકા વેચાણ ગુજરાતમાં થાય છે. તેના કુલ વેચાણમાં 90 ટકા હિસ્સો માત્ર નમકીન અને ગાંઠિયાનો છે. કંપનીના છ પ્લાન્ટ્સ પણ ગુજરાતમાં છે. એટલે કંપનીનો બધો કારોબાર ગુજરાત પર નિર્ભર છે અને ગુજરાતના ગ્રાહકોનો ટેસ્ટ બદલાશે તો કંપનીના વેચાણ પર અસર પડવાનું જોખમ ઊભું થઈ શકે છે.
ગોપાલ સ્નેક્સ લિમિટેડ (“કંપની”) પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ એથનિક સ્નેક્સ, વેસ્ટર્ન સ્નેક્સ તથા અન્ય પ્રોડક્ટ્સ ઓફર કરતી એક ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝ કંપની છે. તેની સ્થાપના 1999માં એક ભાગીદારી પેઢી તરીકે કરવામાં આવી હતી અને એ પછી 2009માં તેની કંપની તરીકે નોંધણી કરાઈ હતી.
કંપની પોતાની ગોપાલ બ્રાન્ડ હેઠળ સ્વાદિષ્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રેણી ઓફર કરે છે અને તેમાં નમકીન તથા ગાંઠિયા જેવા એથનિક સ્નેક્સ, વેફર્સ જેવા વેસ્ટર્ન સ્નેક્સ, એક્સટ્રુડર સ્નેક્સ અને સ્નેક પેલેટ્સ તથા પાપડ, તેજાના – મસાલા, બેસન (ચણાનો લોટ), નૂડલ્સ, રસ્ક અને સોન પાપડી જેવા સેમિ-પેરિશેબલ ફાસ્ટ મુવિંગ કન્ઝયુમર ગુડ્ઝનો સમાવેશ થાય છે.
30 સપ્ટેમ્બર, 2023ના રોજની સ્થિતિ મુજબ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલીઓમાં 84 પ્રોડક્ટ્સ અને 276 એસકેયુઝનો સમાવેશ થતો હતો અને તે રીતે કંપની ગ્રાહકોની વિવિધ સ્વાદ તથા પસંદગી મુજબની જરૂરતો પુરી કરે છે. કંપનીએ પોતાની ઉપસ્થિતિ સમગ્ર ભારતમાં સ્થાપિત કરી છે અને તેની પ્રોડક્ટ્સ દસ રાજ્યો તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશોના મળી કુલ 523થી વધુ સ્થળોએ વેચાણો ધરાવે છે. કંપનીના વિતરણ નેટવર્કમાં ત્રણ ડેપો તથા 617 ડિસ્ટ્રિબ્યુટર્સનો અને 741 કર્મચારીઓની બનેલી સેલ્સ તથા માર્કેટિંગ ટીમનો સમાવેશ થાય છે.
કંપની ભારતમાં પોતાની છ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે, જેમાં તેની ત્રણ પ્રાથમિક ઉત્પાદન સુવિધાઓ રાજકોટ, મોડાસા અને મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી છે. ત્રણ આનુષાંગિક ઉત્પાદન સુવિધાઓ રાજકોટ (1,2) તથા મોડાસામાં આવેલી છે. ગુજરાતમાં આવેલી આનુષાંગિક ઉત્પાદન સુવિધાઓ મુખ્યત્વે બેસન અથવા તો ચણાના લોટના, રો સ્નેક પેલેટ્સના ઉત્પાદન તથા સીઝનિંગ અને સ્પાઈસીસ ઉપર ધ્યાન આપે છે અને આ તમામ વસ્તુઓનો ઉપયોગ કંપનીના પોતાના જ ઉત્પાદનો – ગાંઠિયા, નમકીન તથા સ્નેક પેલેટ્સના ઉત્પાદન માટે તેની પ્રાથમિક ઉત્પાદન સુવિધાઓ ખાતે થાય છે.
આ ઓફર બુક બિલ્ડીંગ પ્રોસેસના માધ્યમથી કરવામાં આવી રહી છે અને તેમાં પ્રમાણસરના ધોરણે 50% થી વધુ નહીં એટલો હિસ્સો ક્વોલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે, 15% થી ઓછો નહીં એટલો હિસ્સો બિન-સંસ્થાકિય બાયર્સને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે તથા ચોખ્ખી ઓફરનો 35% થી ઓછો નહીં એટલો હિસ્સો રીટેઈલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે પ્રાપ્ય રહેશે.
ઈન્ટેન્સિવ ફિસ્કલ સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ તથા જેએમ ફાયનાન્સિયલ લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ તથા લિંક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઓફરના રજીસ્ટ્રાર છે. ઈક્વિટી શેર્સનું લિસ્ટિંગ બીએસઈ તથા એનએસઈ ખાતે કરાવવાની દરખાસ્ત છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો