ટુ-વ્હીલર કંપનીઓના શેરમાં હાલ શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ?

કોવિડ મહામારી બાદ બાઇક્સની માંગની પેટર્નમાં થયેલા ફેરફાર થયા બાદ હવે ટુ-વ્હીલર કંપનીઓના શેરમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ?

ટુ-વ્હીલર કંપનીઓના શેરમાં હાલ શું સ્ટ્રેટેજી રાખવી જોઈએ?

Money9: કોવિડ મહામારી બાદ, ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં તીવ્ર રિકવરી જોવા મળી…FY21માં દેશના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં અંદાજે 71 ટકા અને FY22માં લગભગ 19 ટકાનો વધારો નોંધાયો. પરંતુ મહામારી બાદ અર્થતંત્રના કોઈ એક ભાગને જો સૌથી વધુ અસર થઈ હોય તો તે છે ગ્રામીણ ભારત.

સિમેન્ટ, પેઇન્ટ, એફએમસીજી, પ્લાસ્ટિક અને ટુ-વ્હીલર જેવા સેક્ટર્સની માંગનો મોટો હિસ્સો ગ્રામીણ ક્ષેત્રમાંથી આવે છે..આ વિડિયોમાં આપણે ટુ-વ્હીલર સેગમેન્ટના વેચાણ પર ગ્રામીણ ક્ષેત્રની અસરને સમજીશું અને એ પણ જાણીશું કે હવે ટુ વ્હીલર કંપનીઓના શેરમાં કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઇએ.

ભલે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા દેશોની યાદીમાં ટોચ પર હોય, પણ આ ઝડપી ગતિ અર્થતંત્રના દરેક સેગમેન્ટમાં નથી દેખાતી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં… આ ડિસ્પેરિટી એટલે કે અસમાનતા કોવિડના સમય દરમિયાન વધી હતી જ્યારે ગ્રામીણ માંગ પર ખરાબ અસર થઇ હતી. બાદમાં, ખરાબ હવામાને માંગમાં વધુ ઘટાડો કર્યો… જો કે, નાણાકીય વર્ષ 24 માં ટુ-વ્હીલરના વેચાણમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે, જે ગ્રામીણ માંગમાં સુધારો દર્શાવે છે.. ટુ-વ્હીલરના વેચાણમાં ગ્રામીણ વિસ્તારોને સૌથી વધુ આગળ માનવામાં આવે છે. .આ સેક્ટર કુલ ટુ-વ્હીલર વેચાણમાં 50 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે…શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સતત રિકવરીથી ટુ-વ્હીલરનું વેચાણ પ્રી-કોવિડ સ્તરને પાર નીકળી ગયું છે.. FY24 માં ટુ વ્હીલરનું વેચાણ અંદાજે 13 ટકાથી વધીને 1.85 કરોડ યૂનિટની આસપાસ રહ્યું છે. નીલ્સનના સર્વે મુજબ, 3 વર્ષમાં પ્રથમ વખત, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ગ્રામીણ માંગ શહેરી માંગ કરતાં વધુ રહી છે.

કોવિડ બાદ ટુ-વ્હીલરના વેચાણની રિકવરીમાં 150ccથી ઉપરના એટલે કે પ્રીમિયમ સેગમેન્ટની બાઇક્સનો મોટો ફાળો હતો… કુલ વેચાણમાં 18 ટકા યોગદાન આપનાર પ્રીમિયમ સેગમેન્ટના FY23 વેચાણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી… જ્યારે FY18માં પ્રીમિયમ બાઇક્સનો કુલ ઓટો વેચાણમાં ફાળો માત્ર 14 ટકા જ હતો…આ 5 વર્ષોમાં, એન્ટ્રી લેવલનો હિસ્સો એટલે કે 76-100cc બાઇક અને કોમ્યુટર એટલે કે 110-150cc બાઇકનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. આમ છતાં, FY22માં ટુ-વ્હીલર માર્કેટ એક દાયકાના નીચા સ્તરે આવી ગયું હતું અને FY23માં પણ બહુ ઓછી રિકવરી થઈ હતી.

આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે ટુ-વ્હીલર કંપનીઓની ભાવિ વ્યૂહરચના શું હશે?… શું આ કંપનીઓ ગ્રામીણ ભારતમાં વધુ વેચાતી એન્ટ્રી લેવલ અને કોમ્યુટર બાઇક પર વધુ ધ્યાન ફોકસ કરશે કે શહેરી વિસ્તારોમાં વેચાતી પ્રીમિયમ સેગમેન્ટની બાઇક પર? ….આ અંગે, મંત્રી ફિનમાર્ટના સ્થાપક અરુણ મંત્રી કહે છે કે એન્ટ્રી લેવલને બદલે મિડ-સાઇઝ અથવા 125-200cc બાઇકની માંગ વધુ મજબૂત રહેવાની અપેક્ષા છે. કંપનીઓ પણ અહીં ફોકસ કરી શકે છે..આજકાલ લોન સરળતાથી ઉપલબ્ધ હોવાથી, ગ્રામીણ વિસ્તારોમાં પણ રોયલ એનફિલ્ડની પ્રીમિયમ બાઇક્સ પણ સરળતાથી વેચાઈ રહી છે.

હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે કોવિડ મહામારી બાદ બાઇક્સની માંગની પેટર્નમાં થયેલા ફેરફાર થયા બાદ હવે ટુ-વ્હીલર કંપનીઓના શેરમાં શું સ્ટ્રેટેજી હોવી જોઈએ?

આ અંગે અરુણ મંત્રીનું માનવું છે કે 3 મહિનાના દ્રષ્ટિકોણથી બજાજ ઓટોમાં 10,600 અને આઇશર મોટર્સમાં 4,300 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી કરી શકાય છે. જો માર્ચ ક્વાર્ટરના પરિણામ સારા રહેશે તો 6-9 મહિનાના દ્રષ્ટિકોણથી બજાજ ઓટોમાં 11,000 રૂપિયા અને આઇશર મોટર્સમાં 4700 રૂપિયાનું લક્ષ્ય પણ શક્ય છે. TVS મોટર 2W EV સેગમેન્ટમાં માર્કેટ લીડર આ શેરના વેલ્યૂએશન પણ ઘણાં મોંઘા છે.

એકંદરે, પેસેન્જર વ્હીકલ એટલે કે પીવી માર્કેટમાં નાની કારને બદલે મિડ સાઇઝની કાર આવી ગઇ છે. અને આ સેગમેન્ટમાં ટોયોટા-મારુતિ, ટાટા મોટર્સ અને હ્યુન્ડાઈ જેવી માત્ર 3-4 કંપનીઓ જ લીડરશીપ છે… જ્યારે હોન્ડા માર્કેટમાં એકદમ પાછળ રહી ગઈ છે. આવી સ્થિતિમાં ટુ-વ્હીલર સેગમેન્ટ ક્યાં સેટલ થશે તે જોવું પડશે… શું આ કંપનીઓ પ્રીમિયમ બાઇક્સ પર વધુ ફોકસ કરશે કે એન્ટ્રી લેવલ પર…તેથી આ સેગમેન્ટની પસંદગીની કંપનીઓમાં માત્ર ટૂંકા ગાળાના દ્રષ્ટિકોણથી ખરીદી કરવી જોઈએ અને ત્રિમાસિક પરિણામોના આધારે લાંબા ગાળાના રોકાણના નિર્ણયો લેવા જોઈએ.

Published: April 18, 2024, 19:16 IST