REIT, InvITમાં રોકાણકારોએ 4 વર્ષમાં Rs 1.3 લાખ કરોડ રોક્યાઃ RBI

ભારતનો વૃદ્ધિદર ઝડપી હોવાથી રોકાણકારોમાં REIT અને InvIT વૈકલ્પિક રોકાણ સાધનો તરીકે આકર્ષણ જમાવી રહ્યાં છે. ખાસ કરીને શ્રીમંત લોકોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે.

news, news today, REIT, INVIT, RBI, Retail Investor, HNI, Real Estate Investment Trust, Reserve Bank of India, Reserve Bank of India bulletin, infrastructure investment trust, India, investment instruments, high net-worth individual, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts,

Money9 Gujarati:

રિયલ્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના રોકાણના સાધનો (REIT અને InvIT)એ માર્ચના અંત સુધી છેલ્લા 4 વર્ષમાં 1.3 લાખ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)એ જણાવ્યું છે કે, આ રોકાણ સાધનોમાં વધુ રોકાણ આવવાની અપેક્ષા છે. REIT એટલે Real Estate Investment Trust અને InvIT એટલે infrastructure investment trust.

શ્રીમંત લોકોમાં આકર્ષણ વધ્યું

નિષ્ણાતો અને હિતધારકો માને છે કે, ભારતનો વૃદ્ધિદર ઝડપી હોવાથી રોકાણકારોમાં REIT અને InvIT વૈકલ્પિક રોકાણ સાધનો તરીકે આકર્ષણ જમાવી રહ્યાં છે. ખાસ કરીને શ્રીમંત લોકોમાં તેમની લોકપ્રિયતા વધી રહી છે. ‘સ્ટેટ ઓફ ધ ઈકોનોમી’ પર RBIના એપ્રિલ બુલેટિનમાં પ્રકાશિત થયેલા એક લેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT)ને અપનાવવામાં વિલંબ કર્યો છે, આમ છતાં તેમનું બજાર હવે વધી રહ્યું છે.’

લેખમાં જણાવ્યા અનુસાર, REIT અને InvITએ 2019-20 (માર્ચ 2024 સુધી) 1.3 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એક InvIT આ વર્ષે માર્ચમાં લિસ્ટ કરવામાં આવી હતી, જેણે પબ્લિક ઇશ્યૂ દ્વારા 2,500 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ હાઇબ્રિડ સાધનોમાં વધુ રિટેલ સહભાગિતાને સક્ષમ કરવા માટે લઘુત્તમ રોકાણની રકમમાં સતત ઘટાડો કર્યો છે.

REIT શું છે?

REIT એ કોમર્શિયલ રિયલ એસ્ટેટ અસ્કયામતોના પોર્ટફોલિયોથી બનેલું છે, જેમાંથી મોટા ભાગની પહેલેથી જ લીઝ પર આપવામાં આવી છે, અને InvITsમાં હાઈવે જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોના પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે.

 

Published: April 24, 2024, 21:53 IST