Money9: આગ્રાના અમર ખૂબ જ ધામધૂમથી તેમની દીકરીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે… તેમણે હોટેલ, બેન્ડ-બાજા, શરણાઈથી લઈને બ્યુટિશિયન સુધીનું બુકિંગ કરાવ્યું છે… લગ્નને 15 દિવસ બાકી હતા…ત્યારે જ તેમનો ભાવિ જમાઈ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ ગયો… અમરે લગ્ન મુલતવી રાખવા પડ્યા…જેના કારણે તેમને લાખો રૂપિયાનું નુકસાન થયું…
જો અમરે આ લગ્ન માટે વીમો લીધો હોત તો તેમને આ નુકસાન ન થયું હોત. અચાનક લગ્ન કેન્સલ થવા, કિંમતી સામાનની ચોરી, પર્સનલ એક્સિડન્ટ અને કુદરતી આફત જેવા જોખમોને કવર કરવા માટે વેડિંગ ઇન્સ્યોરન્સ સારો વિકલ્પ છે.
જીવનમાં લગ્ન એક એવું આયોજન છે જેના ખર્ચની કોઇ સીમા નથી હોતી. આ માંગલિક કાર્યમાં દરેક વ્યક્તિ પોતાની તમામ ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયાસ કરે છે.
ઘણા પરિવારોમાં લગ્નની ખરીદી એક કે બે વર્ષ અગાઉથી શરૂ થઈ જાય છે. અમરની જેમ લોકો મહિનાઓ અગાઉથી હોટલ, કેટરિંગ અને બ્યુટિશિયન બુક કરાવી લેતા હોય છે.
વેપારીઓના સંગઠન કેટના જણાવ્યા મુજબ 23 નવેમ્બરથી 15 ડિસેમ્બરની વચ્ચે દેશમાં લગભગ 38 લાખ લગ્નો થશે…એવો અંદાજ છે કે આ લગ્નો પર લગભગ 5 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
Matrimony.comના એક રિપોર્ટ અનુસાર, દેશમાં દર વર્ષે 1.1 થી 1.3 કરોડ લગ્નો થાય છે. કન્સલ્ટન્સી કંપની KPMGના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં લગ્નોનો બિઝનેસ 3.71 લાખ કરોડ રૂપિયાનો છે. … જે વાર્ષિક 25 થી 30 ટકાના દરે વધી રહ્યો છે.
લગ્નની તૈયારીઓ દરમિયાન જો કોઈ ચોરી, લૂંટ, આગ કે અકસ્માત જેવી ઘટના બને તો પરિવાર સામે મોટું સંકટ ઊભું થાય છે. આવા નુકસાનની ભરપાઈ કરવા માટે વેડિંગ ઇન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે.
પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ નિશા સંઘવી કહે છે કે વેડિંગ ઈન્સ્યોરન્સ અત્યારે ભારતમાં બહુ લોકપ્રિય નથી. આ ઈન્સ્યોરન્સ દ્વારા તમે લગ્ન પ્રસંગ દરમિયાન બનતી કોઈપણ અપ્રિય ઘટનાના જોખમને કવર કરી શકો છો. જે લગ્નમાં 20 થી 30 લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે… તેના વીમા પર 1 થી 1.5 ટકા રકમ ખર્ચ કરીને તમને અનેક પ્રકારની ચિંતાઓમાંથી રાહત મળશે… જો મોંઘવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ખૂબ જ સસ્તો વિકલ્પ છે. તેથી લગ્ન પ્રસંગ માટે વીમા કવર જરૂર લેવું જોઈએ.
તો ચાલો હવે સમજીએ કે વેડિંગ ઇન્સ્યોરન્સમાં શું આવરી લેવામાં આવે છે.
સમયની સાથે, લગ્નના વીમામાં આવરી લેવાતા જોખમનો વ્યાપ વધી રહ્યો છે. કોઇ કાનૂની અથવા વિશેષ કારણોસર લગ્ન રદ થવા કે તૂટવાથી લઈને ગુનાહિત ઘટનાઓને કારણે લગ્ન સ્થળને થતું નુકસાન વીમા કવરમાં સામેલ થાય છે. લગ્ન દરમિયાન ઘરેણાં, કપડાં અથવા અન્ય કિંમતી ચીજવસ્તુઓ ચોરાઈ જાય તો વીમા કંપની તેની ભરપાઇ કરશે. વરસાદ, તોફાન કે ભૂકંપના કારણે લગ્ન સંબંધિત પ્રસંગોને થતા નુકસાનનું જોખમ પણ આમાં આવરી લેવામાં આવે છે. હવે વીમા કંપનીઓ લગ્નના વીમામાં પર્સનલ એક્સિડન્ટ કવરનો પણ સમાવેશ કરી રહી છે.
જેટલા લોકોને આ પોલિસીમાં સામેલ કરવામાં આવે છે તે તમામ લોકોને ઈજા, અપંગતા અથવા અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં વળતર આપવામાં આવે છે. જો કે, લગ્નના વીમામાં કેટલીક કલમો એવી છે જેના કારણે બની શકે કે ક્લેમ પાસ ન પણ થાય.
જો લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની લડાઈ કે વિવાદને કારણે લગ્ન સમારોહ રદ થાય છે… તો વીમા કંપની નુકસાનની ભરપાઈ નહીં કરે… જો વીમા કંપનીને લાગે કે લગ્નમાં કોઈ બેદરકારી કે જાણીજોઇને નુકસાન કરવામાં આવ્યું છે…તો તેનું કોઈ વળતર નહીં મળે. આત્મહત્યા અથવા આત્મહત્યાનો પ્રયાસ… અને પોતાના શરીરને જાતે નુકસાન પહોંચાડવાના જોખમને વીમામાં કવર કરવામાં નથી આવતું..
દેશમાં ફ્યૂચર જનરલી, ICICI લોમ્બાર્ડ, HDFC અર્ગો, Bajaj Allianz General Insurance જેવી કંપનીઓ દેશમાં વેડિંગ ઇન્સ્યોરન્સ વેચી રહી છે. આ વીમામાં, કંપનીઓને હમણાં ખૂબ ઓછા દાવાઓની ચૂકવણી કરવી પડી રહી છે.. જેના કારણે તેનું પ્રીમિયમ સસ્તું છે…
આ પોલિસીને ખરીદવા માટે તમારે લગ્નના બજેટના 1 થી 1.5 ટકા ખર્ચ કરવો પડશે. જો તમારા લગ્નનું બજેટ 20 લાખ રૂપિયા છે… તો તમારે 30 હજાર રૂપિયા સુધીનું પ્રીમિયમ ચૂકવવું પડશે… મોંઘવારીના સમયમાં આ રકમ સામાન્ય કહેવાય.
વીમા કંપનીઓ લગ્નના દિવસથી બે વર્ષ પહેલા સુધીનું વીમા કવર આપી રહી છે. કેટલીક પોલિસીમાં, એક વર્ષનું જોખમ કવર થઇ રહ્યું છે. જો તમે બે કે ત્રણ મહિના પહેલા વીમો ઉતરાવ્યો હશે તો સારું રહેશે. જો કે, આ વીમો એક અઠવાડિયા પહેલા પણ ખરીદી શકાય છે.. જો કે, લગ્નની તારીખ નક્કી થતાં જ તમે આ વીમો ખરીદો તો વધુ સારું રહેશે.
જો તમારા પરિવારમાં લગ્ન છે… તો આ શુભ પ્રસંગ માટે વીમા કવર લેવાનું જરૂર વિચારો… વીમા કંપનીઓના અલગ-અલગ નિયમો અને શરતો હોય છે..તો પોલિસી ખરીદતા પહેલા જાણી લો કે શું-શું કવર થશે અને શું નહીં… લગ્નની ખુશીઓ વધારવા માટે, તમારી પોલિસીમાં પર્યાપ્ત વીમા કવરનો સમાવેશ કરો…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો