Money9 Gujarati:
Bajaj Allianz Life Insurance bonus announced: ભારતની અગ્રણી ખાનગી જીવન વીમા કંપનીઓમાંની એક, Bajaj Allianz Life Insuranceએ 11.66 લાખ કરતાં વધુ પોલિસીધારકો માટે બોનસની જાહેરાત કરી છે. આ સતત 23મુ વર્ષ છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ આપી રહી છે. જે શેરધારકોએ કંપનીની પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સ (participating products) ખરીદી હશે તેમને આ બોનસનો લાભ મળશે.
કંપનીએ નાણાકીય વર્ષ 2023-24 માટે 1,383 કરોડ રૂપિયાનું તેનું સૌથી વધારે બોનસ જાહેર કર્યું છે. FY2024નું બોનસ FY2023ના બોનસ કરતાં લગભગ 15 ટકા વધુ છે. કંપનીએ FY2023માં 1,201 કરોડ રૂપિયાના બોનસની જાહેરાત કરી હતી.
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પરંપરાગત participating (with-profit) પોલિસી ધરાવતા પોલિસીધારકોને આ બોનસનો લાભ મળશે. 31 માર્ચ, 2024 સુધી અમલમાં રહેલા તમામ participating પોલિસીધારકો આ બોનસ માટે પાત્ર છે. બજાજ આલિયાન્ઝ લાઇફ ફ્લેક્સી ઇન્કમ ગોલ, બજાજ આલિયાન્ઝ એલિટ એશ્યોર, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સ જેવી તમામ participating પ્રોડક્ટ્સ લેનારા પૉલિસીધારકોને આ બોનસનો લાભ મળશે.
કંપનીએ કહ્યું છે કે, દર નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલ બોનસ એકઠું થાય છે અને ગ્રાહકોને પોલિસીની પાકતી મુદત પર અથવા ઉપાડના સમયે આપવામાં આવે છે. વધુમાં, કંપની દ્વારા પોલિસીની શરતો અનુસાર ચોક્કસ પોલિસી ઇવેન્ટ્સ પર રોકડ બોનસ પણ ચૂકવવામાં આવે છે.
બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સના MD અને CEO તરુણ ચુગે જણાવ્યું હતું કે અમારા બે દાયકાથી વધુના ઇતિહાસમાં સૌથી વધુ બોનસની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે. અમે અમારા ગ્રાહકોના લાંબા ગાળાના જીવન લક્ષ્યોને દરેક રીતે સક્ષમ કરવા આતુર છીએ. તેમણે કહ્યું કે અમારી રોકાણ વ્યૂહરચનાઓના ભાગરૂપે, વેલ્યુ પેક પ્રોડક્ટ્સ ખાસ ડિઝાઇન કરવામાં આવી છે જેથી કરીને અમે અમારા ગ્રાહકોના જીવનની સુરક્ષા કરી શકીએ. અમે અમારા ગ્રાહકોના જીવન ધ્યેયો માટે અથાક કામ કરવાનું ચાલુ રાખીશું અને આવી જાહેરાતો દ્વારા ગ્રાહકોના વિશ્વાસમાં વધારો કરીશું. આ બોનસ આ વ્યૂહરચના હેઠળ લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ પગલું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો