Health Insurance ક્લેમ રિજેક્ટ ના થાય તે માટે એટલું રાખો ધ્યાન

સારવારમાં મોંઘવારીને જોતા હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે... તે તમને હોસ્પિટલના ખર્ચને કારણે તમારા ખિસ્સા ખાલી થવાથી બચાવે છે. પરંતુ ઘણી વખત હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં તમે તેનો લાભ લઈ શકતા નથી...કારણ કે વીમા કંપની ક્લેમ ચૂકવવાનો ઈન્કાર કરી દે છે...પૉલિસીહોલ્ડર તરીકે, તમારે એવા કારણોથી સજાગ રહેવું જોઈએ,, જેના કારણે તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ નકારવામાં આવી શકે છે.

Health Insurance ક્લેમ રિજેક્ટ ના થાય તે માટે એટલું રાખો ધ્યાન

Health insurance claim rejected? Here is what you can do to get it approved

Health insurance claim rejected? Here is what you can do to get it approved

MONEY9 GUJARATI: સારવારમાં મોંઘવારીને જોતા હેલ્થ ઈન્સ્યોરન્સ (Health Insurance) જરૂરી છે… તે તમને હોસ્પિટલના ખર્ચને કારણે તમારા ખિસ્સા ખાલી થવાથી બચાવે છે… જો પરિવારના 2-3 લોકોને સામાન્ય વાયરલ અથવા ડેન્ગ્યુનો ચેપ લાગી જાય, તો હોસ્પિટલનું બિલ 2-3 લાખ રૂપિયા તો રમત રમતા થઇ શકે છે. … જો હાર્ટ સર્જરી અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય, તો ખર્ચ 10થી 15 લાખ રૂપિયા સુધી પહોંચે છે… આવી સ્થિતિમાં, જો હેલ્થ ઈન્સ્યોરન્સ ના હોય તો, તમારું દેવાના ચક્કરમાં ફસાઈ જવું લગભગ નિશ્ચિત છે… ઘણી વખત હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં તમે તેનો લાભ લઈ શકતા નથી…કારણ કે વીમા કંપની (Insurance company) ક્લેમ (Insurance claim) ચૂકવવાનો ઈન્કાર કરી દે છે…પૉલિસીહોલ્ડર (Policyholder) તરીકે, તમારે એવા કારણોથી સજાગ રહેવું જોઈએ,, જેના કારણે તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ નકારવામાં આવી શકે છે.

 

કરો યોગ્ય પેપરવર્ક અને ડોક્યુમેન્ટેશન

ક્લેમ રિજેક્ટ થવા પાછળનું મુખ્ય કારણ પેપરવર્ક અને ડોક્યુમેન્ટેશન છે… હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ કરતી વખતે કેટલુંક પેપરવર્ક, ડોક્યુમેન્ટેશન અને ખાસ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડે છે… પેપરવર્ક અને ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવામાં કોઈ ભૂલ રહી જાય તો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે… આવા કિસ્સામાં, બધા જરૂરી ફોર્મ યોગ્ય રીતે ભરો… વીમા કંપની દ્વારા માગવામાં આવેલા તમામ દસ્તાવેજો સબમિટ કરો… જો દસ્તાવેજો મોડેથી સબમિટ કરવામાં આવે અથવા કોઈ ડૉક્યુમેન્ટ મિસ થઈ જાય તો ક્લેમ અટકી શકે છે.

 

સમયસર ક્લેમ કરો સબમિટ

ક્લેમ સબમિટ કરવાની અંતિમ તારીખ પણ યાદ રાખો… શક્ય છે કે ઈન્સ્યોરન્સ કંપની મોડેથી સબમિટ કરેલા ક્લેમને ધ્યાનમાં જ ના લે… દરેક ઈન્સ્યોરન્સ પૉલિસીમાં ક્લેમની નિશ્ચિત ડેડલાઈન હોય છે… આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાથી 14 થી 30 દિવસની વચ્ચે હોઈ શકે છે…તે ઈન્સ્યોરન્સ કંપની અને પૉલિસીની શરતો પર આધાર રાખે છે.

 

Pre-Existing Disease એક મહત્વપૂર્ણ ટર્મ

હેલ્થ ઈન્સ્યોરન્સમાં Pre-Existing Disease એક મહત્વપૂર્ણ ટર્મ છે… લગભગ તમામ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીમાં Pre-Existing Disease એટલે કે પૉલિસી લેતા પહેલા અસ્તિત્વમાં રહેલી બિમારીઓ માટે વેઈટિંગ પિરિયડ હોય છે. વેઈટિંગ પિરિયડ  દરમિયાન આ બિમારીઓની સારવાર પર થયેલો ખર્ચ કવર નહીં થાય.. જો તમને પહેલેથી કોઈ બિમારી છે અને તમને વેઈટિંગ પિરિયડ દરમિયાન સારવારની જરૂર પડે છે તો કરાયેલો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે.. સામાન્ય રીતે Pre-Existing Diseases માટે 1 થી 4 વર્ષનો વેઈટિંગ પિરિયડ હોય છે… તે પૉલિસીની શરતો અને ઈન્સ્યોરન્સ કંપની પર આધાર રાખે છે.

 

પૉલિસીમાં વેઈટિંગ પિરિયડ પર આપો ધ્યાન

આવી જ રીતે ગંભીર બિમારીઓ અને કેટલીક વિશેષ બિમારીઓ માટે પણ વેઈટિંગ પિરિયડ હોય છે. આ ઉપરાંત જ્યારે તમે નવી પૉલિસી લો છો, ત્યારે 30 દિવસનો વેઇટિંગ પિરિયડ હોય છે. આ સમયગાળા દરમિયાન એક્સિડન્ટ સિવાયના અન્ય ક્લેમ કવર કરવામાં આવતા નથી. ઈન્સ્યોરન્સ કંપનીને હેલ્થ પૉલિસી ખરીદતી વખતે પહેલેથી અસ્તિત્વમાં રહેલી હેલ્થ કંડિશન્સ અંગે પ્રામાણિકતાથી જાણ કરો..

 

હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી સામાન્ય રીતે એક વર્ષ માટે વેલિડ હોય છે…જો તમારી પૉલિસી એક્સપાયર થઈ ગઈ હોય તો તેનો કોઈ ફાયદો નથી… કારણ કે તે લેપ્સ થઈ જાય છે… પૉલીસી એક્સપાયર થયા પછી જો તમે ક્લેમ કરશો તો તેને રિજેક્ટ કરવામાં આવશે…આવી સ્થિતિમાં જરૂરી છે પૉલિસીની વેલિડિટી પર નજર રાખવી અને તેને સમયસર રિન્યૂ કરવતા રહેવું..

 

એક્સક્લૂઝન ક્લૉઝ ધ્યાનથી વાંચો

હેલ્થ ઈન્સ્યોરન્સમાં એક્સક્લૂઝન સમજવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે… ખરેખર, હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી કેટલીક ટ્રીટમેન્ટ અથવા સર્જરીઓને કવરેજની બહાર રાખે છે… જેમ કે કૉસ્મેટિક અથવા પ્લાસ્ટિક સર્જરી, જેન્ડર ચેન્જ ટ્રીટમેન્ટ… રૉક ક્લાઇમ્બિંગ, મોટર રેસિંગ, હોર્સ રેસિંગ, ગ્લાઈડિંગ, સ્કુબા ડાઈવિંગ જેવી એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી થયેલી ઈજાની સારવાર..દારૂ, ડ્રગ્સ જેવા વ્યસનથી છુટકારો મેળવવાની સારવાર અને ઈન્ફર્ટિલિટી સંબંધિત ખર્ચાઓ.. માટોભાગની હેલ્થ પૉલિસીઓમાં આ વસ્તુઓ કવર નથી થતી.. જો તમે આ સારવારો સંબંધિત ક્લેમ કરો છો, તો તે રિજેક્ટ થશે.. પૉલિસીમાં કઈ કઈ સારવાર કવર નથી થતી,, તે જાણવા માટે પૉલિસી ડૉક્યુમેન્ટનો એક્સક્લૂઝન ક્લૉઝ ધ્યાનથી વાંચો…

 

મેડિકલ હિસ્ટ્રીની આપો સાચી માહિતી

હેલ્થ પૉલિસી ખરીદતી વખતે ઈન્સ્યોરન્સ કંપની તમારી પાસેથી મેડિકલ હિસ્ટ્રી, લાઈફસ્ટાઈલ અને સ્મૉકિંગ અથવા ડ્રિંકિંગ જેવી મહત્વપૂર્ણ માહિતી માંગે છે. આને લગતી સંપૂર્ણ અને સાચી માહિતી વીમા કંપનીને આપવી જોઈએ. જો કંપનીને ખબર પડે કે તમે જાણીજોઈને આ માહિતી પહેલા નથી જણાવી તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે…


હેલ્થ ઈન્સ્યોરન્સ જેટલો મહત્વપૂર્ણ છે તેટલું જ મહત્વપૂર્ણ છે ઈન્સ્યોરન્સ કંપનીને તમારા વિશે સત્ય જણાવવું.. ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન હોય છે કે તેમના હેલ્થ પ્લાનનું સાચું કવર શું હોવું જોઈએ…  આ માટે કોઈ એક થમ રુલ નથી જે તમામ લોકોને લાગુ પડે.. હેલ્થ કવરની સાઈઝ તમારી ઉંમર, તમારા અને તમારા પરિવારની મેડિકલ હિસ્ટ્રી, તમે કયા પ્રકારની હોસ્પિટલમાં સારવાર લેવા માંગો છો જેવા ઘણા ફેક્ટર પર આધારિત છે… મોંઘવારીના સમયમાં, તમારી પાસે ઓછામાં ઓછું 10 લાખનું કવર હોવું જોઈએ… જો તમે નાની ઉંમરે હેલ્થ પૉલિસી ખરીદો છો, તો તમારે ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે… કારણ કે નાની ઉંમરમાં બિમારીની શક્યતા ઓછી છે.

Published: April 8, 2024, 17:23 IST