Gold at Record Highs: સોનું નવી ઊંચાઈએ, હજુ કેટલું વધશે?

અમેરિકન ફેડરલ રિઝર્વે 2024ના અંત સુધીમાં ત્રણ વખત વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા બાદ વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,200 ડૉલરને પાર થઈને સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે અને સોનાના ભાવમાં Rs 1,028નો વધારો થયો છે.

Gold Prices, Gold Price Today, Gold hits record high, Gold News in Gujarati, Goldl at historic high, Gold rate today, Gold price, US Fed meeting, US Fed news, US Fed rate, MCX gold rate, Spot gold price, Stock market today, Commodity market news, Stock market news, સોનાના ભાવ, સોનાના સમાચાર, સોનાની ખબર, ગોલ્ડની ખબર, Manappuram Finance, Gold Loan, Gold Finance, Muthoot Finance,

Vijay Parmar:  Gold at Fresh High: સોનાના ભાવ જગારા મારી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત ઓલ-ટાઈમ હાઈ લેવલે પહોંચી ગઈ છે અને 2024ના અંત સુધીમાં તેમાં હજુ વધારો થવાનો અવકાશ છે. અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડાના સંકેત આપ્યા બાદ ગોલ્ડના ભાવ પ્રતિ ઔંશ 2,200 ડૉલરને પાર થઈ ગયા છે. ભારતમાં પણ સોનાની કિંમત 66,778 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. છેલ્લાં 1 સપ્તાહમાં સોનાની કિંમત 3 ટકા જ્યારે એક મહિનામાં 10 ટકા વધી છે. ગોલ્ડ લોન આપતી કંપની Muthoot Financeનો શેર 21 માર્ચે 7.10 ટકા જ્યારે Manappuram Financeનો શેર 5 ટકા વધ્યો હતો. MCXના શેરમાં પણ 3 ટકા ઉછાળો નોંધાયો હતો.

MCX પર રેકોર્ડ ભાવ

21 માર્ચે સવારના કારોબાર દરમિયાન, MCX પર સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 1,028 રૂપિયા વધીને 66,778 રૂપિયાના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ હતી. અગાઉના બંધ ભાવની સામે તે 1.5 ટકા વધારે છે. એટલું જ નહીં, ચાંદીની કિંમત પણ 1.53 ટકા વધીને 76,465 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી.

ડૉલર ડાઉન, ગોલ્ડ અપ

ફેડ રિઝર્વની બેઠકમાં વ્યાજ દર સ્થિર રહેવાના સંકેત અને 2024ના અંત સુધીમાં ત્રણ રેટ કટની શક્યતાને જોતાં અમેરિકન ડૉલરમાં ઘટાડો થયો છે.
US ફેડ 2024માં ત્રણ વખત રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. જૂન મહિનામાં રેટ કટની શક્યતા 73 ટકા છે. અન્ય છ મુખ્ય ચલણની સરખામણીએ ડૉલર ઈન્ડેક્સ તીવ્ર ઘટીને 103.22ના લેવલે પહોંચી ગયો છે. ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો આપણા માટે ગોલ્ડમાં તીવ્ર ઉછાળાના મજબૂત સંકેતસમાન છે. ફેડરલ રિઝર્વના ડોવિશ વ્યૂ બાદ ગોલ્ડની કિંમત વૈશ્વિક સ્તરે પહેલીવાર 2,200 ડૉલર પ્રતિ ઔંશને પાર થઈ છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનો માહોલ હોવાથી સેફ-હેવન એસેટ તરીકે ગોલ્ડની ખરીદી વધી છે.

2024માં ગોલ્ડની મૂવમેન્ટ

2024માં વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 1 જાન્યુઆરીએ 2,058 ડૉલર પ્રતિ ઔંશ હતી, બાદમાં કિંમત ઘટીને 1,992 ડૉલરની નીચી સપાટીએ પહોંચ્યા બાદ, માર્ચના પ્રથમ પખવાડિયા બાદ 2,200 ડૉલરને પાર થઈ ગઈ છે. સ્પોટ માર્કેટમાં વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,222 ડૉલરની ઈન્ટ્રા-ડે હાઈ સપાટીએ પહોંચી હતી.

ભારતે કેટલું ખરીદ્યું ગોલ્ડ?

જિઓ-પોલિટિકલ ટેન્શન તેમજ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી વધારી છે. ચીન, પોલેન્ડ, સિંગાપોર અને લિબિયાની મધ્યસ્થ બેન્કો દ્વારા મોટી ખરીદી થઈ રહી છે. છેલ્લાં એક દાયકાથી રશિયા અને ચીન મોટા ખરીદદાર હતા, પરંતુ હવે રશિયા આ રેસની બહાર છે, પણ ચીને મજબૂત ખરીદી જાળવી રાખી છે. 2023માં ચીનની સેન્ટ્રલ બેન્કે 224.88 ટન ગોલ્ડ ખરીદ્યું છે. પોલેન્ડની સેન્ટ્રલ બેન્કે 2023માં 103.03 ટન સોનું ખરીદ્યું છે. ભારતની RBIએ 2023માં 16.22 ટન ગોલ્ડની નેટ ખરીદી કરી હતી.

રિટેલ માંગ પર અસર પડશે

ગોલ્ડની કિંમત વધવાથી ઘરેણાં, બિસ્કિટ અને સિક્કાની રિટેલ માંગ પર અસર પડવાની શક્યતા છે. જોકે, ચીન અને તુર્કીમાં રિટેલ ખરીદી વધી છે. 2023માં ચીને સોનાના ઘરેણાંની સૌથી વધુ ખરીદી કરીને ભારતને પાછળ રાખી દીધું હતું. ચીનના ગ્રાહકોએ 2023માં 603 ટન સોનાના ઘરેણાં ખરીદ્યા હતા, જે 2022ની સરખામણીએ 10 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

ભારતની વાત કરીએ તો, સોનું મોંઘું થવાથી લગ્નસરાની ખરીદી પર અસર પડી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના જણાવ્યા પ્રમાણે, 2023માં ભારતમાં ગોલ્ડ જ્વેલરીની માંગ 6 ટકા ઘટીને 562.3 ટન થઈ હતી. ભાવ વધવાથી ભારતમાં સોનાના ઘરેણાંની ખરીદી પર અસર જોવા મળશે. જોકે, ભારતમાં સોનાના બિસ્કિટ અને સિક્કાની ખરીદી 7 ટકા વધી હતી.

ગોલ્ડના ભાવ ક્યાં પહોંચશે?

Citi, ANZ અને Saxo Bank દ્વારા 2024માં ગોલ્ડની કિંમત 2,300 ડૉલર થવાની આગાહી કરવામાં આવી છે.
XM Australiaએ 2,200 ડૉલરની, UBSએ 2,250 ડૉલરની અને JPMorganએ 2,500 ડૉલરની શક્યતા વ્યક્ત કરી છે.
Citiના નોર્થ અમેરિકા હેડ (કોમોડિટીઝ રિસર્ચ) આકાશ દોશીના જણાવ્યા પ્રમાણે, અમેરિકન ફેડરલ રિઝર્વ 2024ના બીજા છમાસિક ગાળામાં રેટ કટ કરશે તેવી અપેક્ષા હોવાથી 2024ના બીજા છમાસિક ગાળામાં ગોલ્ડની કિંમત પ્રતિ ઔંશ 2,300 ડૉલરે પહોંચી જશે. જ્યારે ઈન્ટરેસ્ટ રેટ ઘટે ત્યારે ગોલ્ડનું આકર્ષણ વધી જાય છે. ઈન્ટરેસ્ટ રેટ ઘટે ત્યારે બોન્ડ જેવી ફિક્સ્ડ-ઈનકમ એસેટની તુલનાએ ગોલ્ડ વધારે અપીલ કરે છે. Macquarieના સ્ટ્રેટેજિસ્ટે પણ 2024ના છેલ્લાં છ મહિનામાં ગોલ્ડ નવી ઊંચાઈ હાંસલ કરશે તેવો અંદાજ આપ્યો છે. શક્યતા છે કે, કિંમતમાં 100 ડૉલરનો ઉમેરો થશે.

 

Published: March 21, 2024, 15:22 IST