Money9 Summit 2024: ભારતીયોની આવક, ખર્ચ, બચત અને રોકાણ સાથે સંબંધિત તમામ સવાલોના જવાબ આપવા માટે Money9ની Financial Freedom Summit ફરી એકવાર આવી રહી છે. 14 ફેબ્રુઆરી 2024 ના રોજ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ફાઈનાન્શિયલ ફ્રીડમ સમિટની બીજી આવૃત્તિ આયોજિત થવા જઈ રહી છે. આ સમિટમાં ભારતીયોના ઈન્સ્યોરન્સ, બેન્કિંગ, ઈન્વેસ્ટમેન્ટ, કમાણી, ખર્ચ અને બચત સંબંધિત દરેક સવાલોના જવાબ એક જ પ્લેટફોર્મ પર મળી રહેશે.
મની9ના આ પ્લેટફોર્મ પર દેશના પર્સનલ ફાઇનાન્સ ઈન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજ ભાગ લેશે. આ કાર્યક્રમની શરૂઆત મહારાષ્ટ્રના પ્રવાસન, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોઢા કરશે અને કાર્યક્રમનું સમાપન કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ કરશે. તેમના પછી AMFIના ચેરમેન અને HDFC એસેટ મેનેજમેન્ટના MD અને CEO નવનીત મુનોટ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના ડેપ્યુટી એમડી ડીપી સિંઘ, આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ એ.બાલા સુબ્રમણ્યન, કોટક એમએફના એમડી નિલેશ શાહ, એચડીએફસી સિક્યોરિટીઝના એમડી ધીરજ રેલી અને જાણીતા રોકાણકાર વિજય કેડિયા પણ આ કાર્યક્રમને સંબોધશે.
આ ઉપરાંત, માર્સલસ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સના સંસ્થાપક સૌરભ મુખરેજા, યુ ગ્રો કેપિટલના ચીફ રિસ્ક ઑફિસર અનુજ પાંડે, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઈઓ ગણેશ મોહન, વ્હાઇટઓક કેપિટલના આશિષ પી સોમૈયા, ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયા, AAFMના ડિરેક્ટર ડૉ. દીપક જૈન, જુનોના MD અને CEO શેનાઈ ઘોષ, 360 વન એસેટના પ્રેસિડેન્ટ સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન અનુનય કુમાર, SAMCOના CEO વિરાજ ગાંધી, મની ફ્રન્ટના કો-ફાઉન્ડર અને CEO મોહિત ગંગ, ક્રેડન્સ વેલ્થ એડવાઈઝર MD કિર્તન શાહ, સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝર પૂનમ રૂંગટા અને રૂંગટા સિક્યોરિટીઝના CEO હર્ષવર્ધન રુંગટા પણ આ કાર્યક્રમમાં પોતાનો અભિપ્રાય આપશે.
ફાઇનાન્શિયલ ફ્રીડમ સમિટનું ટેલિકાસ્ટ 14 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે TV9 નેટવર્કની ચેનલ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂ થશે. તેને મુંબઈની વિલે પારલે સ્થિત સહારા સ્ટાર હોટેલમાં આયોજિત આ સમિટમાં ભાગ લેવા માટે, તમે https://hindi.money9.com/conclave પર નોંધણી કરાવી શકો છો, નોંધણી પછી અમારી ટીમ તમારો સંપર્ક કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો