કઇ કંપની આપશે ભારતમાં 5 લાખ લોકોને નોકરી? કઇ ફૂડ ડિલીવરી Appએ વધારી platform fees? ...Radio money9

ઇ કંપની આપશે ભારતમાં 5 લાખ લોકોને નોકરી? કઇ ફૂડ ડિલીવરી Appએ વધારી platform fees? હવે કોણે લગાવ્યો MDH-Everest મસાલા પર પ્રતિબંધ?

કઇ કંપની આપશે ભારતમાં 5 લાખ લોકોને નોકરી? કઇ ફૂડ ડિલીવરી Appએ વધારી platform fees? ...Radio money9

Money9: વિશ્વની અગ્રણી સ્માર્ટફોન ઉત્પાદક Apple આગામી 3 વર્ષમાં ભારતમાં અંદાજે 5 લાખ નોકરીઓનું સર્જન કરશે. આ નોકરીઓ એપલ વેન્ડર્સ દ્વારા પૂરી પાડવામાં આવશે. હાલમાં, એપલના વેન્ડર અને સપ્લાયરો ભારતમાં 1.5 લાખ લોકોને નોકરીઓ આપી ચૂક્યા છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે એપલ દેશમાં ઝડપથી નોકરીઓ વધારી રહી છે. અમારું માનવું છે કે એપલ આગામી ત્રણ વર્ષમાં લગભગ 5 લાખ લોકોને નોકરી આપશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ, જે એપલ માટે બે પ્લાન્ટ ચલાવી રહી છે, તે હાલમાં સૌથી વધુ નોકરીઓનું સર્જન કરી રહી છે. જો કે એપલે જોબ્સના આંકડા પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

જો તમે પણ ઓનલાઈન પ્લેટફોર્મ Zomato પરથી ફૂડ ઓર્ડર કરો છો, તો હવે તમારે પહેલા કરતા વધુ પૈસા ચૂકવવા પડશે…ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ તેની પ્લેટફોર્મ ફી 25 ટકા વધારીને 5 રૂપિયા પ્રતિ ઓર્ડર કરી છે. Zomatoએ ગયા વર્ષે ઑગસ્ટમાં 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી શરૂ કરી હતી અને બાદમાં તેને વધારીને 3 રૂપિયા કરી દીધી હતી… નવા વર્ષના એક દિવસ પહેલા જ રેકોર્ડ ફુડ ઓર્ડરથી ઉત્સાહિત થઇને તેણે જાન્યુઆરીમાં મુખ્ય બજારોમાં તેની પ્લેટફોર્મ ફી 3 રૂપિયા પ્રતિ ઓર્ડરથી વધારીને 4 રૂપિયા કરી દીધી હતી..નવી પ્લેટફોર્મ ફી બધા ગ્રાહકો પર લગાવવામાં આવી છે… ગોલ્ડ મેમ્બર્સે પણ આ ફી ચૂકવવી પડશે… દરમિયાન, કંપનીએ તેની ઇન્ટર-સિટી ફૂડ ડિલિવરી સર્વિસ ઇન્ટરસિટી લીજેન્ડ્સને સસ્પેન્ડ કરી દીધી છે.

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC એ તેના કર્મચારીઓને 1500 કરોડ રૂપિયા એક્સ ગ્રેશિયા આપવાનો નિર્ણય કર્યો છે. આ માહિતી આપતા HDFC બેંકના MD અને CEO શશિધર જગદીશને જણાવ્યું હતું કે આ વનટાઇમ પેમેન્ટથી યુવા કર્મચારીઓ પ્રોત્સાહિત થશે..શાનદાર ત્રિમાસિક પરિણામોથી પ્રોત્સાહિત થઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેન્કને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રૂ. 16,511 કરોડનો ચોખ્ખો નફો થયો છે. શશિધર જગદીશનના જણાવ્યા મુજબ, બેંકનો સ્ટાફ સારુ પર્ફોર્મ કરી રહ્યો છે… તેનું ઇનામ તેમને મળવું જ જોઈએ. HDFC લિમિટેડ સાથે મર્જર થયા બાદ સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે. મર્જર પછી કામ ખૂબ જ ઝડપથી આગળ વધ્યું. પરંતુ, અમારા સ્ટાફે બમણી મહેનત કરી અને તેને નિર્ધારિત સમયમાં પૂર્ણ કર્યું. અમે એટ્રિશન રેટને પણ મેનેજ કરવા માંગીએ છીએ. તેથી, તેમની મહેનત અને બેંક સાથે સંકળાયેલા હોવા બદલ આભાર રૂપે, અમે અમારા નફાને અમારા કર્મચારીઓ સાથે શેર કરવા માંગીએ છીએ….

હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ભારતીય કંપની MDH અને એવરેસ્ટના કેટલાક પેકેજ્ડ મસાલા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પહેલા સિંગાપોરે પણ પ્રતિબંધ લગાવ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ મસાલાઓમાં પેસ્ટીસાઇડ ઇથિલિન ઓક્સાઈડની હાજરી જોવા મળી છે. આવી સ્થિતિમાં લોકોને આ મસાલાનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. હોંગકોંગે MDH અને Everest ના કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને કંપનીઓના આ ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક પેસ્ટિસાઇડ ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં કેન્સરયુક્ત તત્વ હોવાનું માનવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, MDHના ત્રણ ઉત્પાદનો મદ્રાસ કરી, સંભાર મસાલા પાવડર, કરી પાવડર અને એવરેસ્ટના ફિશ કરી મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડ છે. હોંગકોંગ પહેલા સિંગાપોરના સત્તાવાળાઓએ પણ આ જ કારણોસર એવરેસ્ટની ફિશ કરી મસાલાને બજારમાંથી પરત મંગાવવાનો આદેશ આપ્યો હતો.

આજના સમયમાં હેલ્થ ઇન્સ્યોરન્સ જરૂરિયાત બની ગયો છે. જ્યારે ગંભીર બીમારી થાય ત્યારે આરોગ્ય વીમો ઘણાં કામમાં આવે છે. હવે ઇરડાએ આરોગ્ય વીમો ખરીદવા માટેની વયમર્યાદા દૂર કરી છે. અગાઉ તેની મહત્તમ વયમર્યાદા 65 વર્ષ હતી. એટલે કે પહેલા વ્યક્તિ માત્ર 65 વર્ષની ઉંમર સુધી જ નવી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદી શકતો હતો. પરંતુ જો તમારા માતા-પિતા વયોવૃદ્ધ છે અને તેમની ઉંમર 65 વર્ષથી વધુ છે અને તમે તેમના માટે સ્વાસ્થ્ય વીમા પોલિસી લેવા માંગો છો, તો હવે તમારા માટે તે શક્ય બનશે. આ નિયમ 1 એપ્રિલ, 2024 થી સ્વાસ્થ્ય વીમા પોલિસી માટે લાગુ કરવામાં આવ્યો છે. મહત્તમ વય મર્યાદા નાબૂદ કરતી વખતે IRDAIએ એક પરિપત્રમાં કહ્યું છે કે તમામ વીમા કંપનીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમની પાસે તમામ વય જૂથના લોકો માટે સ્વાસ્થ્ય વીમા પ્રોડક્ટ ઉપલબ્ધ હોય.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે UGCના અધ્યક્ષ જગદીશ કુમારના જણાવ્યા અનુસાર ચાર વર્ષના ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓ હવે ડાયરેક્ટ નેટમાં બેસી શકે છે અને પીએચડી કરી શકે છે. જો કે, જુનિયર રિસર્ચ ફેલોશિપ એટલે કે JRF સાથે અથવા તેના વિના પીએચડી કરવા માટે ઉમેદવારોએ તેમના ચાર વર્ષના સ્નાતક અભ્યાસક્રમમાં ઓછામાં ઓછા 75 ટકા ગુણ અથવા તેની સમકક્ષ ગ્રેડ હોવો જરૂરી રહેશે. અત્યાર સુધી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે NET માટે ઉમેદવારે ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી હોવી જરૂરી હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓ 75 ટકા સાથે 4 વર્ષની ગ્રેજ્યુએશન ડિગ્રી પછી સીધા જ પીએચડી કરી શકે છે.

સોનામાં રોકાણ કરતા લોકોને સોના કરતા ગોલ્ડ બોન્ડમાં કરેલા રોકાણ પર વધારે રિટર્ન મળ્યું છે. રોકાણકારો મોટાભાગે સોનાની લગડીમાં કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરતા હોય છે. બે વર્ષ અગાઉ જે લોકોએ 10 ગ્રામ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું હતું તેમને 25,150 રૂપિયાનું રિટર્ન મળ્યું છે. જ્યારે સોનાની લગડીમાં રોકાણ કરનારાને આ બે વર્ષમાં 20,560 રૂપિયાનું રિટર્ન મળ્યું છે. આમ ગોલ્ડ બોન્ડમાં કરેલા રોકાણ પર રૂ.4570 વધુ રિટર્ન મળ્યું છે. સોવરીન ગોલ્ડ બોન્ડ સરકારી જામીનગીરી છે. જે રિઝર્વ બેન્ક બહાર પાડે છે. ગોલ્ડ બોન્ડ સોનામાં રોકાણનો એક વિકલ્પ છે. જેને ડિજિટલ ગોલ્ડ કે ગોલ્ડ બોન્ડ પણ કહેવામાં આવે છે.

બેન્ક, પોસ્ટ ઓફિસ, મ્યુચ્યુઅલ ફંડ, કોઓપરેટિવ સોસાયટી, ફિનટેક કંપનીઓમાં હાઈ વેલ્યૂનું રોકાણ કરનારાએ 30 જૂન પહેલાં ઈન્કમટેક્સ પોર્ટલને જાણ કરવી પડશે. આ કરદાતાએ રિટર્ન ભરતા પહેલાં પોર્ટલ ઉપર પર દેખાતા મોટી રકમના વ્યવહારોનો રિટર્નમાં સમાવેશ કરવો પડશે. તાજેતરમાં સીબીટીડીએ પરિપત્ર કરીને બેન્કોમાં, પોસ્ટ ઓફિસમાં, મ્યુચ્યુઅલ ફંડ, કોઓપરેટિવ સોસાયટીઓ અને ફિનટેક કંપનીઓમાં કરેલા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શની વિગતો માંગી છે. આ વિગતોમાં માટે બેન્કોમાં રૂ.50 લાખથી વધારેના વ્યવહારો, શેર બજારમાં રૂ. 10 લાખથી વધારેની લે-વેચની વિગતો, પોસ્ટ ઓફિસમાં રૂ. 5 લાખથી વધારે ડિપોઝિટની વિગતો 30 જૂન સુધીમાં આપવાની રહેશે. જો કોઈ કરદાતાએ આવા વ્યવહારો ધ્યાનમાં નહીં લીધા હોય તો તેમને ભવિષ્યમાં સ્ક્રૂટિનીની નોટિસ મળી શકે છે.

Published: April 22, 2024, 15:20 IST