ક્યા શહેરના કેટલા પરિવાર સૌથી વધુ સોનું ધરાવે છે?

મની9ના સર્વેમાં કયા શહેરના કેટલા પરિવાર સૌથી વધુ સોનું ધરાવે છે તેની માહિતી પણ મળી છે. દેશમાં બેંગાલુરુમાં 69 ટકા લોકો સોનું રાખવામાં મોખરે છે. બીજા નંબરે 66 ટકા સાથે તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.

  • Team Money9
  • Last Updated : December 23, 2023, 14:58 IST
ક્યા શહેરના કેટલા પરિવાર સૌથી વધુ સોનું ધરાવે છે?

Money9: મની9એ પર્સનલ ફાઇનાન્સ પર દેશનો સૌથી મોટો સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. 10 અલગ-અલગ ભાષાઓમાં ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન હાથ ધરવામાં આવેલા સર્વેમાં 1170થી વધુ ગામડાઓ અથવા શહેરી વિસ્તારોના 35 હજારથી વધુ પરિવારો પાસેથી તેમની કમાણી, ખર્ચ, બચત અને રોકાણ અંગેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. 2023નો આ સર્વે ગત વર્ષ કરતા મોટો અને વધુ વ્યાપક છે. 2022ના સર્વેમાં 31 હજારથી વધુ પરિવારોનો સર્વે કરવામાં આવ્યો હતો, એટલે કે આ વખતના સર્વેની સેમ્પલ સાઈઝ 2022ના સર્વેની સરખામણીમાં લગભગ 10 ટકા વધારે છે. સર્વેની જવાબદારી પ્રતિષ્ઠિત એજન્સી RTI ઈન્ટરનેશનલને સોંપવામાં આવી હતી. જે વર્લ્ડ બેંક અને ફેસબુક જેવી મોટી સંસ્થાઓ માટે આ પ્રકારનો સર્વે કરી રહી છે. Money9 એ જે થીમ પર આ સર્વે કર્યો છે, આવા સર્વે ક્યાં તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અથવા તો સરકારના નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પરંતુ સામાન્ય લોકોની આવક, બચત, ખર્ચ અને રોકાણને લઈને આરબીઆઈ અને એનએસએસઓના સર્વે ઘણા જૂના થઈ ગયા છે. મની9નો સર્વે આ થીમ પરનો સૌથી લેટેસ્ટ સર્વે છે અને દેશના નાગરિકોની નાણાકીય સુરક્ષાના સ્તરની સૌથી સચોટ માહિતી પ્રદાન કરે છે.

મની9ના સર્વેમાં કયા શહેરના કેટલા પરિવાર સૌથી વધુ સોનું ધરાવે છે તેની માહિતી પણ મળી છે. દેશમાં બેંગાલુરુમાં 69 ટકા લોકો સોનું રાખવામાં મોખરે છે. બીજા નંબરે 66 ટકા સાથે તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. દાર્જિલિંગ આ ક્રમમાં 59 ટકા સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે દેશની સરેરાશ 21 ટકા છે. 2022ના આંકડા પર નજર કરીએ તો 2022માં સૌથી વધુ સોનું રાખવામાં સૂરતના લોકો 51 ટકા સાથે પ્રથમ ક્રમે, કૃષ્ણા 46 ટકા સાથે બીજા નંબરે અને થાણે 44 ટકા સાથે ત્રીજા નંબરે રહ્યાં હતા. ગયા વર્ષે દેશની સરેરાશ 15 ટકા હતી.

Published: December 23, 2023, 14:58 IST