આવી રહ્યો છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો સૌથી મોટો IPO

શાપૂરજી પલોનજી ગ્રૂપની કંપની Afcons Infrastructure Rs 7,000 કરોડનો IPO લાવવા માંગે છે. કંપનીએ SEBI સમક્ષ DRHP પણ જમા કરાવી દીધા છે.

Afcons Infrastructure IPO, IPO, IPO news, IPO News in Gujarati, Shapoorji Pallonji Group, Afcons Infrastructure, IPO launch, Infra IPO, SP Group, Upcoming IPO, Money9 Gujarati

Money9 Gujarati:

IPO alert: ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO આવી રહ્યો છે. Shapoorji Pallonji (SP) ગ્રૂપની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન કંપની Afcons Infrastructure Limited ટૂંક સમયમાં IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપની IPO દ્વારા 7,000 કરોડ રૂપિયાનું ભંડોળ ભેગું કરવાની યોજના ધરાવે છે. કંપનીએ તેના માટે સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હીઅરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) પણ જમા કરાવી દીધું છે.

કંપનીએ જમા કરેલા DRHP અનુસાર, શેરની ફેસ વેલ્યૂ પ્રતિ શેર 10 રૂપિયા નક્કી કરવામાં આવી છે. IPOમાં 1,250 કરોડ રૂપિયાના ફ્રેશ શેર્સ ઈશ્યૂ કરવામાં આવશે તેમજ કંપનીની એક પ્રમોટર ગોસ્વામી ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 5,750 કરોડ રૂપિયા સુધીના પોતાના શેર (OFS – ઓફર ફોર સેલ) પણ ઈશ્યૂ કરવામાં આવશે. IPOમાં માન્ય કર્મચારીઓને આરક્ષણ પણ આપવામાં આવશે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ, તે એક દાયકાનો સૌથી મોટો ઈન્ફ્રા આઈપીઓ છે.

અત્યારે પ્રમોટર અને પ્રમોટર જૂથના યુનિટ પાસે મહારાષ્ટ્ર સ્થિત એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો 99.48 ટકા હિસ્સો છે. કંપનીએ Pre-IPO Placementમાં 250 કરોડ રૂપિયા સુધી ભેગા કરવા અંગે વિચારી શકે છે અને આવું થશે તો, IPOની ઈશ્યૂ સાઈઝ ઘટવાની શક્યતા છે.

 

Published: March 29, 2024, 19:13 IST