Maruti Q4 Result: દેશની સૌથી મોટી કાર કંપની શેરધારકોને આપશે અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ

Maruti Q4 Result: મારુતિએ નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ Rs 125નું અત્યાર સુધીનું સૌથી વધારે ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. મારુતિનો શેર 1.26 ટકા ઘટીને 12,760 રૂપિયાએ બંધ રહ્યો હતો.

Maruti, Maruti Stocks, Maruti Shares, Maruti Suzuki, Maruti Car, Maruti New Car, Maruti Shareholders, Maruti Customers, News in Gujarati, Corporate News, કંપનીઓના સમાચાર, ગુજરાતીમાં સમાચાર, શેરબજારના સમાચાર, મારુતિના સમાચાર,

Money9 Gujarati:

Maruti Suzuki Q4 Result and Dividend: દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જાન્યુ-માર્ચ 2024 ત્રિમાસિક ગાળામાં 3,878 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. વેચાણ વધવાથી તેમજ કોમોડિટીની કિંમત સાનુકૂળ રહેવાથી કંપનીએ નફામાં 48 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. કંપનીનો કર બાદનો નફો (PAT) 2,624 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ 38,235 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે.

સૌથી મોટું ડિવિડન્ડ આપશે

મારુતિ સુઝુકીના બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ 125 રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી વધારે ડિવિડન્ડ આપવાની ભલામણ પણ કરી છે. મારુતિનો શેર 26 એપ્રિલે શુક્રવારે 1.26 ટકા ઘટીને 12,760 રૂપિયાએ બંધ રહ્યો હતો.

એનાલિસ્ટ્સને અપેક્ષા હતી કે, માર્ચ-2024 ક્વાર્ટરમાં મારુતિ 3,916 કરોડ રૂપિયાનો નફો કરશે અને 38,772 કરોડ રૂપિયાની આવક નોંધાવશે, પરંતુ કંપનીએ જાહેર કરેલા આંકડા એનાલિસ્ટ્સના અંદાજ કરતાં ઓછા છે. મારુતિએ માર્ચ ક્વાર્ટરમાં 5,84,031 યુનિટનું સેલ્સ વોલ્યૂમ નોંધાવ્યું છે, જે માર્ચ-2023 ક્વાર્ટરના 5,14,927 યુનિટની સરખામણીએ 13 ટકા વધારે છે.

FY24માં નફો 64% વધ્યો

સમગ્ર નાણાકીય વર્ષ 2023-24માં મારુતિનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ 64 ટકા વધીને 13,209 કરોડ થયો છે, જે નાણાકીય વર્ષ 2022-23માં 8,049 કરોડ રૂપિયા હતો. સમગ્ર વર્ષમાં મારુતિની કુલ આવક 20 ટકા વધીને 1,40,933 કરોડ રૂપિયા થઈ છે, જે 2022-23માં 1,17,523 કરોડ રૂપિયા હતી.

નિકાસમાં 41.8% હિસ્સો

મારુતિએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,
“પ્રથમ વખત, કંપનીએ નાણાકીય વર્ષ 2023-2024 માં 20 લાખ યુનિટના વાર્ષિક કુલ વેચાણની સિદ્ધિ હાંસલ કરી હતી. કંપની સતત ત્રીજા વર્ષે ટોચની નિકાસકાર બની રહી છે અને ભારતમાંથી થતા કુલ પેસેન્જર વાહનોની નિકાસમાં 41.8 ટકા યોગદાન આપે છે.

ભાવ વધારવાથી થયો ફાયદો

મારુતિએ જાન્યુઆરીમાં તમામ મોડેલની કિંમતમાં 0.45 ટકાનો વધારો કર્યો હતો. બાદમાં 10 એપ્રિલે મારુતિએ સ્વિફ્ટ તેમજ ગ્રાન્ટ વિટારા સિગ્મા જેવા મોડેલની કિંમતમાં 25,000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

 

Published: April 26, 2024, 21:00 IST