CREDIT CARDથી કાર ખરીદીને કેવી રીતે મેળવશો Discount?

CARDથી કાર ખરીદીને કેવી રીતે મેળવશો Discount? DESCRIPTION- જો તમે પણ કોઇ Car ખરીદવા માંગો છો અને તમારી પાસે એક મોટી Credit Limitવાળુ કાર્ડ છે. તો તે Credit Cardનો યોગ્ય ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.

CREDIT CARDથી કાર ખરીદીને કેવી રીતે મેળવશો Discount?

Money9: ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણાં કામની વસ્તુ છે. ક્રેડિટ કાર્ડથી તમે કેટલી બચત કરી શકો છો તેને તમે નિર્મલના ઉદાહરણથી સમજી શકો છો.

પુણેમાં રહેતા નિર્મલે 12 લાખ રૂપિયામાં એક કાર ખરીદી. તેમાંથી 7 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ તેણે પોતાના ક્રેડિટ કાર્ડથી કર્યું. આની પર તેને અંદાજે 50 થી 60 હજાર રૂપિયાની કિંમતના એર માઇલ્સ મળ્યા. એટલે કે કિંમતમાં 50 થી 60 હજાર રૂપિયાનો ફાયદો ગણી શકાય… છે ને ક્રેડિટ કાર્ડ કામની ચીજ..જો તમે પણ કોઇ કાર ખરીદવા માંગો છો અને તમારી પાસે એક મોટી ક્રેડિટ લિમિટવાળુ કાર્ડ છે. તો તે કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. આ વીડિયોમાં આપણે એની જ વાત કરીશું..અને સમજીશું કે તમે તમારા ક્રેડિટ કાર્ડથી કાર ખરીદીને કેવી રીતે કિંમતમાં 5-10 ટકાની છૂટ મેળવી શકો છો.

કારની ખરીદી એક મોટી ડીલ છે. તમે તમારી સેવિંગ્સનો એક મોટો હિસ્સો ડાઉનપેમેન્ટમાં આપો છો અને બાકીના પૈસાની લોન લઇ લો છો. આવા સંજોગોમાં ક્રેડિટ કાર્ડની સાથે સારી ડીલ મેળવી શકો છો. માની લો તમારે 15 લાખ રૂપિયાની કાર લેવી છે. તેમાંથી 10 લાખ રૂપિયાનું ડાઉનપેમેન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કર્યું. આની પર જો તમને 5 ટકાનું પણ રિવોર્ડ રિટર્ન રેટ મળે છે. તો તેનો અર્થ છે કે તમે 50 હજાર રૂપિયા બચાવી લીધા. આની સામે કેશ કે સીધા કોઇ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને કોઇ ડિસ્કાઉન્ટ નહીં મળે.

ક્રેડિટ કાર્ડની સાથે કેવી રીતે સેવિંગ કરી શકો છે. એ સમજવું કોઇ મુશ્કેલ કામ નથી. કાર્ડ પર તમને રેગ્યુલર રિવોર્ડ મળી શકે છે. માઇલસ્ટોન બેનિફિટ મળી શકે છે. અને એન્યુઅલ ફી પણ વેવ થઇ જશે. ઘણાં ક્રેડિટ કાર્ડથી વાર્ષિક એક ચોક્કસ એમાઉન્ટ ખર્ચ કરવા પર એન્યુઅલ ફી માફ કરી દેવામાં આવે છે. એટલે કારની ખરીદી પર તો નક્કી છે કે તમે એન્યુઅલ ફી તો માફ કરાવી જ લેશો. માઇલસ્ટોન પ્રાપ્ત કરવા પર અલગ ફાયદા મળે છે. આ ફાયદા હજારો એરમાઇલ્સ તરીકે મળી શકે છે. જોકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

કાર ડીલર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે તમારી પાસેથી એકસ્ટ્રા 1 થી 2 ટકા ચાર્જ કરી શકે છે. આ ચાર્જ લગાવીને ડીલર MDR એટલે કે Merchant Discount Rateનો ભાર કસ્ટમર પર નાંખી દે છે. આનાથી તમને મળનારા નેટ રિવોર્ડ રિટર્ન પર તો અસર પડશે જ સાથે કાર માટે જે તમે કુલ કિંમત ચુકવશો તે પણ વધી જશે. આનાથી બચવા માટે ડીલરની સાથે વાત કરો. ચાર્જ ઘટાડીને 1 ટકાથી ઓછો કરવાનું કહો.

ઘણીવાર ડીલર્સ પૂરો ચાર્જ હટાવી દે છે. એટલે 4 થી 5 ડીલરની પૂછપરછ કર્યા બાદ જ કાર ખરીદો. બીજી એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે કાર ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ત્યારે કરો જ્યારે તમારી પાસે બિલિંગ સાયકલમાં બાકી ચુકવવા માટે પર્યાપ્ત કેશ હોય. ખરીદનારે આને ક્રેડિટ કાર્ડ પર કાર ફાઇનાન્સ કરાવવાની ભૂલ ન કરવી જોઇએ.

ક્રેડિટ કાર્ડ લોન પર 15 થી 25 ટકાનું ભારે ભરખમ ઇન્ટરેસ્ટ આપવું પડે છે. જે ઓટો લોનથી ઘણું વધારે છે. આ ઉપરાંત, કાર ખરીદવા પર તે મહિને તમે તમારી ક્રેડિટ લિમિટનો મોટો હિસ્સો ખર્ચ કરી લેશો. આનાથી તમારો CUR એટલે કે Credit Utilisation Ratio વધી શકે છે. આનાથી સિબિલ સ્કોર પર અસર પડી શકે છે. એટલે ક્રેડિટ લિમિટને ધ્યાનમાં રાખીને ડાઉનપેમેન્ટ એમાઉન્ટ નક્કી કરો. આ રીતે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કાર ખરીદી શકો છો. પરંતુ તેની પહેલા આ સુવિધાના નફા-નુકસાનનું મૂલ્યાંકન કરી લેવું જરૂરી છે.

Published: March 28, 2024, 18:07 IST