તમારું ક્રેડિટ કાર્ડ તો ડિવેલ્યુએટ નથી થયુંને?

If the company devalues your credit card, you should consider whether to continue or close the card. In this video we will understand what is card devaluation and its impact on the card holder.

તમારું ક્રેડિટ કાર્ડ તો ડિવેલ્યુએટ નથી થયુંને?

રોહને મોંઘી એન્યુઅલ ફી વાળુ એક પ્રિમીયમ ક્રેડિટ કાર્ડ લીધું હતું. જોઇનિંગ અને એન્યુઅલ ફી ઘણી ઉંચી હતી પરંતુ તેમાં મળનારા ફાયદા પણ ઘણા હતા. પરંતુ કેટલાક મહિના બાદ ક્રેડિટ કાર્ડ કંપનીએ કાર્ડને ડિવેલ્યુએટ કરી દીધું. એટલે કે કાર્ડ સાથે મળતા બેનિફિટ ઓછા કરી દીધા. જે બેનિફિટ્સ માટે રોહન ઉંચી એન્યુઅલ ફી ચુકવી રહ્યો હતો તે બેનિફિટ્સ જ જો ના મળતા હોય તો તેને આવું કાર્ડ રાખવામાં શું ફાયદો? રોહન હવે તેનું કાર્ડ  બંધ કરાવવાનું વિચારી રહ્યો છે. જો તમારા ક્રેડિટ કાર્ડને પણ કંપની ડિવેલ્યુએટ કરી દે છે તો તમારે વિચારવું જોઇએ કે તમારે તે કાર્ડ ચાલું રાખવું કે બંધ કરાવી દેવું. આ વીડિયોમાં આપણે સમજીશું કે શું હોય છે કાર્ડ ડિવેલ્યુએશન અને તેની કાર્ડ  હોલ્ડર પર શું અસર પડે છે.

Credit card devaluationનો અર્થ છે કાર્ડ સાથે મળનારી વેલ્યુ કે બેનિફિટ્સ ઓછા કરી દેવા. આવું ત્યારે થાય છે જ્યારે ક્રેડિટ કાર્ડ કંપની કે બેન્ક કાર્ડની શરતો, રિવોર્ડ પ્રોગ્રામ અથવા ફીમાં ફેરફાર કરે છે, જેને કારણે કાર્ડહોલ્ડરને મળનારી કાર્ડની વેલ્યૂ ઓછી થઇ જાય છે. 

Credit card devaluation તે લોકો માટે ખરાબ છે જેમણે કાર્ડના બેનિફિટ અને રિવોર્ડને ધ્યાનમાં રાખીને કાર્ડ લીધું હતું પરંતુ હવે તે જ બેનિફિટ અને રિવોર્ડ ઘટી ગયા છે. કાર્ડ ડિવેલ્યુએશનને કારણે કાર્ડ હોલ્ડરના ફાઇનાન્સિયલ પ્લાનિંગ પર અસર પડી શકે છે. તાજેતરમાં ઘણા પોપ્યુલર કાર્ડને ડિવેલ્યુએટ કરવામાં આવ્યા છે જેમાં Axis Bankના Axis Magnus કાર્ડ, HDFC Bank ના Regalia ક્રેડિટ કાર્ડ, SBI Cardના SBI cash back credit cardનો સમાવેશ થાય છે. 

Axis Bank Magnus Credit Cardની એન્યુઅલ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 12,500 કરવામાં આવી છે અને એક મહિનામાં 1 લાખ રૂપિયાના ખર્ચ પર મળતા 25000 EDGE reward pointsના મંથલી માઇલસ્ટોન બેનિફિટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. HDFC Regalia ક્રેડિટ કાર્ડ પર એરપોર્ટ લાઉન્જ એક્સેસ માટે એક ક્વાટરમાં લઘુતમ રૂ. 1 લાખ ખર્ચ કરવો પડશે. જ્યારે SBI cashback credit cardમાંથી તો ફ્રી લાઉન્જ એક્સેસ જ હટાવી દેવામાં આવ્યું છે.

હવે સવાલ તે થાય છે કે કેમ એક પછી એક ક્રેડિટ કાર્ડને ડિવેલ્યુએટ કરવામાં આવી રહ્યા છે?

એક્સપર્ટ આના માટે કોવિડ બાદ બદલાયેલી આર્થિક સ્થિતિને જવાબદાર માને છે. ખાસ કરીને મોંઘવારી સતત વધી રહી છે. ગુડ્ઝ અને સર્વિસિસનો ખર્ચ સતત વધતા ક્રેડિટ કાર્ડ કંપનીઓ પોતાના રિવોર્ડ પ્રોગ્રામ્સને જાળવી રાખવા માટે ઝઝૂમી રહી છે. તેને ફ્રી લાઉન્જ એક્સેસના ઉદાહરણથી સમજી શકાય છે. એરપોર્ટ સર્વિસ એગ્રિગેટર કંપની DreamFolksના કહેવા મુજબ બે વર્ષ પહેલાં એરપોર્ટ લાઉન્ઝ એક્સેસ માટે બેન્કોને visit દીઠ 600 રૂપિયા આપવા પડતા હતા પરંતુ 2023માં જુલાઇ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ ખર્ચ વધીને 990 રૂપિયા થઇ ગયો છે. એટલે કે બે વર્ષમાં ખર્ચમાં 65 ટકાનો વધારો થયો છે. વધતા એર ટ્રાફિકની સાથે બેન્કો માટે ફ્રી લાઉન્જ એક્સેસ આપવું એક નાણાકીય પડકાર બની ગયો છે.

હવે સૌથી જરૂરી વાત તે છે કે જો તમારા ક્રેડિટ કાર્ડનું ડિવેલ્યુએશન થયા તો તમારે શું કરવું?

સૌથી પહેલા તો તમારે કાર્ડના નિયમ, શરતો, રિવોર્ડ પ્રોગ્રામ કે ફી વગેરેમાં ફેરફારની જાણ હોવી જરૂરી છે. તેના માટે બેન્ક કે ક્રેડિટ કાર્ડ કંપનીના દરેક નોટિફિકેશન પર ધ્યાન આપો, તેને સારી રીતે વાંચો જેથી કરીને તમે સમજી શકો કો ડિવેલ્યુએશનની તમને મળનારા બેનિફિટ પર શું અસર થઇ શકે છે. જો તમારી પાસે બધી માહિતી હશે તો તમે કાર્ડના ઉપયોગ અંગે યોગ્ય નિર્ણય લઇ શકો છો.

તમે કાર્ડનો ક્યાં ક્યાં ઉપયોગ કરો છો, તેની સમીક્ષા કરો. બેનિફિટની સમીક્ષા કરો. જે સુવિધાઓનો તમે ઉપયોગ કરો છે તે ડિવેલ્યુએશનના કારણે ઓછી થાય છે કે બંધ થઇ જાય છે તેના આધારે કાર્ડ બદલવાનો નિર્ણય લઇ શકાય છે. બીજું કાર્ડ લેતા પહેલા નવા કાર્ડ બાબતે રિસર્ચ કરો કે ત્યાં પણ જૂના જેવા જ કે તેનાથી વધુ બેનિફિટ મળશે કે કેમ. Rewards programs, fees, interest rates વગેરે બાબતો કમ્પેર કરીને તમે તમારી નાણાકીય જરૂરિયાતો અને લક્ષ્યોને આધારે કાર્ડ પસંદ કરી શકો છો.

Published: April 19, 2024, 15:40 IST