તમારા પગારનો કેટલો હિસ્સો લોન ચૂકવવામાં જવો જોઈએ?

તમા્રી દરેક ઇચ્છાને પૂરી કરવા માટે બજારમાં તમને ઇએમઆઇ એટલે કે સરળ માસિક હપ્તે લોન મળી જશે. લોનના ઓપ્શન ઉપલબ્ધ છે ફક્ત એટલા માટે તેને લઇ લેવામાં સમજદારી નથી.

તમારા પગારનો કેટલો હિસ્સો લોન ચૂકવવામાં જવો જોઈએ?

Money9: જેવુ તમે કમાવાનું શરૂ કરો છો, તમારા મનમાં પણ ગૌરવની જેમ કાર અથવા ઘર ખરીદવાનો વિચાર આવતો હશે. જેનું કારણ છે માર્કેટમાં રહેલા તમામ પ્રકારના સરળ ઇએમઆઇ ઓપ્શન્સ..દરેક ઇચ્છાને પૂરી કરવા માટે બજારમાં તમને ઇએમઆઇ એટલે કે સરળ માસિક હપ્તે લોન મળી જશે. લોનના ઓપ્શન ઉપલબ્ધ છે ફક્ત એટલા માટે તેને લઇ લેવામાં સમજદારી નથી. લોનનું પ્રોપર પ્લાનિંગ નહીં કરો તો તે એક દુઃસ્વપ્ન બનીને તમારી માનસિક શાંતિ છીનવી શકે છે કારણ કે આવકનો એક મોટો ભાગ EMI ચૂકવવા જતો રહે છે. તેથી એ જાણવું ખૂબ જ જરુરી છે કે તમારા પગારનો કેટલો હિસ્સો લોન ચૂકવવામાં જવો જોઈએ.

અભિષેકે ગૌરવ પાસે જે 30 ટકા EMI રુલનો ઉલ્લેખ કર્યો તેને સમજવો જરૂરી છે. આ નિયમ મુજબ, બધા પ્રકારના લોનની EMI એકંદરે તમારી આવકના 30 ટકાથી વધુ ન હોવી જોઈએ…કેટલાક ફાઇનાન્સિયલ એક્સપર્ટ તમામ EMI મળીને પગારના 40 ટકા સુધી રાખવાની સલાહ આપે છે. આને 40 ટકા EMI રુલ કહેવાય છે…પરંતુ તમારા માટે અમારી સલાહ છે કે સેલેરીનો જેટલો ઓછો હિસ્સો EMIમાં જાય તેટલું સારું…

આને ઉદાહરણથી સમજીએ, તો જો ગૌરવ દર મહિને 1 લાખ રૂપિયા કમાય છે, તો તેની તમામ લોનની EMI સંયુક્ત રીતે 30 હજાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ… આમાં કાર, હોમ અને પર્સનલ સહિતની તમામ પ્રકારની લોન અને ક્રેડિટ કાર્ડના બિલ સામેલ છે.

દરેક વ્યક્તિનું જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હોય છે… આવી સ્થિતિમાં, તમે EMI નો બોજ જેટલો ઓછો રાખશો… બીમારી કે નોકરી ગુમાવવા જેવા મુશ્કેલ સમયમાં તમારા હાથમાં તેટલા વધુ પૈસા રહેશે. ઉંચી EMI ડેઇલી રૂટીનના જરૂરી ખર્ચામાં કાપ મૂકે છે. સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પર બ્રેક લગાવે છે. જે તમારા ફ્યુચર પ્લાનિંગ માટે યોગ્ય નથી.

લોન લઇને ઈચ્છાઓ પૂરી કરવી ગૌરવના ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટે કેટલું નુકસાનકારક છે. તેને પણ સમજવું જરૂરી છે. જેમ કે અમે અગાઉ કહ્યું કે સેલેરી તરીકે ગૌરવના ખાતામાં દર મહિને 1 લાખ રૂપિયા આવે છે…30 ટકા EMI રુલ પ્રમાણે તેની બધી લોનની EMI 30 હજારથી વધુ ન હોવી જોઈએ… હવે જુઓ કે જ્યારે ગૌરવની EMI આ રુલથી ઉપર જાય છે તો શું થાય છે.

ધારો કે ગૌરવની લોનની કુલ EMI 30 હજારને બદલે 40 હજાર રૂપિયા છે… અને તેનો ટેન્યોર 10 વર્ષનો છે… એટલે કે ગૌરવ દર મહિને 10 હજાર રૂપિયા વધુ EMI ભરતો હશે… આવી સ્થિતિમાં, તે એક વર્ષમાં 1 લાખ 20 હજાર રૂપિયા જ્યારે 10 વર્ષમાં તે 12 લાખ રૂપિયાની એકસ્ટ્રા EMI ચૂકવી રહ્યો હશે… જો આ પૈસા બચે અને તે તેનું રોકાણ કરે તો શું થાય. હવે એ જોઇએ.

ગૌરવ જો આ 10 હજાર રૂપિયાની દર મહિને ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરે… જેના પર તેને અંદાજે 10 ટકા રિટર્ન મળે તો તેની પાસે 10 વર્ષ બાદ 20 લાખ 65 હજાર 520 રૂપિયા હશે…આમાં ગૌરવ કુલ 12 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરશે અને તેને 8 લાખ 65 હજાર 520 રૂપિયા રિટર્ન તરીકે મળશે. જો રિટર્ન 12 ટકા રહ્યું તો ગૌરવને 23 લાખ 23 હજાર 391 રૂપિયા મળી શકે છે.

જો ગૌરવ EMIના 30 ટકા રુલને ફોલો કરે છે, તો તે ફક્ત લોનનું વ્યાજ જ નહીં બચાવે પરંતુ તે જ પૈસાનું રોકાણ કરીને સારુંએવું રિટર્ન પણ કમાઇ શકે છે…SIP ઇન્વેસ્ટમેન્ટમાંથી મળેલા પૈસાનો ઉપયોગ ગૌરવ તેના કોઇ ફાઇનાન્સિયલ ગોલ જેમ કે કાર કે ઘર ખરીદવામાં કરી શકે છે.

EMI ની રકમ ઘટાડવા માટે ગૌરવ પાસે બે રસ્તા છે… પ્રથમ – ગૌરવ વધુ ડાઉન પેમેન્ટ કરે જેથી તેની EMI ઓછી થાય… બીજું – તે મલ્ટીપલ લોનના બદલે, ઘણી જ જરૂરી લોન જેમ કે હોમ લોન લે. જે પૈસા બચે તેને ઇન્વેસ્ટ કરે અને પછી તે પૈસાનો ઉપયોગ અન્ય જરૂરિયાતો જેવી કે કાર કે ઘરના ઇન્ટિરિયર માટે કરે. આ સ્ટ્રેટેજીથી ગૌરવ કેટલાક વર્ષમાં લોન વગર કાર અને ઇન્ટીરિયર માટે પૈસાની વ્યવસ્થા કરી શકશે.

લોનની ઊંચી EMI તમને અન્ય હેતુઓ માટે નવી લોન લેવાથી પણ રોકે છે…જ્યારે તમે નવી લોન માટે અરજી કરો છો…તો બેંક તમારી લોનની યોગ્યતા તપાસે છે…બેંક જુએ છે કે તમને કેટલી રકમની લોન આપી શકાય છે જેની ઇએમઆઇ તમે સરળતાથી ચુકવી શકો. જો પહેલેથી વધુ EMI ચાલી રહી છે તો બેંક નવી લોન આપવાનો ઇનકાર કરી શકે છે અથવા જૂની લોન ભરપાઇ કરવા માટે કહી શકે છે.

ઘણીવાર તમારી પહેલેથી લોન ચાલતી હોય છે… આવી સ્થિતિમાં, જ્યારે તમે એક નવી લોન માટે બેંકમાં જાઓ છો, તો જો તમે જેટલી રકમની લોન તમે માંગી રહ્યા છો તેટલી લોન માટે એલિજિબલ નથી તો બેંક તમારી નવી લોનની રકમ ઘટાડી શકે છે અથવા કોઈ જૂની લોનને પૂરી કરવા માટે કહી શકે છે. આવી સ્થિતિમાં, કઈ લોન તમારે પહેલા પૂરી કરી દેવી જોઈએ આવો જાણીએ..

EMI વધારે હોવાનો અર્થ પગારનો એક મોટો હિસ્સો જતો રહેવો… જેના કારણે તમારી બચત અને રોકાણ અટકી શકે છે… આ સ્થિતિમાં, જો તમારી નોકરી જતી રહે અથવા ગંભીર બીમારીને કારણે તમારી આવક બંધ થઈ જાય છે, તો તમે EMI નહીં ભરી શકો… EMI ન ભરવા પર વ્યાજ અને પેનલ્ટી લાગશે… અને ધીમે ધીમે તે તમને દેવાના ડુંગર નીચે દબાવી શકે છે.

એ વાત સાચી છે કે તમે ગમે તેટલી લોન લઈ શકો છો..તેનો કોઈ મિનિમમ કે મેક્સિમમ નંબર ફિક્સ નથી..શરત એટલી કે તમે EMI ચૂકવી શકો અને બેંક લોન આપવા તૈયાર હોય…બેંક તો લોન આપીને ગ્રાહકો વધારવા માંગશે પરંતુ પોતાની કમાણી અને લોનની EMIમાં બેલેન્સ રાખવાની જવાબદારી તમારી છે…જરૂરિયાત કરતાં વધુ લોન લેવી એ તમારા પૈસા અને ભવિષ્ય સાથે રમત રમવા જેવું છે…સારું એ રહેશે કે ઇન્વેસ્ટમેન્ટ કરીને ઈચ્છાઓ પૂરી કરો ન કે લોન લઇને.

 

Published: April 25, 2024, 18:33 IST