શું છે રિઝર્વ બેંકની નવી ગાઇડલાઇન? ગ્રાહકને તેનાથી શું ફાયદો થશે?

લોન એકાઉન્ટ પર પીનલ ચાર્જિસ અંગે આરબીઆઈની ગાઇડલાઇન્સ 1 એપ્રિલ, 2024થી લાગુ થઇ ગઇ છે. નવી ગાઇડલાઇન્સથી એવા લોકોને રાહત મળશે જેઓ કોઈ કારણસર EMI ટાઇમ પર નથી ચૂકવી શકતા

શું છે રિઝર્વ બેંકની નવી ગાઇડલાઇન? ગ્રાહકને તેનાથી શું ફાયદો થશે?

Money9: રિઝર્વ બેંકે લોન લેનારાઓને મોટી રાહત આપી છે. લોન એકાઉન્ટ પર પીનલ ચાર્જિસ એટલે કે પેનલ્ટી અંગે આરબીઆઈની ગાઇડલાઇન્સ 1 એપ્રિલ, 2024થી લાગુ થઇ ગઇ છે… નવી ગાઇડલાઇન્સથી એવા લોકોને રાહત મળશે જેઓ પર્સનલ લોન, હોમ લોન અથવા ઓટો લોન સહિત અન્ય લોન લે છે. પરંતુ કોઈ કારણસર EMI ટાઇમ પર નથી ચૂકવી શકતા… તો હવે બેંકો તેમની પાસેથી પીનલ ઇન્ટરેસ્ટ નહીં વસૂલી શકે… આવો સમજીએ કે રિઝર્વ બેંકને આ ગાઇડલાઇન કેમ બહાર પાડવી પડી અને આનાથી લોન લેનારાને કેવીરીતે ફાયદો થશે.

સેન્ટ્રલ બેંક આરબીઆઈએ બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને પીનલ ઇન્ટરેસ્ટ વસૂલવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જે મોટાભાગે ગ્રાહકો પાસેથી લોનના હપ્તા ચૂકવવામાં વિલંબ બદલ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત બેંક વ્યાજ દરમાં કોઈપણ પ્રકારનો વધારાનો કમ્પોનન્ટ સામેલ નથી કરી શકતા. આનો અર્થ એ છે કે EMI મિસ થાય તો પણ બેંકો વ્યાજ દરમાં વધારો નથી કરી શકતી… જો કે, હપ્તા ભરવામાં વિલંબ થાય તો પીનલ ચાર્જિસ. સરળ ભાષામાં કહીએ તો લેટ ચાર્જ લગાવવાની અનુમતિ છે. પરંતુ પીનલ ચાર્જનું કેપિટલાઇઝેશન એટલે કે પીનલ ચાર્જને લોનની પ્રિન્સિપલ એમાઉન્ટમાં ઉમેરીને વધેલી રકમ પર વ્યાજ નહીં લાગે. ન તો પીનલ ચાર્જ પર કોઇ પ્રકારનું વ્યાજ લાગશે.

વાસ્તવમાં, પીનલ ચાર્જ અથવા પીનલ ઇન્ટરેસ્ટ લગાવવા પાછળનો હેતુ કમાણી વધારવાનો નહીં પરંતુ લોન અંગે લોકોને ડિસિપ્લિન શીખવવાનો છે..આરબીઆઈના ધ્યાનમાં આવ્યું કે બેંક અને ફાઇનાન્સ કંપનીઓ તેમની કમાણી વધારવા માટે ગ્રાહકો પર લેટ ફી અને તેના પર વ્યાજ લગાવે છે. જેના કારણે લોન લેનારા સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

લોન ડિફોલ્ટ અથવા લોનની શરતોનું પાલન ન કરવા બદલ બેંક ઘણીવાર લોન લેનારા પર પેનલ્ટી લગાવે છે. આ દંડ પીનલ ચાર્જ અને પીનલ ઇન્ટરેસ્ટ સ્વરૂપે લેવામાં આવે છે. પીનલ ચાર્જ એક નિશ્ચિત ફી છે, જે વ્યાજથી અલગ છે. જ્યારે પીનલ ઇન્ટરેસ્ટ ગ્રાહકના હાલના વ્યાજ દરમાં ઉમેરવામાં આવેલો વધારાનો દર છે. સેન્ટ્રલ બેંકે બેંકોને પીનલ ઇન્ટરેસ્ટ વસૂલવાની ના પાડી છે. આરબીઆઈએ બેંકોને એવી પણ શિખામણ આપી છે કે પીનલ ચાર્જને લોનની રકમમાં ઉમેરી ન શકાય અને ન તો આ પ્રકારના ચાર્જ પર વધારાનું વ્યાજ લગાવી શકાય.

EMI ચૂકવવામાં વિલંબ પર, બેંક ડિફોલ્ટ કરવામાં આવેલી રકમ પર બેંકના બોર્ડ દ્વારા એપ્રુવ કરવામાં આવેલી પોલિસીના આધારે ચાર્જ લગાવશે… રિઝર્વ બેંકે બેંકોને ચાર્જ પ્રત્યે સમાન વલણ અપનાવવા કહ્યું છે..સાથે જ કહ્યું છે કે પીનલ ચાર્જ વ્યાજબી હોવો જોઈએ..આરબીઆઈના પરિપત્રમાં દંડનીય ચાર્જ માટે કોઈ અપર લિમિટ નક્કી કરવામાં નથી આવી… જો કે, બેંકો અને ફાઇનાન્સ કંપનીઓને એ ધ્યાનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે કે પીનલ ચાર્જનો હેતુ કમાણી વધારવા માટે નહીં
પરંતુ લોન અંગે ડિસિપ્લિન સ્થાપિત કરવાનો હોવો જોઇએ.

પીનલ ચાર્જ સંબંધિત નવી ગાઇડલાઇન્સ 1 એપ્રિલથી અમલમાં આવી ગઇ છે. આ દિશાનિર્દેશો નવી લોનની સાથે સાથે જૂની લોન પર પણ લાગુ થશે. આરબીઆઈ કાર્યક્ષેત્ર હેઠળની રેગ્યુલેટેડ એન્ટિટિઝી પર આ નિયમ લાગુ છે… જેમાં તમામ કોમર્શિયલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંક, ગ્રામીણ બેંક, સહકારી બેંકો અને નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓનો સમાવેશ થાય છે. જો કે, આ ગાઇડલાઇન્સ રૂપિયા/ફોરેન કરન્સી એક્સપોર્ટ ક્રેડિટ અને ફોરેન કરન્સી લોન પર લાગુ નહીં પડે

1 એપ્રિલથી લાગુ થયેલા નિયમો બાદ હવે બેંક તમારી પાસેથી EMI લેટ થવા પર પીનલ ચાર્જ એટલે કે લેટ ફી તો વસૂલી શકે છે પરંતુ આ પ્રકારની ફી પર વ્યાજ નથી વસૂલી શકતી, ન તો આ લેટ ફીને લોનની રકમમાં ઉમેરીને તેની પર વ્યાજ લગાવી શકે છે. લોનની EMI મિસ થઇ જાય તો તમારે લેટ ફી તો ચૂકવવી પડે જ છે સાથે સાથે તમારો ક્રેડિટ સ્કોર પણ બગડે છે. જો ક્રેડિટ સ્કોર બગડે છે, તો તમને નવી લોન અને ક્રેડિટ કાર્ડ મળવામાં ઘણી મુશ્કેલી પડશે. તેથી સારુ એ છે કે સમયસર EMI ભરો જેથી પીનલ ચાર્જ અને ક્રેડિટ સ્કોર ખરાબ થવાથી બચી શકાય.

Published: April 18, 2024, 17:41 IST