SIP ઘર ખરીદવામાં પણ મદદ કરી શકે છે !!

પગારદાર વ્યક્તિ ઘર ખરીદવા માટે મોટા ડાઉન પેમેન્ટની રકમ એક જ વારમાં ચૂકવી નહીં શકે....તેથી હોમ લોન અને રોકાણનું કોમ્બિનેશન જરૂરી છે. હવે સવાલ એ છે કે તમે આ કોમ્બિનેશનને કેવી રીતે હાંસલ કરશો? કેવી રીતે ઘરના ડાઉનપેમેન્ટ માટે પૈસા ભેગા કરશે? કેવી રીતે પોતાના માટે યોગ્ય રોકાણ પસંદ કરવું અને કઈ ભૂલો ટાળવી... ચાલો સમજીએ…

SIP ઘર ખરીદવામાં પણ મદદ કરી શકે છે !!

Home Loan: Is prepaying a home loan through mutual fund investment a feasible option?

Home Loan: Is prepaying a home loan through mutual fund investment a feasible option?

MONEY9 GUJARATI: રણજીત પોતાના ઘરનું સપનું હોમ લોન (Home Loan) અને રોકાણ (investment)ની મદદથી પૂરું કરી રહ્યો છે… કારણ કે ઘર ખરીદવું એ એક મોટો નાણાકીય નિર્ણય છે અને તે માત્ર હોમ લોનની મદદથી પૂર્ણ થઈ શકતો નથી, ન તો પગારદાર વ્યક્તિ મોટા ડાઉન પેમેન્ટ (Down payment)ની રકમ એક જ વારમાં ચૂકવી શકે. તેથી હોમ લોન અને રોકાણનું કોમ્બિનેશન (Investment Combinations) જરૂરી છે. હવે સવાલ એ છે કે રોહિત આ કોમ્બિનેશનને કેવી રીતે હાંસલ કરશે? કેવી રીતે ઘરના ડાઉનપેમેન્ટ માટે પૈસા ભેગા કરશે? કેવી રીતે પોતાના માટે યોગ્ય રોકાણ પસંદ કરવું અને કઈ ભૂલો ટાળવી… ચાલો સમજીએ. 

 

વધુ ડાઉનપેમેન્ટ ઘટાડશે લોનના વ્યાજનો બોજ

ઘર ખરીદવા માટે કિંમતનો અમુક હિસ્સો અપફ્રન્ટ ડાઉન પેમેન્ટ દ્વારા ચૂકવવો પડે છે. આ ડાઉન પેમેન્ટની રકમ જેટલી વધારે હશે, તમે હોમ લોન EMIનો બોજ ઓછો કરી શકશો. ધારો કે તમે પ્રોપર્ટીની કિંમતના 60 ટકા ડાઉન પેમેન્ટ કરો છો અને બાકીના 40 ટકા બેંક લોન દ્વારા ચૂકવો છો… તો હોમ લોનનો હિસ્સો ઓછો હશે અને તેના પર તમારો વ્યાજ ખર્ચ ઓછો થશે.

 

ડાઉનપેમેન્ટ ભેગુ કરવા કરો નિશ્ચિત રકમનું રોકાણ

ડાઉનપેમેન્ટની રકમમાં ઉમેરવા માટે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરી શકાય છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા SIP એ માસિક ધોરણે રોકાણ કરવાની એક સરસ રીત છે જે ઘરની કિંમતના 60 ટકા સુધી ડાઉન પેમેન્ટ એકત્રિત કરવામાં મદદ કરી શકે છે. રોહિત ડાઉનપેમેન્ટની રકમ ઊંચી રાખવા માંગે છે અને SIP દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કરી રહ્યો છે. ઇક્વિટી પસંદ કરવાનો અર્થ એ છે કે તેમાં લાંબા સમય સુધી રોકાણ કરવું પડશે.

 

Moneyfrontના કો-ફાઉન્ડર અને CEO Mohit Gangની સલાહ છે કે રોહિતે પહેલા એ નક્કી કરવું જોઈએ કે ઘર ક્યારે ખરીદવું છે..અને તેની ટાઈમ ફ્રેમ સેટ કરી લે… આ પછી, કાર્યકાળના અંતે તમે કેટલું મોટું ભંડોળ ઇચ્છો છો તે વિશે વિચારો…પછી તપાસો કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે તમારે દર મહિને કેટલી મોટી રકમ બચાવવી પડશે, તે ચેક કરો.. આ બધા પછી, તે રકમની SIP તરત જ શરૂ કરો.

 

SIP દ્વારા 10 વર્ષમાં ભેગુ કરી શકો છો મોટું કોર્પસ

હવે રોહિતે નક્કી કર્યું છે કે તે 10 વર્ષ પછી ઘર ખરીદશે. રોહિત 10 વર્ષમાં 50 લાખ રૂપિયાનું કોર્પસ બનાવવા માંગે છે. આ માટે રોહિતે દર મહિને 21,735 રૂપિયાની SIP કરવી પડશે. આટલા લાંબા સમયમાં, તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12 ટકાનું અંદાજિત વાર્ષિક રિટર્ન મેળવી શકો છો… ફાઈનાન્શિયલ એક્સપર્ટ્સ કહે છે કે જો 10 વર્ષમાં ઘર ખરીદવાનું લક્ષ્ય છે, તો મિડ-કેપ્સ, સ્મોલ-કેપ્સ અને ઇટીએફમાં SIP દ્વારા રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ છે… પરંતુ રોકાણ કરતા પહેલા, તમારી રિસ્ક પ્રોફાઇલ અનુસાર ફંડ પસંદ કરો.

 

મનીફ્રન્ટના મોહિત ગંગનું કહેવું છે કે જો તમે 10 વર્ષ પછી ઘર ખરીદવા માંગતા હોવ તો પેસિવ ફંડ્સ એટલે કે માર્કેટ ઈન્ડેક્સ આધારિત સ્કીમ્સ અને મિડ એન્ડ સ્મોલ કેપ સ્કીમ્સ સારા વિકલ્પો હોઈ શકે છે. ICICI Pru નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ, UTI નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ, DSP મિડ કેપ અને ટાટા સ્મોલ કેપ જેવી સ્કીમ્સમાં રોકાણ કરી શકાય છે

ICICI Pru Nifty 50 Index Fundએ 1 વર્ષમાં 29.75%, 3 વર્ષમાં 15.23% અને 5 વર્ષમાં 14.71% નું રિટર્ન આપ્યું છે.. તો મિડકેપ ફંડની વાત કરીએ તો તેણે DSP Midcap Fundનું 1 વર્ષનું રિટર્ન 38.72% રહ્યું છે, 3 વર્ષમાં આ સ્કીમે 14.67%નું રિટર્ન આપયું અને 5 વર્ષમાં 16.25% રિટર્ન આપ્યું છે. Tata Small capના રિટર્નની વાત કરીએ તો આ સ્કીમે 1 વર્ષમાં 36.3% રિટર્ન આપ્યું છે, 3 વર્ષમાં 28.84 ટકા અને 5 વર્ષમાં 25.21 ટકા રિટર્ન આપ્યું છે.

 

મ્યુચ્યુઅલ ફંડ લાંબા ગાળે આપે છે સારું રિટર્ન

રોહિત જેવા રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બેંક ફિક્સ્ડ ડિપોઝિટ, ગોલ્ડ, યુલિપ અને મ્યુચ્યુઅલ ફંડ જેવી ઘણી નાણાકીય પ્રોડક્ટ્સ છે, તેથી યોગ્ય નાણાકીય પ્રોડક્ટ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હંમેશા વધુ સારું છે કારણ કે તેઓ ટ્રેડિશનલ ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સની સરખામણીમાં વધુ સારું રિટર્ન આપી શકે છે…

પરંતુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સાથે હાઈ રિસ્ક પણ હોય છે..તેથી આ રોકાણ લાંબા ગાળા માટે હોવું જોઈએ જેથી વધઘટ થતા બજારોની અસરને સહન કરવામાં મદદ મળે. ઘર ખરીદવા માટે કોર્પસ તૈયાર કરવા માટે વહેલું રોકાણ શરૂ કરવું મહત્વપૂર્ણ છે… કારણ કે તમને કમ્પાઉન્ડિંગનો લાભ મળે છે. SIP રોકાણોને નિયમિત રાખો અને પોર્ટફોલિયોમાં વિવિધ સ્કીમ્સ દ્વારા તેને ડાયવર્સિફાઈ રાખો..

 

જો નાણાકીય ધ્યેય અને તે કયા સમયમાં હાંસલ કરવાનો છે તે અગાઉથી નક્કી કરવામાં આવે તો રોકાણનું પ્લાનિંગ ફોકસ્ડ રહે છે. તમારા ધ્યેયને હાંસલ કરવા માટે યોગ્ય સ્કીમ્સ પસંદ કરો…આ રીતે તમે ખરીદીના સમયે લોનના બોજને ઘટાડી શકો છો. ઘર ખરીદવા માટે રોકાણનું આયોજન જરૂરી છે…તેથી જો કોઈ પણ પ્રકારના રોકાણને લઈને કોઈ મૂંઝવણ હોય, તો ફાઈનાન્શિયલ એડવાઈજરની સલાહ લેતા અચકાશો નહીં…કારણ કે ફાઈનાન્શિયલ એડવાઈઝર તમારી નાણાકીય સ્થિતિ, તમારા લક્ષ્યો અને રિસ્ક લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા પછી તમને યોગ્ય ઇક્વિટી સ્કીમ્સ પસંદ કરવામાં મદદ કરે છે.

Published: April 12, 2024, 15:18 IST