Gold Prices: સોનું મોંઘું થવાથી લગ્નોમાં માંગ પર અસર પડવાની શક્યતા

સોનું મોંઘુ હોવાને કારણે લોકો મોટા પાયે ખરીદી ટાળી રહ્યાં છે. જોકે સોનાના ટોચના ખરીદનાર ચીનમાં આ વર્ષે મજબૂત માંગ જોવા મળી શકે છે.

Gold hits fresh record, Gold Price, gold news, gold news today, gold news in Gujarati, gold price hike, gold, gold demand, gold surge, China, India, wedding season, gold jewellery, Gold Jewelery, Gold Demand, સોનાના ભાવ, સોનાની કિંમત, સોનાના સમાચાર, સોનાની ખબર, ગોલ્ડની ખબર, ગોલ્ડના સમાચાર, Money9 Gujarati

Money9 Gujarati: અમેરિકામાં જૂન સુધીમાં વ્યાજ દર ઘટવાની અફવાએ જોર પકડ્યા બાદ વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી છે. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે, જેના કારણે ભારતમાં લગ્નની સિઝનમાં તેનો વપરાશ ઘટવાની શક્યતા છે. સોનું મોંઘુ હોવાને કારણે લોકો મોટા પાયે ખરીદી ટાળી રહ્યાં છે. જોકે સોનાના ટોચના ખરીદનાર ચીનમાં આ વર્ષે મજબૂત માંગ જોવા મળી શકે છે.

ઓલ-ટાઈમ હાઈ સપાટી

વૈશ્વિક સ્તરે હાજર બજારમાં એક ઔંશ ગોલ્ડની કિંમત 0.4 ટકા વધીને 2,168.28 ડૉલરની સપાટીએ પહોંચી હતી જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.5 ટકા વધીને 2,175.50 ડૉલર નોંધાયો હતો. દિવસ શરૂ થયો તેની શરૂઆતમાં જ ગોલ્ડની કિંમત 2,170.99 ડૉલરની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગઈ હતી. ચાલુ સપ્તાહે ગોલ્ડ 4.1 ટકાથી પણ વધારે ઉપર ગયું છે. ચાલુ વર્ષે ગોલ્ડની કિંમત વૈશ્વિક સ્તરે 2,400 ડૉલર પ્રતિ ઔંશ થવાની શક્યતા છે.

માંગ પર અસર પડશે

વિશ્લેષકો માને છે કે, ભાવમાં થયેલા વધારાથી ટૂંકા ગાળા માટે વેચાણ પર અસર પડી શકે છે, પરંતુ થોડા સમય પછી માંગમાં વધારો થશે. લોકોને અત્યારે ભાવ આકરો લાગશે, પરંતુ પછી ઊંચા ભાવની આદર પડી જશે એટલે, ફરી ખરીદીમાં વધારો થશે.

ડીલર્સે આપ્યું ડિસ્કાઉન્ટ

વિશ્વના બીજા સૌથી મોટા સોનાના ઉપભોક્તા અને મુખ્ય આયાતકાર ભારતમાં સોનાની સ્થાનિક કિંમતો પ્રતિ 10 ગ્રામ 65,587 રૂપિયા સુધી વધી છે. ભાવ વધવાથી માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે ડીલરોએ સત્તાવાર સ્થાનિક કિંમતો પર આશરે 14 ડૉલર પ્રતિ ઔંશનું ડિસ્કાઉન્ટ ઓફર કરવું પડ્યું હતું, જેમાં 15 ટકા આયાત અને 3 ટકા વેચાણ ડ્યુટીનો સમાવેશ થાય છે.

એક્સપર્ટ શું કહે છે?

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડના પ્રેસિડેન્ટ પૃથ્વીરાજ કોઠારીએ જણાવ્યું હતું કે વર્તમાન ભાવને ધ્યાનમાં રાખીને ગ્રાહકો વધુ ખરીદી કરવાની સ્થિતિમાં નથી. જો ભાવ આટલા ઊંચા રહેશે તો લગ્નની સિઝનમાં તેની માંગ પર અસર થશે.

આવી સ્થિતિમાં બેંકો અને રિફાઈનર્સ પાસે આયાત કરવાનું કોઈ કારણ નથી. આ અંગે મુંબઈ સ્થિત સોનાના જથ્થાબંધ વેપારીનું કહેવું છે કે ભંગારની સપ્લાય વધી રહી છે. જે ગ્રાહકોને ખરીદવાની જરૂર છે તેઓ નવા ઘરેણાં વેચીને નવા ઘરેણાં ખરીદી રહ્યાં છે.

પેપર ગોલ્ડનું આકર્ષણ

યુએસ મોનેટરી ઇઝિંગને કારણે ગુરુવારે ગોલ્ડ બેન્ચમાર્ક સ્પોટના ભાવ $2,164.09ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. આવી સ્થિતિમાં, ટ્રેઝરી બોન્ડ્સ અને ડોલર જેવી સ્પર્ધાત્મક સંપત્તિઓથી વિપરીત, રોકાણકારો પેપર ગોલ્ડ અથવા ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવામાં વધુ રસ દાખવી રહ્યા છે.

 

Published: March 8, 2024, 19:01 IST