RBIએ સોનાની આયાત માટે ડ્યૂટી નહીં ચૂકવવી પડે, સરકારે આપી રાહતઃ શું સોનાની કિંમત ઘટશે?

સોનાની આયાત પર 5 ટકા AIDC સહિત 15 ટકા આયાત જકાત લાગે છે. આયાત જકાત દૂર થવાથી ચાલુ ખાતાની ખાધ અને વેપાર ખાધને ઘટાડવામાં મદદ મળશે.

Gold import duty, import levies, gold demand in India, gold demand, gold price, gold news, gold news today, gold news in Gujarati, gold import, RBI, Indian government, Money9 Gujarati

Money9 Gujarati:

ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને આયાત જકાત (import duty) અને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) ચૂકવ્યા વિના સોનાની આયાત (Gold Import) કરવાની પરવાનગી આપી છે. સરકારનો હેતુ કેન્દ્રીય બેંક માટે સોનાની આયાતની કિંમત (Gold Import Cost) ઘટાડવાનો છે. આની અસર સ્થાનિક સોનાના બજાર પર પણ પડશે, કારણ કે તેનાથી સપ્લાય વધી શકે છે અને કિંમતો ઘટી શકે છે. સામાન્ય રીતે, સોનાની આયાત પર 5 ટકા AIDC સહિત 15 ટકા આયાત જકાત લાગે છે.

સરકારનો ઈરાદો

સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, RBIને સોનાની આયાત કરવા માટે છૂટ આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણયની અસર દેશની ચાલુ ખાતાની ખાધ અને એકંદર આર્થિક સ્થિરતા પર પણ પડશે. સરકાર સોનાની આયાતની કિંમતમાં ઘટાડો કરીને વેપાર ખાધને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

RBI પાસે કેટલું છે સોનું?

ભારત વિશ્વમાં સોનાનો બીજા ક્રમનો સૌથી મોટો ગ્રાહક દેશ છે. આયાત જકાત લાદવા છતાં ભારતમાં દર વર્ષે જંગી માત્રામાં સોનાની આયાત કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2023 સુધીના આંકડા પ્રમાણે, RBI પાસે 800.79 મેટ્રિક ટન સોનું હતું, જેમાં 39.89 ટન સોનાનો ભંડાર સામેલ હતો. RBIના તાજેતરના રિઝર્વ મેનેજમેન્ટ રિપોર્ટ અનુસાર, તેમાંથી 388.06 ટન સોનું વિદેશમાં અને 372.84 ટન સ્થાનિક રીતે રાખવામાં આવ્યું છે.

સોનાની માંગ ઘટાડવાનો પ્રયાસ

ભારતના સોનાની આયાતના નિયમો દર્શાવે છે કે સરકારે સોનાની આયાતને રોકવા માટે ઘણા પગલાં લીધા છે. આયાત ઘટે તે માટે જ સરકારે આયાત જકાત વધારી હતી. આ પગલાંને ભારતીયોમાં સોનાની માંગ ઘટાડવામાં મર્યાદિત સફળતા મળી છે, પરંતુ હજુ પણ વ્યાપક પગલાં લેવાની જરૂર છે.

ભારતની સોનાની માંગ સંપૂર્ણપણે આયાત દ્વારા પૂરી થાય છે. તાજેતરના વર્ષોમાં સોનાની આયાતમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે ચાલુ ખાતાની ખાધ પર દબાણ વધ્યું છે. ઉદાહરણ તરીકે, ઓક્ટોબર 2023માં સોનાની આયાત વાર્ષિક ધોરણે 95 ટકા વધીને કુલ 7.23 અબજ ડૉલર રહી હતી. તે મહિને દેશની વેપાર ખાધમાં ઘણો વધારો થયો હતો.

જાન્યુઆરી 2024 સુધીના ડેટા પ્રમાણે, જાન્યુઆરીમાં ગોલ્ડની આયાત 1.9 અબજ ડૉલર થઈ હતી, જેના કારણે એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 સુધીના ચાલુ નાણાકીય વર્ષના 10 મહિનામાં ગોલ્ડની ઈમ્પોર્ટ 37.85 અબજ ડૉલરે પહોંચી છે.

 

Published: March 13, 2024, 19:47 IST