ICICI અને Yes Bankના ગ્રાહકો માટે મહત્ત્વની ખબર, 1 મેથી થશે કેટલાક ફેરફાર

ICICI Bank અને Yes Bankએ સેવિંગ એકાઉન્ટના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

ICICI Bank, ICICI Saving Account, Bank accounts, Debit Card Fees, bank Charges, ICICI Debit Cards, ICICI ATM, ICICI bank news, ICICI Account Charges, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts, બેન્ક ચાર્જ, આઈસીઆઈસીઆઈ બેન્ક, બેન્કના સમાચાર, Yes Bank, savings account charges, Yes Bank New Rules, YES Bank Charges, Bank Accounts, Minimum Average Balance, News in Gujarati, Money9 Gujarati, Feels, Shorts, savings account charges, ICICI Bank savings account charges, Yes Bank savings account charges, savings account fee, 

Money9 Gujarati:

Latest savings account charges: ખાનગી સેક્ટરની બે અગ્રણી ધિરાણકર્તા, ICICI Bank અને Yes Bankએ સેવિંગ એકાઉન્ટના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમ 1 મે, 2024થી લાગુ થશે. બેન્કો તેમના મિનિમમ એવરેજ બેલેન્સના નિયમમાં પણ ફેરફાર કરશે તેમજ અમુક ખાતાને બંધ પણ કરશે.

ICICI Bankએ ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યા

ખાનગી સેક્ટરની ICICI બેન્કે બચત ખાતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા ચાર્જ પહેલી મેથી લાગુ થશે. ICICI બેન્ક પહેલી મેથી મિનિમમ એવરેજ બેલેન્સ, કેશ ટ્રાન્ઝેક્શન ચાર્જ અને ATM ઈન્ટરચેન્જ ફીમાં ફેરફાર કરશે. એટલું જ નહીં, રેગ્યુલર સેવિંગ એકાઉન્ટના નિયમો પણ બદલશે. ICICI બેન્ક તેના ડેબિટ કાર્ડની વાર્ષિક ફી 200 રૂપિયા કરશે જ્યારે ગ્રામ્ય વિસ્તારો માટે આ ફી 99 રૂપિયા થશે. ICICI બેન્કના ગ્રાહકે હવે IMPS ટ્રાન્ઝેક્શન પર અઢી રૂપિયાથી પંદર રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

ICICI Bankની ચેકબૂક માટે લાગશે ચાર્જ

25 પાનાની ચેકબૂક એક વર્ષ માટે મફતમાં મળશે, પરંતુ ત્યારબાદ પ્રત્યેક ચેક માટે 4 રૂપિયા ચાર્જ વસૂલશે. ICICI Bank પહેલી મેથી તેનું એડવાન્ટેજ વૂમન સેવિંગ્સ એકાઉન્ટ, પ્રિવિલેજ એકાઉન્ટ્સ એડવાન્ટેજ વૂમન સેવિંગ્સ એકાઉન્ટ, એસેટ લિન્ક્ડ સેવિંગ્સ એકાઉન્ટ અને ઓરા સેવિંગ્સ એકાઉન્ટ પણ બંધ કરશે.

Yes Bankએ મિનિમમ બેલેન્સના નિયમ બદલ્યા

ખાનગી સેક્ટરની Yes Bankમાં સેવિંગ એકાઉન્ટ હોય તો, આ ખબર તમારા કામની છે. યસ બેન્કે પહેલી મેથી સેવિંગ એકાઉન્ટના અલગ-અલગ વેરિયન્ટ્સના મિનિમમ એવરેજ બેલેન્સમાં ફેરફાર કર્યો છે. જો પ્રો-મેક્સ સેવિંગ એકાઉન્ટ હશે તો મિનિમમ એવરેજ બેલેન્સ 50 હજાર રૂપિયા રાખવું પડશે અને મેક્સિમમ ચાર્જ માટે હજાર રૂપિયાની લિમિટ લાગુ પડશે.
જો સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ હશે અથવા યસ એસેન્સ હશે અથવા યસ રિસ્પેક્ટ સેવિંગ એકાઉન્ટ હશે તો મિનિમમ એવરેજ બેલેન્સ 25 હજાર રૂપિયા રાખવું પડશે અને મહત્તમ ચાર્જ સાડા સાતસો રૂપિયા લાગુ થશે.

~50,000 for PRO Max, the max charge ~1,000

~25000 for Pro Plus / Yes Essence SA / YES Respect SA

~10,000 for PRO, maximum charge is ~750

~5,000 for Savings Value / Kisan SA, maximum charge is ~500

~2,500 for My First YES, maximum charge is ~250

 

સેવિંગ એકાઉન્ટ પ્રો હશે તો 10 હજાર રૂપિયા મિનિમમ એવરેજ બેલેન્સ જોઈશે અને મહત્તમ ચાર્જ સાડા સાતસો રૂપિયા લાગુ થશે.
જો સેવિંગ એકાઉન્ટ વેલ્યુ અથવા કિસાન સેવિંગ એકાઉન્ટ હશે તો 5 હજારનું મિનિમમ બેલેન્સ જોઈશે અને મહત્તમ ચાર્જ 500 રૂપિયા લાગશે.
માય ફર્સ્ટ યસ એકાઉન્ટ હશે તો પચ્ચીસો રૂપિયા મિનિમમ બેલેન્સ જોઈએ અને મેક્સિમમ ચાર્જ અઢીસો રૂપિયા લાગુ થશે.

 

 

Published: April 22, 2024, 18:37 IST