₹8,000 કરોડના કેસમાં Anil Ambaniને નિષ્ફળતાઃ Rel Infraમાં 20% ગાબડું

Anil Ambaniની કંપની Reliance Infraની પેટાકંપનીને મળેલી Rs 8,000 કરોડની આર્બિટ્રલ એવૉર્ડની રકમ સાથે સંકળાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે કંપનીને જટકો આપ્યો છે અને તેને સંબંધિત નિર્ણય ફગાવી દીધો છે.

Anil Ambani, Supreme Court, Rel Infra case, DMRC, DAMEPL, reliance infrastructure, news, news in Gujarati, Money9 Gujarati

Money9 Gujarati:

સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીને નિરાશા સાંપડી છે. Anil Ambaniની કંપની Reliance Infrastructureની પેટાકંપની Delhi Airport Metro Express Private Limited (DAMEPL)ને મળેલી 8,000 કરોડ રૂપિયાની આર્બિટ્રલ એવૉર્ડની રકમ સાથે સંકળાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે કંપનીને જટકો આપ્યો છે અને તેને સંબંધિત નિર્ણયને ફગાવી દીધો છે. આ સમાચારને પગલે, રિલાયન્સ ઈન્ફ્રાનો શેર 10 એપ્રિલે 20 ટકા તૂટ્યો હતો અને BSE ખાતે 19.99 ટકાની લોઅર સર્કિટ સાથે 227.40 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આદેશથી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને રાહત મળી છે, કારણ કે, કંપનીને આ રકમ DMRC પાસેથી મળવાની હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની બેન્ચના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો જેણે DMRC સામે આર્બિટ્રલ એવોર્ડ પેટન્ટની અમાન્યતાથી પીડાતા હોવાનું જણાવ્યું હતું.

અગાઉ કરવામાં આવેલી ચૂકવણીના તમામ રિફંડ કરવા નિર્દેશ કરતાં ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચે DMRC દ્વારા આર્બિટ્રેશન એવોર્ડ રદ કરવા માટેની અપીલને મંજૂરી આપી હતી. DMRCની કુલ જવાબદારી રૂ. 8009.38 કરોડ છે, જેમાંથી તેણે રિલાયન્સ ઈન્ફ્રાની પેટા કંપની DAMEPLને રૂ. 1678.42 કરોડ ચૂકવ્યા હતા.

અનિલ અંબાણીની માલિકીની DAMEPLએ 22.7 કિમી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનનું સંચાલન કરવાનો કોન્ટ્રાક્ટ જારી રાખવામાં આવતાં સુરક્ષા વિશે ચિંતાનો માહોલ સર્જાયો છે. DMRCએ ઓક્ટોબર, 2012માં કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. DMRCએ 11 મે, 2017ના રોજ રિલાયન્સ એનર્જી લિ. (હાલ Reliance Infra) અને કોન્સ્ટ્રક્સન્સ વાય ઓક્સિઅર ડે ફેરાકારિલ્સ સાના કોન્સોર્ટિયમ વિરૂદ્ધ DMRC આર્બિટ્રેશન એવોર્ડ આપ્યો હતો.

ટ્રિબ્યુનલે તપાસમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં સ્ટ્રક્ચરમાં ખામી હતી. DMRCએ આ મામલે 90 દિવસની અંદર કોઈ અસરકારક પગલાં ન લેતાં ટ્રિબ્યુનલે DMRCને કરાર રદ કરવા ભલામણ કરી હતી. બાદમાં કેસ દિલ્હી હાઈકોર્ટમાં ગયો હતો. અને તેના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

 

Published: April 10, 2024, 22:20 IST