સાયબર ફ્રોડથી બચવાના કામમાં આવશે આ 9 રીત

સાયબર ફ્રોડ માથાનો દુઃખાવો બની રહ્યો છે. ક્યારેક તમને તમારી જૂની વીમા પૉલિસી રિન્યૂ કરવા માટે તો ક્યારેક જૂના ઉછીના પૈસા પરત કરવા માટે કૉલ આવે છે.

સાયબર ફ્રોડથી બચવાના કામમાં આવશે આ 9 રીત

Money9: સુમેધાને અજાણ્યા નંબર પરથી વારંવાર ફોન આવી રહ્યા હતા. જ્યારે કંટાળીને સુમેધાએ ફોન ઉપાડ્યો ત્યારે ફોન કરનારે કહ્યું કે તે વીજળી વિભાગમાંથી વાત કરી રહ્યો છે. તેમનું વીજળીનું બિલ બાકી છે અને જો તાત્કાલિક ચૂકવણી નહીં કરવામાં આવે તો વીજ પુરવઠો કાપી નાખવામાં આવશે. કોલર સાંભળીને સુમેધા ગભરાઈ ગઈ… કોલ કરનારે એક લિંક મોકલી અને તેના પર ક્લિક કરવાનું કહ્યું… પાવર કટના ડરથી સુમેધાએ કોલરની આપેલી લિંક પર ક્લિક કર્યું… ક્લિક કર્યા પછી એક એપ ડાઉનલોડ થઈ ગઈ. કોલ પર જે-જે સૂચનાઓ મળતી ગઇ, સુમેધા તેને ફોલો કરતી ગઇ. આમ કરતાની સાથે જ ગણતરીની મિનિટોમાં સુમેધાના બેંક ખાતામાંથી 60 હજાર રૂપિયા ઉપડી ગયા.

વીજળીના બિલના નામે સુમેધા સાથે જે ફ્રોડ થયો તે અન્ય ઘણીબધી રીતે પણ થઈ રહ્યો છે. ક્યારેક તમને તમારી જૂની વીમા પૉલિસી રિન્યૂ કરવા માટે કૉલ આવે છે તો ક્યારેક તમને જૂના ઉછીના પૈસા પરત કરવા માટે કૉલ દ્વારા ધમકી આપવામાં આવે છે… જો તમે આવી છેતરપિંડીથી બચવા માંગો છો તો આવા લોકોને ઓળખતા શીખો. આ વીડિયોમાં જાણો એ 9 બાબતો જેના દ્વારા તમે જાણી શકશો કે કોઈ તમારી સાથે છેતરપિંડી તો નથી કરી રહ્યું ને-

સૌપ્રથમ તો આવા ફ્રોડમાં, એક અરજન્સી એટલે કે ઉતાવળ બતાવવામાં આવે છે.
ઉદાહરણ તરીકે, જો તમે વીજળીનું બિલ નહીં ચૂકવો તો તમારી વીજળી ડિસ્કનેક્ટ થઈ જશે. જો તમે તમારી બેંક કેવાયસી અપડેટ નહીં કરો, તો તમારું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. જેથી તમે ઉતાવળમાં કંઈક ભૂલ કરો અને તમારે પૈસામાંથી હાથ ધોઇ નાંખવા પડે.

બીજી વાત એ કે તમારી પાસેથી પર્સનલ ઇન્ફોર્મેશન માંગવામાં આવશે.
જેમ કે બેંક એકાઉન્ટ ડિટેલ્સ, ડેબિટ કાર્ડ ડિટેલ્સ, પાન કાર્ડ ડિટેલ્સ, કાર્ડનો CVV નંબર… જો આવું કંઈ થાય તો તરત જ એલર્ટ થઇ જાઓ.

ત્રીજી વાત..થર્ડ પાર્ટી એપ પણ ડાઉનલોડ કરાવાય છે
આ પણ છેતરપિંડી કરવાની એક પદ્ધતિ છે…ઠગ તમને એક લિંક મોકલી શકે છે અને અમુક કામ પૂર્ણ કરવા માટે તમને થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાનું કહી શકે છે. જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો છો, ત્યારે તે અલગ અલગ એક્સેસ માટે પૂછે છે…તમે એક્સેસ આપો કે તરત જ ​​તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે.

ચોથું. પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે
તમારી સાથે એગ્રેસિવ રીતે વાત કરવામાં આવશે, એમ પણ કહેવામાં આવશે કે તેઓ તમને ફોન કરીને તમારા પર ઉપકાર કરી રહ્યા છે. એ તમારા હિતમાં છે કે તમે તેમની વાત માનો.

પાંચમી ધ્યાન રાખવા જેવી વાત કરીએ તો કોલર કાનૂની કાર્યવાહી, ધરપકડનો ભય પેદા કરે છે. જેમ કે કુરિયર ફ્રોડમાં થાય છે. સાયબર ઠગ કહેશે કે તમારું કુરિયર કસ્ટમ દ્વારા પકડાયું છે, તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મામલો થાળે પાડવા માટે આટલા પૈસા મોકલો. આવી સ્થિતિમાં લોકો ડરીને પૈસા પણ મોકલે છે.

છઠ્ઠું. તમને ડરાવવા-ધમકાવવા ઉપરાંત, કોલર તમને લલચાવી પણ શકે છે.
તમને જણાવવામાં આવશે કે તમે લોટરી જીત્યા છો, બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે કે ફ્રી ફ્લાઇટ ટિકિટ આપવામાં આવી રહી છે. આ રીતે, લાલચ બતાવીને, લોકોને અજાણી લિંક પર ક્લિક કરાવાય છે અને છેતરવામાં આવે છે.

સાતમી વાત. તમારી પાસે પિન અથવા કોડ પણ માંગવામાં આવી શકે છે
કોલર કહેશે કે તમારી પાસે એક OTP આવ્યો હશે, તેને શેર કરો. આવું મોટે ભાગે UPI ફ્રોડમાં થાય છે. તમે એકવાર કોડ શેર કર્યો અને તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉડી થઈ ગયા.

આઠમી વાત. કૉલર પોતાના વિશે વધુ જણાવશે નહીં
જો તમે તેમની પર્સનલ ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન માંગશો તો આડી અવળી વાત કરવા લાગશે, એક જ વાક્યનું વારંવાર પુનરાવર્તન કરશે. આવી સ્થિતિમાં તમારે સાવધાન થઇ જવું જોઈએ કારણ કે કોલર તમને છેતરી શકે છે.

અને છેલ્લે. તમારે બેકગ્રાઉન્ડના અવાજ પર ધ્યાન આપવું જોઈએ
મોટાભાગના કોલ કોલ સેન્ટરમાંથી આવે છે, જ્યાંથી એકસાથે અનેક લોકોને કૉલ કરવામાં આવે છે, આવા સંજોગોમાં તમને કોલ પર બેકગ્રાઉન્ડનો અવાજ સાંભળવા મળી શકે છે. આ રીતે પણ તમે ઠગની ઓળખ કરી શકો છો.

તેથી, આ બાબતોને ધ્યાનમાં રાખો અને સાયબર છેતરપિંડીથી બચો.

Published: April 19, 2024, 18:15 IST