ITCના પરિણામો ભવિષ્ય માટે શું સંકેત આપી રહ્યા છે?

ITCનો શેર સતત દોડી રહ્યો છે. રોજેરોજ તેમાં નવી હાઈ બની રહી છે. કંપનીનું માર્કેટ કેપ 5.5 ટ્રિલિયન રૂપિયાને પાર થઈ ગયું છે. કોલકાતા સ્થિત આ કંપનીનો શેર 30 મે-મંગળવારના રોજ એક્સ-ડિવિડન્ડ થવાનો છે. સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કોલકાતાની આ કંપનીએ રોકાણકારોને ચાલુ વર્ષે 35 ટકા વળતર આપ્યું છે. ITCના કાઉન્ટરમાં તેજીવાળાએ તરખાટ મચાવ્યો છે. છેલ્લાં 6 ટ્રેડિંગ સેશનથી તેમાં વણધારી તેજી જળવાઈ છે. FMCG ક્ષેત્રે ITC અગ્રણી કંપની તરીકે નામના ધરાવે છે.

Published: May 29, 2023, 13:27 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો