બચત ખાતાથી આ રીતે થશે વધારે કમાણી!

અત્યારે FD કરશો તો આગળ ઉંચા વ્યાજને લોક કરી શકશો. કારણ કે જે રેટ પર આજે FD કરીશું આખા ટેન્યોરમાં રેટ તે જ રહેશે. ભલે વ્યાજ દરોમાં ઘટાડો જ કેમ ન થયો હોય

બચત ખાતાથી આ રીતે થશે વધારે કમાણી!

Money9: ઘણાં લોકો પૈસા જમા તો કરે છે પરંતુ ક્યાંય રોકાણ નથી કરતા. બસ બેંકના સેવિંગ એકાઉન્ટમાં પૈસા મૂકી રાખે છે. તો જો તમે પણ સેવિંગ્સ એકાઉન્ટમાં વધારે બેલેન્સ રાખવાની ભૂલ ક્યાંક તમે તો નથી કરી રહ્યાંને..જાગો અને તમારા બચત ખાતામાં રહેલા પૈસા પર વધુ સારુ રિટર્ન કમાઓ..આવો આને એક ઉદાહરણથી સમજીએ.

FDમાં વધારે રિટર્ન

માની લો તમારા બચત ખાતામાં 1 લાખ રૂપિયા છે. બેંક આ બચત ખાતા પર 2.7 ટકાના હિસાબે વાર્ષિક વ્યાજ આપી રહી છે. એટલે તમને મળ્યું 2700 રૂપિયાનું રિટર્ન..પરંતુ જો આ પૈસાને એક વર્ષની FDમાં મૂકવામાં આવ્યા હોત તો તમને 6.8 ટકાના દરે વાર્ષિક 6,975 રૂપિયાનું રિટર્ન મળ્યું હોત. બે વર્ષની FD કરાવી હોત તો 7 ટકાના વ્યાજે 14,888 રૂપિયાનો ફાયદો થયો હોત અને 3 વર્ષની FD કરાવવા પર લગભગ 21,341 રૂપિયાનું રિટર્ન મળ્યું હોત. ત્રણેય સમય મર્યાદાની ફિકસ્ડ ડિપોઝિટમાં સેવિંગ એકાઉન્ટથી વધારે રિટર્ન અપાવ્યું હોત.

છેલ્લા 1 વર્ષમાં વ્યાજ દર વધારો

મે 2022થી રિઝર્વ બેંકે વ્યાજ દરોને વધારવાનું શરૂ કર્યું હતું. છેલ્લા લગભગ એક વર્ષમાં RBIએ લોન પરના વ્યાજ દર એટલે કે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. ત્યારબાદ બેંકોએ પણ થાપણ દરો પર વ્યાજ દરો વધાર્યા હતા. જોતજોતામાં 4.50 થી 5 ટકાની વચ્ચે ઝોલા ખાતી FD હવે 6.5 થી 7 ટકાનું રિટર્ન આપી રહી છે.

એફડીમાં લોકોનો રસ વધ્યો

બેંકો માટે ફિકસ્ડ ડિપોઝિટ પૈસા એકત્ર કરવાનું એક સારુ સાધન છે. આવા સંજોગોમાં બેંક FD પર વધુ વ્યાજ આપીને ચોક્કસ સમયગાળા માટે પૈસાની વ્યવસ્થા કરે છે. બેંકોએ બચત ખાતા પર ઓછું વ્યાજ રાખ્યું અને FD પર વ્યાજ વધારતી ગઇ જેથી લોકો FDમાં પૈસા લોક કરે..અને થયું પણ એવું જ…માર્ચ 2023માં RBIનો ડેટા દર્શાવે છે કે બેંકોમાં FDની જમા રકમમાં 13.2% નો વધારો જોવા મળ્યો..તો બીજી તરફ સેવિંગ એકાઉન્ટમાં તેના અડધા એટલે કે અંદાજે 7.3%નો વધારો નોંધાયો.

SBIની એક વર્ષની ફિકસ્ડ ડિપોઝિટ પર 6.80 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. તો એક વર્ષ સુધી બચત ખાતામાં પૈસા રાખવા પર 2.7% વ્યાજ મળે છે.. HDFC બેંકની એક વર્ષની FD પર 6.60 ટકા વ્યાજ છે તો સેવિંગ્સ એકાઉન્ટ પર તેના અડધાથી પણ ઓછા 3 ટકા વ્યાજ છે. આ જ રીતે, ICICI બેંકની એક વર્ષની FD પર વ્યાજ 6.70% વ્યાજ દર છે તો સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ માત્ર 3 ટકા વ્યાજ મળે છે.

અત્યારે એફડી કરાવવામાં ફાયદો

અત્યારે FD કરશો તો આગળ ઉંચા વ્યાજને લોક કરી શકશો. કારણ કે જે રેટ પર આજે FD કરીશું આખા ટેન્યોરમાં રેટ તે જ રહેશે. ભલે વ્યાજ દરોમાં ઘટાડો જ કેમ ન થયો હોય..બધા પૈસા એક જ FDમાં ન લગાવો પરંતુ તેના ભાગ પાડી દો અને અલગ અલગ FDમાં લગાવો..જેનાથી ઇમરજન્સીમાં પૈસાની જરૂરિયાત પડે તો FD તોડાવવી ન પડે…આ જ રીતે એક જ બેંકમાં FD કરાવવાના બદલે અલગ-અલગ બેંકોમાં FD કરાવો..આનો ફાયદો એ છે કે જો એક બેંક સંકટમાં આવી તો પણ તમારા પૂરા પૈસાનું નુકસાન નહીં થાય. બેંક સંકટમાં ફસાય તો 5 લાખ રૂપિયા સુધીની જમા સુરક્ષિત રહે છે.

મની9ની સલાહ

જો તમારા બચત ખાતામાં પણ બે મહિનાના ખર્ચ કરતાં વધારે રકમ છે તો તમે મોટી ભુલ કરી રહ્યા છો. ખાસ કરીને ત્યારે જ્યારે FD પર વધારે વ્યાજ મળી રહ્યું છે. FDમાં પૈસા સુરક્ષિત રહેવાની સાથે રિટર્ન પણ સારુ મળશે. FD કરવાનો નિર્ણય જો તમારે લેવો હોય તો જલદી લઇ લેજો કારણ કે એપ્રિલની મોનેટરી પોલિસીની મીટિંગમાં આરબીઆઇએ વ્યાજ દરોને જુના રેટ પર જાળવી રાખ્યા છે. અને શક્યતા એવી પણ છે કે હવે વ્યાજ દરોમાં વધારે વૃદ્ધિ નહીં થાય. તો બેંક વ્યાજ દરોને ઘટાડવાનું શરૂ કરે તે પહેલાં તમારી પાસે અત્યારે તક છે કે તમે તમારી બચતખાતામાં રહેલી રકમની FD કરાવી લો. તેમાં જ સમજદારી છે.

Published: April 27, 2023, 19:20 IST