પીઢ રોકાણકાર  વોરેન બફેની સફળતાના સોનેરી સૂત્રો

જો તમે માનવજાતના સૌથી નસીબદાર એવા 1 ટકા લોકોમાં આવો છો તો તમારા માથે બાકીના 99 ટકા લોકોનું ભલું કરવાની જવાબદારી છે

તમે ક્યારેય ખરાબ માણસ જોડે સારો સોદો કરી શકતા નથી

સારી વસ્તુને બનતા સમય લાગે છે. તમારી જોડે ગમે તેટલી કુશળતા હોય પરંતુ કેટલીક વસ્તુઓમાં સમય લાગે જ છે. તમે નવ મહિલાઓને ગર્ભવતી બનાવીને એક મહિનામાં બાળક મેળવી શકતા નથી

જીવનના બે નિયમઃ પ્રથમ નિયમ છે ક્યારેય હાર ના માનવી. બીજો નિયમ છે પહેલો નિયમ ક્યારેય ના ભૂલવો

કેવી રીતે ધનિક બનવુંઃ જ્યારે લોકોમાં લાલચ હોય ત્યારે તમે ભયભીત રહો અને જ્યારે લોકો ભયભીત હોય ત્યારે તમે લાલચુ બનો

પૈસા જ બધુ નથીઃ આવી વાહિયાત વાત કરતા પહેલાં તે સુનિશ્ચિત કરી લો કે તમે પુષ્કળ નાણા કમાઇ લીધા હોય

મિત્રોની પસંદગીઃ તમારાથી સારા લોકો સાથે દોસ્તી કરો. તમારાથી સારી વર્તણૂક ધરાવતા હોય તેમની સાથે બેસો

જો તમે બેઠા બેઠા પૈસા કમાવવાનો રસ્તો નહીં શોધી શકો તો તમારે મરતા દમ સુધી મજૂરી કરવી પડશે

તમારી કમાણી, બચત અને ખર્ચને અસર કરતી તમામ ખબર મેળવો  Money9 Gujarati પર