જો તમે બ્રિટન જઈને ભણવા માંગતા હોવ અથવા ટુરિસ્ટ વિઝા પર ફરવા જવાના હોવ તો તમારો ખર્ચ વધી જશે. બ્રિટનના વડાપ્રધાન રિશિ સુનકની સરકારે ભારત સહિતનાં દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની વિઝા ફીમાં વધારો જાહેર કર્યો છે. સ્ટુડન્ડ વિઝા અને વિઝિટર વિઝા (ટુરિસ્ટ વિઝા) ફીમાં વધારો 4 ઓક્ટોબરથી લાગુ થશે. બ્રિટિશ સરકારે જણાવ્યું છે કે, 6 મહિનાના UK ટુરિસ્ટ વિઝા માટે 1,543 રૂપિયા (15 પાઉન્ડ) વધારે ખર્ચવા પડશે જ્યારે UK સ્ટુડન્ટ વિઝા માટે 13,070 રૂપિયા (127 પાઉન્ડ) વધારે ખર્ચવા પડશે. બ્રિટનના ગૃહ વિભાગે વિઝા ફીમાં વધારાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ પણ 30 મે, 2023થી સ્ટુડન્ટ અને ટુરિસ્ટ વિઝા ફીમાં વધારો લાગુ કર્યો હતો.
બ્રિટન સરકારે જણાવ્યું છે કે, 6 મહિનાથી ઓછા સમયના વિઝિટર વિઝાની ફી હવે 115 પાઉન્ડ થશે જ્યારે સ્ટુડન્ટ વિઝા ફી 490 પાઉન્ડ થશે. બ્રિટનના ગૃહ મંત્રાલયે મોટા ભાગનાં વર્ક અને ટુરિસ્ટ વિઝાનો ખર્ચ 15 ટકા સુધી વધ્યો હોવાના સંકેત આપ્યા હતા. પ્રાથમિકતા ધરાવતા વિઝા (priority visas), સ્ટડી વિઝા અને સર્ટિફિકેટ ઑફ સ્પોન્સરશિપના ખર્ચમાં ઓછામાં ઓછા 20 ટકા વધારો થયો હોવાના સંકેત આપ્યા હતા. બ્રિટન સરકારે જણાવ્યું છે કે, Health અને care visa સહિતની મહત્તમ વિઝા કેટેગરીમાં નવો વધારો લાગુ થશે.
UK Student Visa Fees: હવે કુલ કેટલો ખર્ચ થશે?
UK સરકારના જણાવ્યા પ્રમાણે, UKની બહારથી કરવામાં આવતી UK સ્ટુડન્ટ વિઝાની અરજીની ફી માટે 490 પાઉન્ડ (રૂ. 50,428) ચૂકવવા પડશે.
UK Tourist Visa Fees: હવે કુલ કેટલો ખર્ચ થશે?
UK હોમ ઑફિસે આપેલી માહિતી અનુસાર, નવી ફી લાગુ થયા બાદ છ મહિના કરતાં ઓછા સમય માટે બ્રિટનની મુલાકાત માટેના વિઝાની ફી હવે 115 પાઉન્ડ (રૂ.11,835) રહેશે.
UK work Visa Fees: હવે કુલ કેટલો ખર્ચ થશે?
3 વર્ષ કે તેનાથી ઓછા સમય માટે સ્પોન્સરશિપ સર્ટિફિકેટ મેળવીને બ્રિટન ઈમિગ્રેટ થનાર વ્યક્તિએ હવે 718 પાઉન્ડ (રૂ. 77,147) ચૂકવવા પડશે, અત્યારે આ વિઝા કેટેગરીની ફી 625 પાઉન્ડ છે.
Published September 18, 2023, 17:20 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો