Exclusive: મ્યુચ્યુઅલ ફંડ ચલાવનારા પોતે ક્યાં કરે છે રોકાણ? php // echo get_authors();
?>
દેશની અગ્રણી રોકાણ કંપની આદિત્ય બિરલા સનલાઈફ AMC (ABSL AMC)ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO એ બાલાસુબ્રમણ્યમ કહ્યું કે તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સમાં 100 ટકા રોકાણ કરે છે અને તે રોકાણનો 80 ટકા હિસ્સો ઇક્વિટી ફંડ્સમાં જાય છે. એ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું કે ફિક્સ્ડ ઈનકમના નામે તેમનું EPFમાં પણ રોકાણ છે. તેમણે કહ્યું કે ઇક્વિટી ફંડમાં રોકાણ કરવાથી લાંબા ગાળે કમ્પાઉન્ડિંગનો સારો ફાયદો મળે છે.
MONEY9 GUJARATI: દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ સતત વધી રહ્યું છે અને મોટાભાગના નાણાકીય સલાહકારો રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણ કરવાની સલાહ આપે છે. પરંતુ જે લોકો પોતે મ્યુચ્યુઅલ ફંડ ચલાવી રહ્યા છે તેઓ તેમના પૈસા ક્યાં ઈન્વેસ્ટ છે?
Money9એ દેશની અગ્રણી રોકાણ કંપની આદિત્ય બિરલા સનલાઈફ AMC (ABSL AMC)ના મેનેજિંગ ડિરેક્ટર અને CEO એ.બાલાસુબ્રમણ્યમને આ પ્રશ્ન પૂછ્યો, ત્યારે તેમણે કહ્યું કે તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સમાં 100 ટકા રોકાણ કરે છે અને તે રોકાણનો 80 ટકા હિસ્સો ઇક્વિટી ફંડ્સમાં જાય છે. એ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું કે ફિક્સ્ડ ઈનકમના નામે તેમનું EPFમાં પણ રોકાણ છે. તેમણે કહ્યું કે ઇક્વિટી ફંડમાં રોકાણ કરવાથી લાંબા ગાળે કમ્પાઉન્ડિંગનો સારો ફાયદો મળે છે.
1994થી મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા એ.બાલાસુબ્રમણ્યમે Money9ને આપેલા એક એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ ઝડપથી વધી રહ્યું છે અને હાલમાં 3.5 કરોડ યૂનિક ઈન્વેસ્ટર જોડાયા છે,, અને આગામી 10-15 વર્ષમાં આંકડો 30 કરોડ થઈ શકે છે. તેમણે કહ્યું કે રેગ્યુલેટર રોકાણકારોના હિતમાં મોટા નિર્ણયો લઈ રહ્યું છે, જેના કારણે AMC અને ડિસ્ટ્રીબ્યૂટરને ફાયદો થયો છે અને સાથે જ લોકોના વિશ્વાસમાં વધારો થવાને કારણે આ ઉદ્યોગનું કદ રૂ. 45 લાખ કરોડને પાર કરી ગયું છે.
એ.બાલાસુબ્રમણ્યમે કહ્યું કે અગાઉ રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ સમજાવવું મુશ્કેલ હતું પરંતુ 2008ની ક્રાઈસિસે રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની તાકાત સમજાવી, તે દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. તેમણે કહ્યું કે નોટબંધી પછી શરૂ કરાયેલ ‘મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ’ કેમ્પેઈન પણ મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું અને તે કેમ્પેઈનને કારણે રોકાણકારોમાં રોકાણ અંગે જાગૃતિ વધી.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વ્યૂહરચના પર, એ.બાલાસુબ્રમણ્યમે કહ્યું કે રોકાણકારોએ હંમેશા ફંડ હાઉસને જોઈને રોકાણ કરવાનું નક્કી કરવું જોઈએ, તેમણે કહ્યું કે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર લાંબા ગાળાનું લક્ષ્યાંક રાખીને રોકાણ કરવું જોઈએ અને માત્ર ઈમરજન્સી સ્થિતિમાં જ મ્યુચ્યુઅલ ફંડ રોકાણને તોડવું જોઈએ.
Published September 12, 2023, 15:06 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો